બિહાર / શાહે કહ્યું- ભાજપ-JDUનું ગઠબંધન અતૂટ, મુખ્યમંત્રી નીતિશ વિધાનસભા ચૂંટણીમાં NDAનું નેતૃત્વ કરશે

  • ગૃહમંત્રી અમિત શાહે CAAના સમર્થનમાં રેલી કરી, કહ્યું- વોટ બેન્કનું રાજકારણ કરનારા CAAનો વિરોધ કરી રહ્યા છે.
  • ‘પાડોશી દેશમાં જેટલા હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સાથે અન્યાય થયો, CAAથી તેમને ભારતમાં આશરો આપવામાં આવશે ’

Divyabhaskar.com

Jan 16, 2020, 05:46 PM IST

વૈશાલીઃગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે CAAના સમર્થનમાં વૈશાલીમાં જનસભાને સંબોધિ હતી. તેમણે કહ્યું કે, ઘણા લોકો અફવા ફેલાવવા માંગે છે. હું એ અફવાઓને ખતમ કરવા આવ્યો છું. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં NDA ચૂંટણી લડશે. ભાજપ અને JDUનું ગઠબંધન અતૂટ છે. જેમાં કોઈ શંકા નથી. શાહે કહ્યું કે, લાલુ યાદવને જેલમાં રહીને ફરીથી CM બનવાનું સપનું લાગી રહ્યું છે. લાલુ યાદવનું રાજ હતું ત્યારે બિહારનો વિકાસ દર 3% હતો. નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારનો વિકાસ દર 11% છે.

કોંગ્રેસ પાર્ટીએ ધર્મના આધારે દેશનું વિભાજન કરાવીને ખોટું કર્યુંઃ શાહ

  • ‘આઝાદી બાદ જેટલા હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેવા ગયા હતા, તે હવે 3% પણ વધ્યા નથી. રાહુલ બાબા અને લાલૂ યાદવ જણાવે કે એ લોકો ઓછા કેમ થયા? શાહે કહ્યું કે, CAAના વિરોધમાં કોંગ્રેસ-મમતા એન્ડ કંપનીએ દેશમાં હુલ્લડ કરાવ્યા. હું બિહારના મુસ્લિમોને જણાવવા આવ્યો છું કે, CAAથી કોઈ નાગરિકતા નહીં જાય’
  • ‘કોંગ્રેસ પાર્ટીએ ધર્મના આધારે દેશનું વિભાજન કરીને ખોટું કર્યું. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવાયું, તેમની હત્યા કરવામાં આવી. એટલા માટે એ અહીંયા આવવા માટે મજબૂર થયા હતા. પાકિસ્તાનમાં પિતા સામે દીકરીનો પતિ સામે પત્નીનો બળાત્કાર થયો. મંદિર-ગુરુદ્વારા તોડી પડાયા. એટલા માટે ત્યાંથી હેરાન થઈને લોકો અહીંયા આવ્યા.’
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી