- નિતિન ગડકરી આ વખતે પેનલમાં સામેલ નથી
- એર ઈન્ડિયામાં 76 ટકા શેર વેચવાની કોશિશ ગત વર્ષે નિષ્ફળ રહી હતી
Divyabhaskar.com
Jul 19, 2019, 04:42 PM ISTનવી દિલ્હીઃ એર ઈન્ડિયામાં સરકાર આ વખતે સંપૂર્ણ 100 ટકા હિસ્સો વેચવાની કોશિશ કરી શકે છે. વિનિવેશ માટે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવો મંત્રી સમુહ(જીઓએમ) બનાવવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકારીને આ વખતે સામેલ કરવામાં આવ્યા નથી. ન્યુઝ એજન્સીએ ગુરુવારે આ માહિતી આપી હતી.
પેનલમાં આ વખતે 5ની જગ્યાએ 4 મંત્રી
- નવી પેનલમાં અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, વાણિજય અને રેલ મંત્રી પીયૂષ ગોયલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી પણ સામેલ છે. 2017માં પ્રથમ વાર બનાવવામાં આવેલી પેનલમાં ગડકરી સહિત 5 મંત્રી સામેલ હતા.
- મોદી સરકારે પ્રથમ કાર્યકાળમાં એર ઈન્ડિયાનો 76 ટકા હિસ્સો વેચાવા માટે ગત વર્ષે બોલીઓ મંગાવી હતી. જોકે કોઈ ખરીદનાર મળ્યું ન હતું. બાદમાં ટ્રાન્ઝેક્શન એડવાઈઝર ઈવાયએ બોલી પ્રક્રિયા નિષ્ફળ રહેવાના કારણો પર રિપોર્ટ તૈયાર કર્યો હતો.
- રિપોર્ટમાં જે જણાવવામાં આવ્યું કે સરકાર દ્વારા 24 ટકા શેર અને સંબધિત અધિકાર રાખવા, એરલાઈન પર ભારે દેવું હોવા, ક્રૂડની કિંમતોમાં અસ્થિરતા, કરન્સી એક્સચેન્જ રેટમાં ઉતાર-ચઢાવ અને ઈન્ડિવિઝ્યુઅલ બિડિંગ પર રોક જેવા કારણોથી બિડિંગ ફેલ થઈ હતી.
- નવી પેનલની પ્રથમ બેઠક સંસદનું સત્ર ખત્મ થયા બાદ કયારે પણ થઈ શકે છે. હાલનું સત્ર 26 જુલાઈએ ખત્મ થશે. સરકારે બજેટમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષ(2019-20)માં 1.05 લાખ કરોડ રૂપિયાના વિનિવેશનું રેકોર્ડ લક્ષ્ય રાખયું છે.