તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Amit Shah Take Direct Responsibility For Delhi Elections BJP Will Have To Wait For New President JP Nadda Will Be New President Of BJP

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી ચૂંટણીની સીધી જવાબદારી સંભાળશે અમિત શાહ, ભાજપને હમણાં નહીં મળે નવા અધ્યક્ષ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને પાર્ટીની અધ્યક્ષ પદની જવાબદારી સોંપાશેં
 • જેપી નડ્ડા સામે બિહાર વિધાનસભા અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો પડકાર

નવી દિલ્હી: ભાજપને નવા અધ્યક્ષ માટે ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી સુધી રાહ જોવી પડે તેવી શક્યતા છે. આ સંજોગોમાં ગૃહ મંત્રી બન્યા પછી વર્તમાન અધ્યક્ષ અમિત શાહ હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ પછી હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીની સીધી જવાબદારી સંભાળશે. માનવામાં આવે છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને પાર્ટીની અધ્યક્ષ પદની જવાબદારી સોંપાશે.


નિયમ પ્રમાણે અધ્યક્ષ પદની ચૂંટણી માટે 50 ટકા રાજ્યોમાં સંગઠન ચૂંટણી જરૂરી છે. આ નિયમ પાર્ટી મકર સંક્રાતિ પછી શરૂ કરશે. આ દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. સામાન્ય રીતે લોકસભા અથવા વિધાનસભા ચૂંટણી ચાલતી હોય ત્યારે ભાજપ અધ્યક્ષ પદની પસંદગી નથી કરતી. આમ, આ સંજોગોમાં પાર્ટીને નવા અધ્યક્ષ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મળવાની શક્યતા છે.

નડ્ડા બનશે નવા બીજેપી અધ્યક્ષ
જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવીને પાર્ટીએ તેમને અધ્યક્ષ બનાવવાનો મેસેજ ઘણો પહેલાં જ આપી દીધો છે. કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી નડ્ડાનો રાષ્ટ્રીય સ્તરનો પ્રવાસ પણ પાર્ટી તરફથી ઈશારો છે કે, હવે આગામી નવા બીજેપી અધ્યક્ષ તેઓ જ બનવાના છે. જો નડ્ડા ફેબ્રુઆરીમાં અધ્યક્ષ પદની કમાન સંભાળશે તો તેમની સામે પહેલો પડકાર બિહાર વિધાનસભા ચૂંટણી અને બીજો પડકાર પશ્ચિમ બંગાળની ચૂંટણી રહેશે.

ત્યારપછી મંત્રિમંડળનું વિસ્તરણ શક્ય
દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી આ મહિનાના અંતિમ સપ્તાહમાં જ સંસદ બજેટ સત્ર શરૂ થઈ જશે. બજેટ રજૂ કર્યા પછી ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહમાં સત્રનો પહેલો તબક્કો પૂરો થઈ જશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂરી થયા પછી ભાજપમાં સાંગઠનિક ફેરફાર શક્ય છે. ત્યારપછી મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો