• Gujarati News
  • National
  • Ram Rahim And Rampal's IT Team Became Active On Social Media After The Election Declaration

ચૂંટણી આવતા જ રામ રહીમ અને રામપાલની આઈટી ટીમ સોશિયલ મીડિયામાં સક્રિય થઈ, યુવકોને જોડવાનો પ્રયત્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા ચૂંટણી દરમિયાન સમર્થકો એકસૂત્રમાં રહે તેથી સોશિયલ મીડિયાની મદદ લેવામાં આવી રહી છે
  • બાબા રામ રહીમના હરિયાણામાં 50 લાખથી વધારે સમર્થક છે અને 30થી વધુ સીટો પર અસર છે
  • ચૂંટણીની જાહેરાતથી લઈને અત્યાર સુધી રામ રહીમના નામે 30 હેશટેગ ટ્રેન્ડ કરાવવામાં આવ્યા છે

પાનીપત: હરિયાણામાં ચૂંટણી આવતા જ જેલમાં બંધ ડેરા સચ્ચા સોદાના પ્રમુખ બાબા રામ રહીમ અને રામપાલે તેમની આઈટી ટીમને સોશિયલ મીડિયા પર સક્રિય કરી દીધા છે. તેમનો હેતુ તેમના સમર્થકોની સંખ્યા વધારવાનો અને તેમનું અસ્તીત્વ જાળવી રાખવાનો છે. તેથી બંને તેમના પ્રચાર દ્વારા લોકોને અને ખાસ કરીને યુવકોને જોડીને રાજકીય પાર્ટીઓને તેમની તાકાત બતાવવા માંગે છે. બાબા રામ રહીમ અને રામપાલની ટીમ સોશિયલ મીડિયા ઉપર તેમની ઈમેજ ફરી બનાવી રહી છે અને તેમને નિર્દોષ અને પવિત્ર ગણાવવાનો પ્રયત્ન કરી રહી છે. એવો મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે, તેમને ફસાવવામાં આવ્યા છે.
બે મહિલાઓ સાથે દુષ્કર્મના દોષિત રામ રહીમ રોહતક જેલમાં બંધ છે. જ્યારે સતલોક આશ્રમના મુખિયા રામપાલ હિસાર સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમને ચાર મહિલા અને એક બાળકની હત્યા કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી છે.

ટીમ વધારે ચર્ચિત પોસ્ટ પર નજર રાખી રહી છે
બંને બાબાઓની આઈટી ટીમ દિવસમાંથી સૌથી વધારે ચર્ચિત પોસ્ટ પર નજર રાખી રહી છે. તે સિવાય મોટી સેલેબ્સ, મુખ્યમંત્રી અને વડાપ્રધાનની પોસ્ટ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. તેમાં કમેન્ટથી લઈને રિટ્વિટ માધ્યમથી એવી પોસ્ટ અને વીડિયો એડ કરવામાં આવે છે, જેમાં દર્શાવાય છે કે બાબા અત્યાર સુધીમાં શું-શું ચમત્કાર કરી ચૂક્યા છે અને તેઓ નિર્દોષ હોવા છતા તેમને કેવી રીતે ફસાવવામાં આવ્યા છે. ત્યારપછી આ મેસેજની વધુમાં વધુ લોકો અને સમર્થકો સુધી ફેલાવવામાં આવે છે.

ગઈ ચૂંટણીમાં ડેરા સચ્ચા સોદાનો અસર થઈ
માનવામાં આવે છે કે, પંજાબ અને હરિયાણામાં રામ રહીમના 50 લાખથી વધારે સમર્થક છે. હરિયાણાની નવ જિલ્લાની અંદાજે 30 સીટો પર બાબા કથિત રીતે પરિણામ પ્રભાવીત કરતા હતા. ગઈ ચૂંટણીમાં ડેરાએ બીજેપીને સમર્થન કર્યું હતું. તેમને 12 સીટ પર જીત મળી હતી. આ પહેલાં ડેરા ઈન્ડિયન નેશનલ લોકદળ અને કોંગ્રેસની જીતમાં પણ મહત્વની ભૂમિકા નીભાવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...