તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈરાન સરકારના વિરોધમાં દેખાવોઃ બ્રિટિશ રાજદૂતની પણ થોડા સમય માટે ધરપકડ કરાઈ; ટ્રમ્પે કહ્યું- અમે લોકોની સાથે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઈરાને શનિવારે કબુલ્યું કે, તેની સેનાએ ભૂલથી યૂક્રેનના યાત્રી વિમાનને નિશાન બનાવ્યું
 • 8મી જાન્યુઆરીએ સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં 176 લોકોના મોત થયા હતા, જેમાં ઈરાનના 82 નાગરિક હતા

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ઈરાનના લોકોને કહ્યું કે, તે તેમની સાથે છે અને દેખાવો પર નજર રાખી રહ્યા છે. ઈરાને 8મી જાન્યુઆરીના રોજ યૂક્રેનનું વિમાન તોડી પાડ્યું હતું. ઈરાને શનિવારે સ્વીકાર્યું હતું કે તેમની સેનાએ ભૂલથી યૂક્રેનના મુસાફરી વિમાનને નિશાન બનાવી દીધું હતું. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં માણસની ભૂલ(હ્યમૂન એરર)હોવાનું કહેવાયું હતું. આ ઘટના બાદથી ઈરાનમાં સેકડો લોકો સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. 
ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, ઈરાનના બહાદૂર અને લાંબા સમયથી પીડિત લોકો સાથે હું મારા કાર્યકાળના શરૂઆતથી જ ઊભો છું, મારું પ્રશાસન તમારી સાથે છે. બીજી બાજુ ઈરાનના વિદેશ મંત્રાલયે શનિવારે ઘણી ઈરાની ઓદ્યોગિક કંપનીઓ અને અધિકારીઓ પર અમેરિકા દ્વારા લગાવાયેલા પ્રતિબંધોની નિંદા કરી છે. શુક્રવારે અમેરિકાએ ઈરાકમાં અમેરિકન સેના પર તેમના મિસાઈલ હુમલાના જવાબમાં કાર્યવાહી કરી ઈરાન પર વધારે પ્રતિબંધ લગાવ્યા હતા. ટ્રમ્પે ફારસીમાં પણ ટ્વીટ કર્યું હતું. 

અમેરિકન અમારી સાથે એકતરફી વ્યવહાર કરી રહ્યા છેઃઈરાન
ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ પ્રમાણે, ઈરાનના વિનિર્માણ, ખનન અને કપડા ક્ષેત્રે ઈરાનના વરિષ્ઠ અધિકારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્બાસ મૂસવીએ કહ્યું કે, દુર્ભાગ્યથી અમેરિકન આપણી સાથે એકતરફી, ગેરકાયદે અને ખોટું વર્તન કરી રહ્યા છે. અમેરિકનોએ એ ઉદ્યોગ પર પ્રતિબંધ લગાવ્યા છે, જે સીધા લાખો લોકોના દૈનિક જીવન સાથે જોડાયેલા છે. આ પ્રતિબંધના કારણે ઈરાન પ્રત્યે અમેરિકાની શત્રુતાપૂર્ણ નીતિઓ વિશે ખબર પડે છે. 

બ્રિટનના રાજદૂતોની થોડા સમય માટે ધરપકડ કરવામાં આવી 
ઈરાનમાં બ્રિટનના રાજદૂત રોબ મૈકેયરને અહીંયા વિરોધ પ્રદર્શન યોજવા માટે અને તેમા ભાગ લેવા માટે શનિવાર સાંજે થોડા સમય માટે ધરપકડ કરી લીધી હતી. સમાચાર એજન્સી તસ્નીમના રિપોર્ટ પ્રમાણે, તેહરાનમાં અમીર કીર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીની બહાર યૂક્રેન વિમાન દુર્ઘટના વિરુદ્ધ સેકડો વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જેમાં મૈકેયર પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ રેલી કાઢીને આ દુર્ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

દેખાવ દરમિયાન લોકોએ સુલેમાનીની તસવીર ફાડી 
રેલી દરમિયાન દેખાવકારોએ કથિત રીતે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કાર્પ્સના કમાંડર કાસિમ સુલેમાનીની એક તસવીર ફાડી હતી. પોલીસે દેખાવકારોને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. કમાંડર સુલેમાનીની ગત સપ્તાહે અમેરિકન ડ્રોન હુમલામાં મોત થયું હતું. મૈકેયર પર પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો આરોપ છે. તેમને ધરપકડ કરાયાના થોડા કલાકોમાં છોડી મુકાયા હતા, પરંતુ આ અંગે સમન મોકલીને તેમની પાસે જવાબ માંગવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો