તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી: JNU કેમ્પસમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા મામલે ઈન્ડિયા ટૂડેનું એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે. તેમાં એબીવીપી કાર્યકર્તા વિદ્યાર્થી સાથે મારઝૂડ કરતો જોવા મળી રહ્યો છે. તેની સાથે લેફ્ટના પણ અમુક લોકો ડંડા સાથે જોવા મળ્યા હતા. JNUના રેકોર્ડ પ્રમાણે આ વિદ્યાર્થીની ઓળખ અક્ષત તરીકે થઈ છે. તે કાવેરી હોસ્ટેલમાં રહે છે અને ફ્રેન્ચ ડિગ્રી પ્રોગ્રામમાં ફર્સ્ટ યરનો વિદ્યાર્થી છે.
જ્યારે ન્યૂઝ ચેનલના રિપોર્ટરે અક્ષતને આ હિંસા વિશે વાત કરી તો તેમણે એક વીડિયો બતાવ્યો, જેમાં તે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરતો જોવા મળ્યો હતો. રિપોર્ટરે અક્ષતને પૂછ્યું કે- તમારા હાથમાં શું છે? અક્ષતે કહ્યું- એ એક ડંડો હતો. મેં તેને ઝંડામાંથી બહાર કાઢ્યો હતો અને પેરિયાર હોસ્ટિલ પાસે પહોંચ્યો હતો.
આ માત્ર જવાબી હુમલો હતો
રિપોર્ટરે પૂછ્યું- શું તમને કોઈને માર્યા હતા? અક્ષતે કહ્યું, હું કાનપુર વિસ્તારમાંથી આવું છું. જ્યારે દરેક ગલીમાં ગુંડા રહે છે. હું તેમને જોઈને જ મોટો થયો છું. આ માત્ર એક જવાબી હુમલો હતો. એક દિવસ પહેલાં લેફ્ટના વિદ્યાર્થીઓએ પેરિયાર હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરી હતી.
પોલીસ તપાસની વાત સાંભળી અક્ષતે પલટી મારી
પહેલાં સ્ટિંગમાં અંડરકવર રિપોર્ટર સાથે અક્ષત અવસ્થીએ લેફ્ટના વિદ્યાર્થીઓ પર હુમલાની વાત સ્વીકારી હતી. સ્ટિંગ પ્રસારિત થતા અને દિલ્હી પોલીસ તરફથી તેને તપાસમા સામેલ કરવાના નિવેદન પછી અક્ષતે તેના નિવેદન પરથી પલટી મારી દીધી હતી. ત્યારપછી અક્ષતે ખુલાસો કર્યો છે કે, તેણે રિપોર્ટરને જે પણ કહ્યું તે માત્ર શેખી મારવા માટે કહ્યું હતું. પહેલાં પોતે એબીવીપીનો કાર્યકર્તા હોવાનો દાવો કરનાર અક્ષતે યુ-ટર્ન લેતા કહ્યું કે, તેને એબીવીપી સાથે કોઈ સંબંધ નથી. તે આ સંગઠનનો સભ્ય પણ નથી. નોંધનીય છે કે, અક્ષતે રવિવારે હુમલા દરમિયાન લેવામાં આવેલા વીડિયોમાં પોતાની ઓળખ જાતે જ કરી હતી.
વોટ્સએપ ગ્રૂપના 37 લોકોની ઓળખ કરાઈ
પોલીસ તપાસની વિશેષ ટીમે વોટ્સએપ ગ્રૂપ ‘યુનિટી અગેઈન્સ્ટ લેફ્ટ’ના 60માંથી 37 સભ્યોની ઓળખ કરી લીધી છે. આ ખુલાસો શનિવારે ન્યૂઝ એજન્સીએ દિલ્હી પોલીસના સૂત્રોના આધારે કર્યો છે. શુક્રવારે સાંજે દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જેએનયુ હિંસા મામલે વિદ્યાર્થી સંઘ આઈશી ઘોષ સહિત 9 વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કરી છે. પોલીસે કહ્યું છે કે, હાલ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. દરેકને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આઈશીનું કહેવું છે કે, મારી પાસે પુરાવા પણ છે જેનાથી સાબીત થાય છે કે મારી પર હુમલો થયો છે.
આ પહેલાં દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સે જણાવ્યું હતું કે, એક વોટ્સએપ ગ્રૂપની ઓળખ કરી લેવામાં આવી છે. જેનું નામ ‘યુનિટી અગેઈન્સ્ટ લેફ્ટ’ છે. તેમાં 60 સભ્યો છે. અમુક લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમાં આઈશી ઘોષ સહિત ચુનચુન કુમાર, પંકજ મિશ્રા, વાસ્કર, સુચેતા, પ્રિયા રંજન, સામંત, યોગેન્દ્ર ભારદ્વાજ, વિકાસ પટેલ સામેલ છે. આ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. કોઈની અટકાયત કરવામાં આવી નથી.
અમે પોલીસથી ડરવાના નથી
આઈશી ઘોષે કહ્યું હતું- દિલ્હી પોલીસ તેમની તપાસ કરી શકે છે. મારી પાસે પુરાવા પણ છે જેનાથી જાહેર થાય છે કે, મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. મને દેશના કાયદામાં સંપૂર્ણ વિશ્વાસ છે. મને ખબર છે કે તપાસ નિષ્પક્ષ રીતે થશે. મને ન્યાય મળશે, પરંતુ દિલ્હી પોલીસ પક્ષપાત કેમ કરી રહી છે? મારી ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરવામાં કેમ નથી આવી. અમે કઈ ખોટું નથી કર્યું. અમે દિલ્હી પોલીસથી ડરવાના નથી. અમે કાયદા વ્યવસ્થા સાથે ઉભા રહીને અમારુ અભિયાન શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે આગળ વધારીશું.
વિદ્યાર્થીઓએ માત્ર રૂમનું ભાડું આપવાનું રહેશે
JNUના VC એમ જગદીશ કુમારે કહ્યું હતું- અમારા વિદ્યાર્થીઓ વિન્ટર સેમિસ્ટર એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અમે વિદ્યાર્થીઓની મદદ માટે પગલાં લઈ રહ્યા છીએ. હવે કોઈ પણ સર્વિસ કે યુટિલીટી ચાર્જ નહીં લાગે. વિદ્યાર્થીઓએ માત્ર રૂમનું રેન્ટ આપવાનું રહેશે, જે 300 રૂપિયા છે. જે પૈસા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવી રહ્યા છે તેનો ઉપયોગ તેમને જ સુવિધા આપવા માટે કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.