તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટીના બૂથ લેવલ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર જનતાને ગુમરાહ કરીને તોફાન કરાવવાનો આરોપ લગાવ્યો. શાહે એ પણ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે 5 વર્ષ દિલ્હીના લોકોને છેતર્યા છે અને ભાજપ તેમની પાસેથી હિસાબ માંગશે. નનકાના સાહિબ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
અમિત શાહે કહ્યું- હજુ હમણા જ પ્રધાનમંત્રી CAA લઇને આવ્યા. કેબિનેટે તેને મંજૂરી આપી અને લોકસભાએ પસાર કરી દીધું. ત્યારબાદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાએ લોકોને ગુમરાહ કરીને તોફાન કરાવવાનું કામ કર્યું. હું દિલ્હીની જનતાને પૂછવા માગુ છું- શું તમે એવી સરકાર ઇચ્છો છો જે દિલ્હીમાં હુલ્લડ કરાવે.
આપ અને કોંગ્રેસ પર દલિત વિરોધી હોવાનો આરોપ
નાગરિકતા કાયદાના વિરોધ પર શાહે કહ્યું- વિપક્ષના લોકો કહે છે કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાચાર નથી થતા. કેજરીવાલ, રાહુલ-સોનિયા ગાંધીજી આંખો ખોલીને જોઇ લો, હમણા જ નનકાના સાહિબ જેવા પવિત્ર સ્થળ પર હુમલો કરીને શીખ ભાઇઓને આતંકિત કરવાનું કામ પાકિસ્તાને કર્યું છે. શાહે કહ્યું કે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ આ કાયદાનો વિરોધ કર્યો. મોદીજી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા દેવા જઇ રહ્યા છે તો દલિત વિરોધી કેજરીવાલ, રાહુલ ગાંધી તેનો વિરોધ કરી રહ્યા છે.
કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો અટકાવ્યો- શાહ
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે રામ જન્મભૂમી મામલાને ઘણા વર્ષોથી રોકીને રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે ચૂકાદો આપી દીધો છે કે રામ જન્મભૂમિ પર મંદિર બનવું જોઇએ. આ દેશના કરોડો લોકોની ઇચ્છા હતી પરંતુ કોંગ્રેસ પાર્ટી તેનો વિરોધ કરતી હતી.
ઘર-ઘર સંપર્કથી ચૂંટણી જીતવાનો ફોર્મ્યુલા
અમિત શાહે કહ્યું- ભાજપને ચૂંટણી સભાઓથી નથી લડવું પરંતુ ઘરે ઘરે જઇને લડવું છે. મોહલ્લા મીટિંગ કરીને લડવું છે. તેની શરૂઆત હું જ કરવા જઇ રહ્યો છું. દિલ્હીના મુખ્યમંત્રી પર કટાક્ષ કરતા શાહે કહ્યું- કેજરીવાલ જી છાપામાં તેમના ફોટાવાળી જાહેરખબર આપીને ધન્યવાદ આપી રહ્યા છે. અરે તમે કયુ કામ પુરુ કરી દીધું એ તો જણાવો. 5 વર્ષ સરકાર ચલાવ્યા બાદ તો તમે કામ શરૂ કરો છો.
દિલ્હીમાં ભાજપની સરકાર બનાવવાનો દાવો
શાહે કહ્યું- જનતાને એક વખત છેતરી શકાય છે, વારંવાર કોઇ ન છેતરી શકે. એક વખત કેજરીવાલે છેતરી લીધા. ત્યારબાદ નગર નિગમની ચૂંટણી થઇ તો આપ પાર્ટીના સૂપડા સાફ થઇ ગયા. દિલ્હીની જનતા હવે તેમને ઓળખી ગઇ છે. તેમણે દાવો કર્યો કે આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે.
કેજરીવાલ તેના 5 વર્ષનો હિસાબ આપે
ભાજપ અધ્યક્ષે કહ્યું- કેજરીવાલજીએ દિલ્હી માટે શું કર્યું તે જરા જણાવો. તમે કહ્યું હતું કે 20 કોલેજ બનાવીશું, આ કોલેજ ક્યાં ગઇ તે ખબર નથી. 5 હજારથી વધારે સ્કૂલ બનાવવાનો વાયદો કર્યો હતો , હું ચશ્મા ચડાવીને જોઇ રહ્યો છઉં કે ક્યાં સ્કૂલ બની, પણ ક્યાંય દેખાતી નથી. દિલ્હીમાં 15 લાખ સીસીટીવી કેમેરા લાગવાના હતા, પરંતુ લાગ્યા નહીં. કોન્ટ્રાક્ટ પર ના શિક્ષકો-કર્મચારીઓને પાકા કરવાના હતા પરંતુ તે કર્યું નહીં. અને અમે જે દેવા માગતા હતા તેમાં પણ કેજરીવાલ અડચણ બન્યા છે.
અમે કોલોનીઓને નિયમિત કરી- શાહ
અમિત શાહે કહ્યું- બાકી પાર્ટીઓ માટે ચૂંટણી સત્તા પ્રાપ્ત કરવાનું સાધન હોઇ શકે છે. પરંતુ ભાજપ લોકતંત્રમાં વિશ્વાસ કરે છે. અમે માનીએ છીએ કે ચૂંટણી લોકતંત્રનો ઉત્સવ છે. અમે કહ્યું હતું કે દિલ્હીમાં ગેરકાયદે કોલોનીઓને કાયદેસર કરીશું. નરેન્દ્ર મોદીજીએ આ કોલોનીઓને કાયદેસર કરવાની શરૂઆત કરી દીધી છે.
શીખ વિરોધી રમખાણનો મુદ્દો ઉઠાવ્યો
શાહે કહ્યું કે 1984માં શીખોનો નરસંહાર થયો. ઘણા શીખ ભાઇ-બહેનોને મારી નખાયા. કોંગ્રેસની સરકાર તેમના ઘા પર મલમ લગાવતી ન હતી. મોદી સરકારે દરેક પીડિત ને 5-5 લાખ રૂપિયાનું વળતર આપ્યું અને જે દોષી હતા તેમને જેલના સળિયા પાછળ નાખવાનું કામ કર્યું.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.