• Gujarati News
  • National
  • AIMIM Asaduddin Owaisi On BJP Former MLA Kapil Mishra After Delhi Police Head Constable Ratan Lal Among 5 Killed In Delhi Jafrabad

ઓવૈસીએ ભાજપના પૂર્વ ધારાસભ્યને જવાબદાર ઠેરવ્યા, મોદીને કહ્યું- જે સાપને પાળ્યા છે, એ જ ડંખશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- અમારી ધરતી પર વિદેશી મહેમાન આવ્યા છે, એવામાં હિંસા માટે ઉશ્કેરવા શરમજનક બાબત છે
  • 5આ હુલ્લડો પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતાની ઉશ્કેરણીનું પરિણામ, જેમાં પોલીસની સંડોવણીના પણ સ્પષ્ટ પુરાવા’

હૈદરાબાદઃ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે દિલ્હીમાં થયેલી હિંસા માટે એક પૂર્વ ધારાસભ્યને દોષી ઠેરવ્યો છે. સાથે જ તેમણે વડાપ્રધાનને કહ્યું કે, સાપને તમે પાળ્યા છે, એ જ તમને ડંખશે. ઓવાસી હૈદરાબાદમાં નાગરિકતા સંશોધન કાયદા(CAA),નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(NPR)અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન્સ(NRC)ના વિરોધમાં યોજાયેલા કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ હિંસાને ખોટી ઠેરવી છે. તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ દેખાવ સ્વસ્થ લોકતંત્રનું પ્રતીક છે. પરંતુ હિંસા કરવી ઠીક નથી. સાથે જ કેજરીવાલે પણ રાજધાનીની હાલની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે. 
ત્યારબાદ તેમણે ટ્વીટ કર્યું કે, ‘અહીંયા હુલ્લડો તો એક પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતાની ઉશ્કેરણીનું પરિણામ હતું. જેમાં પોલીસની સંડોવણી હોવાના પણ સ્પષ્ટ પુરાવા છે. પૂર્વ ધારાસભ્યની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. હિંસાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલા લેવા જોઈએ, નહીં આ વધારેને વધારે ફેલાતી જશે’

 જો કે તેમને કોઈ નેતાનું નામ લીધું નથી. પરંતુ ઓવૈસી સ્પષ્ટ રીતે ભાજપ નેતા કપિલ મિશ્રા અંગે આવી વાતો કહી રહ્યા હતા. કારણ કે કપિલ મિશ્રાએ જાફરાબાદ અને ચાંદબાગમાં રસ્તાને ખાલી કરાવવા માટે 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. 

‘દિલ્હી પોલીસને ત્રણ દિવસનું અલ્ટીમેટમ- જાફરાબાદ અને ચાંદબાગના રસ્તા ખાલી કરાવો ત્યારબાદ અમને ના સમજાવતા, અમે તમારું પણ નહીં સાંભળીએ, માત્ર ત્રણ દિવસ’

શાહને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી 
ઓવૈસીએ કહ્યું કે, દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરું છું, જેમાં પોલીસ અને અન્ય ઘણા નાગરિકો ભોગ બની મોતને ભેટ્યા છે. સાથે જ કહ્યું કે, આ દેશ માટે શરમની વાત છે કે વિદેશી મહેમાન આપણી ધરા પર આવ્યા છે અને હિંસા ભડકી છે. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં શાંતિ સ્થાપવાની માંગ કરી હતી. સાથે જ કહ્યું કે, હિંસાને અટકાવવા માટે દિલ્હી પોલીસ પર દબાણ કરવું જોઈએ. 

હિંસાને યોગ્ય ન ગણાવી શકાયઃ રાહુલ ગાંધી
સાથે જ રાહુલ ગાંધીએ હિંસા અંગે કહ્યું કે, શાંતિપૂર્ણ દેખાવ સ્વસ્થ લોકતંત્રનું પ્રતીક છે.હિંસાને ક્યારે પણ યોગ્ય ન ઠેરવી શકાય. હું દિલ્હીના નાગરિકોને અપીલ કરું છું કે તે શાંતિથી કામ લે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, દિલ્હીમાં આખો દિવસ હિંસા ચાલી હતી. હિંસાથી માત્ર સામાન્ય જનતા અને દેશને જ નુકસાન થાય છે. હું તમામ દિલ્હીવાસીઓને શાંતિ જાળવવાની અપીલ કરું છું. સોનિયા ગાંધીએ કહ્યું કે, જે શક્તિઓ દેશ પર પોતાની સાંપ્રદાયિક અને વિભાજકારી વિચારધારાને થોપવા માંગે છે, તેમનું અહીંયા કોઈ સ્થાન નથી. 

દિલ્હીની હાલની સ્થિતિથી ચિંતિતઃ કેજરીવાલ 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મંગળવારે ટ્વીટ કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે લખ્યું કે, હું દિલ્હીની હાલની સ્થિતિ અંગે ચિંતિત છું. તમામને મળીને શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરો. દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદીયાએ ટ્વીટ કર્યું કે, ત્રણ દાયકાથી હું દિલ્હીમાં છું. મારા જ શહેરમાં આટલી બીક ક્યારે નથી લાગી. શું થઈ ગયું છે આ? કોણ છે આ લોકો જે દિલ્હીમાં આગ ચાંપી રહ્યા છે? હું આના માટે દુઃખી અને શરમમાં છું. આ મારું દિલ્હી છે. દેશની રાજધાની છે. જેને બચાવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...