• Home
  • Db Original
  • Amit Shah was upset with the report of getting 18% votes and zero seats in Delhi and threw himself into the campaign field.

ઈનસાઈડ સ્ટોરી / દિલ્હીમાં 18% વોટ અને એક પણ બેઠક ન મળવાના રિપોર્ટથી બેચેન થઈ અમિત શાહે પ્રચારના મેદાનમાં ઝંપલાવ્યું હતું

Amit Shah was upset with the report of getting 18% votes and zero seats in Delhi and threw himself into the campaign field.

  • 21-22 જાન્યુઆરીએ શાહની સાથે રણનીતિકારોની બેઠકમાં આક્રમક પ્રચાર પર નિર્ણય કરાયો હતો
  • પડકાર સીટોને નહીં પણ વોટ શેર બચાવવાનો હતો જેથી ભાજપને કોંગ્રેસ સાથે સરખાવવામાં ન આવે

Divyabhaskar.com

Feb 15, 2020, 10:36 AM IST

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ભલે જીતનો દાવો કરી રહી હતી, પરંતુ આંતરિક રિપોર્ટમાં તેમને હાર નિશ્વિત લાગતી હતી. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી શરૂઆતથી જ આગળ ચાલી રહી હતી, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આક્રમકતાએ આ એકતરફી ચૂંટણીને મુકાબલાવાળી ચૂંટણી જ બનાવી દીધી હતી. ત્યારબાદ જ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે પહેલા વોકઓવર આપતી ભાજપ હવે ચૂંટણી લડતી જોવા મળી રહી છે. પરંતુ પરિણામો બાદ સવાલ ઉઠ્યો કે ચૂંટણીમાં હાર સામે નજર આવ્યા છતા શાહ પોતે આ પ્રકારે મેદાનમાં શા માટે કુદ્યા અને પ્રચારમાં આટલું જોર શા માટે લગાવ્યું?

ભાસ્કરે આ રણનીતિને સમજવા માટે તપાસ કરી તો જોયું કે 21 અને 22 જાન્યુઆરીએ શાહના ઘરે રાતે દોઢ વાગ્યા સુધી બેઠક થઈ હતી. જેમાં ભાજપને દિલ્હી ચૂંટણીમાં 18% વોટ મળવાના અનુમાન પર ચર્ચા કરવામાં આવી હતી. એટલે કે 2015ની વિધાનસભા ચૂંટણીમાં મળેલા 32.19% વોટથી લગભગ અડધા અને લોકસભા ચૂંટણીમાં મળેલા 56.86% વોટથી ત્રણ ગણું ઓછું. ભાજપના એક વરિષ્ઠ નેતાએ ખુલાસો કર્યો કે દિલ્હી ચૂંટણી સાથે જોડાયેલા તમામ રણનીતિકારો સાથે થયેલી આ બેઠકમાં જે રિપોર્ટ મુકવામાં આવ્યો, તેના પ્રમાણે દિલ્હીમાં ભાજપ પણ કોંગ્રેસની જેમ શૂન્ય પર સમેટાઈ રહી હતી. આ રિપોર્ટે શાહને બેચેન કરી દીધા હતા. આ દિવસે ભાજપે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી દીધી અને ત્રણ સીટ સહયોગી પક્ષ JDU અને LJPને આપી દીધી હતી. દિલ્હીમાં પાર્ટી અમૂમન પોતાની ચૂંટણી ચિન્હ પર જ સહયોગીને લડાવતી રહી છે, પરંતુ આ વખતે સહયોગી પક્ષ પોતાના ચિન્હો પર જ લડી રહ્યા છે.

શાહે કહ્યું-પરિણામો જે પણ હોય, હું લડીશ
વોટ ટકાવારી અને સીટો સાથે જોડાયેલા આ રિપોર્ટ અંગે ચર્ચા બાદ શાહે આ ચૂંટણીને પોતાની પ્રતિષ્ઠા કરતા વધારે પાર્ટીની શાખ સાથે જોડી અને કહ્યું કે, બેઠકો કરતા વધારે વોટ શેરને બચાવવો સૌથી મોટો પડકાર છે. તેમનો ઈશારો હતો કે જો ભાજપનો વોટ શેર ઘટ્યો તો તેને પણ કોંગ્રેસ સાથે એક ત્રાજવે તોલવામાં આવશે. પરંતુ ત્યાં હાજર રણનીતિકારોએ શાહને કહ્યું કે, હારેલી લડેલી લડાઈમાં તમે ન પડો તો ઠીક રહેશે. આ અંગે શાહે કહ્યું કે, ‘હું યોદ્ધા છું, પરિણામ જે પણ હોય લડીશ’

શાહે બેઠક બાદ પ્રચાર વધાર્યો
23 જાન્યુઆરી શાહે એક દિવસમાં 3થી 5 પદયાત્રા અને જનસભાઓ કરવાનું શરૂ કરી દીધું હતું. આટલું જ નહીં, ગણતંત્ર દિવસના દિવસે પણ શાહે ત્રણ જનસભાઓ કરી તો 29 જાન્યુઆરીની બિટિંગ રીટ્રીટમાં પણ હાજરી ન આપી અને ચાર જનસભાઓ કરી હતી. દિલ્હી ચૂંટણીનો સંકલ્પ પત્ર જાહેર થવાના દિવસે 31 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સંકલ્પ પત્ર જાહેર કરવાનું કામ સોંપવામાં આવ્યું અને શાહે એ દિવસે ચાર સભાઓને સંબોધિત કરી હતી. દિલ્હીમાં શાહે કુલ 36 પદયાત્રા જનસભાઓ કરી હતી. આ ઉપરાંત ઘણા ઉમેદવારોના ચૂંટણી કાર્યાલય સુધી પોતે ગયા હતા.

ભાજપ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની તૈયારીમાં
ચૂંટણી પરિણામો બાદના વિશ્લેષણમાં ભાજપ એ વાતનો સંતોષ કરી રહી છે કે તેનો વોટ શેર શાહની રણનીતિના કારણે બચ્યો જ નથી પણ તેમા વધારો પણ થયો છે. પરંતુ દિલ્હી સંગઠન અંગે જે પ્રકારના રિપોર્ટ મળ્યાં છે ત્યાર બાદ દિલ્હી ભાજપે મોટા પાયે રણનીતિમાં ફેરફાર કર્યા છે.

X
Amit Shah was upset with the report of getting 18% votes and zero seats in Delhi and threw himself into the campaign field.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી