દિલ્હી / હુમલાનું એલર્ટ: આતંકીઓના પોસ્ટર લગાવ્યા, પોલીસને તુરંત સુચના આપવાની માહિતી

airport bomb threat call before independence day Delhi Alert

  • પોસ્ટરમાં ઈન્ડિયન મુઝાહિદ્દીન, અલ કાયદા અને ખાલિસ્તાન ફોર્સના આતંકી, પોલીસે માહિતી આપવા માટે નંબર પણ આપ્યા
  • સોમવારે રાતે પોલીસને ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી

Divyabhaskar.com

Aug 13, 2019, 09:36 AM IST

નવી દિલ્હી: ઈન્ટેલિજન્સ એજન્સીઓએ દિલ્હી પોલીસને આતંકી હુમલાનું એલર્ટ આપ્યું છે. ત્યારપછી રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અહીં રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર આતંકીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં ઈન્ડિયન મુઝાહિદ્દીન, અલ કાયદા અને ખાલિસ્તાન ફોર્સના આતંકી છે. પોસ્ટરમાં પોલીસે નંબર પણ આપ્યા છે. તે ઉપરાંત જો તેઓ ક્યાંય પણ દેખાય તો તુરંત એ વિશે માહિતી આપવાની અપીલ કરવામાં આવી છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.

આ દરમિયાન સોમવારે રાતે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-2 પર બોમ્બ હોવાની માહિતી મળી છે. ડેપ્યૂટી પોલીસ કમિશ્નર સંજય ભાટિયાએ કહ્યું કે, કોલરે કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2 પર બોમ્બ રાખવામાં આવ્યો છે. જો બોમ્બ બ્લાસ્ટ થતાં રોકી શકો છો તો રોકી બતાવો. જોકે દિલ્હી પોલીસે તપાસ કર્યા પછી બોમ્બની માહિતી નકલી હોવાનું જણાવ્યું હતું.

ટર્મિનલ 2 ખાલી કરાવવામાં આવ્યું

  • ભાટિયાના જણાવ્યા પ્રમાણે- રાતે અંદાજે સાડા આઠ વાગે દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બ રાખ્યો હોવાની માહિતી મળી હતી. જે નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તે યુઝરે જણાવ્યું કે, તેણે આવો કોઈ ફોન કર્યો નહતો. પોલીસ અત્યારે પણ કડક સુરક્ષા વ્યવસ્થા રાખી છે.
  • એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બોમ્બની ધમકી પછી ટર્મિનલ 2ને ખાલી કરાવવામાં આવ્યું હતું. યાત્રીઓને બીજા ગેટ પર મોકલવામાં આવ્યા હતા. બહારથી આવેલા યાત્રીઓને એરપોર્ટમાં જ રહેવાનું કહેવામાં આવ્યું હતું. થોડા સમયની તપાસ પછી ટર્મિલનું કામ પાછુ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક યાત્રીઓને 3 કલાક પહેલાં પહોંચવાનો આદેશ
સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર મોટી સંખ્યામાં સુરક્ષાબળ તહેનાત કરવામાં આવ્યું છે. એરપોર્ટના અધિકારીઓએ યાત્રીઓને જલદી રિપોર્ટ કરવા કહ્યું છે. ઘરેલુ યાત્રીઓને સમય કરતાં 3 કલાક પહેલાં એરપોર્ટ પહોંચવાનું કહેવામાં આવ્યું છે.

X
airport bomb threat call before independence day Delhi Alert
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી