તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • After Waiting For 30 Hours At The Rome Airport, The Indore Girl Could Not Come To India, Saying She Had To Sleep On The Bench, No Food Was Found.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 કલાક રોમ એરપોર્ટ પર રાહ જોયા બાદ પણ ઇન્દોરની યુવતી ભારત આવી ન શકી, કહ્યું- બેન્ચ પર ઉંઘવું પડ્યું, ખાવાનું પણ નથી મળ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
11 માર્ચના રોમ એરપોર્ટ પર ડિયાના કસ્તૂરી - Divya Bhaskar
11 માર્ચના રોમ એરપોર્ટ પર ડિયાના કસ્તૂરી
  • નવા નિયમો અંતર્ગત ભારત આવવા માંગતા પ્રવાસીઓ માટે ફિટ ટૂ ફ્લાય સર્ટિફિકેટ જરૂરી
  • ડિયાના કસ્તૂરીએ જણાવ્યું- સર્ટિફિકેટ ન મળવાના કારણે ફ્લાઇટ બોર્ડ કરવા ન દીધુ

ઇન્દોર: ચીન બાદ કોરોના વાયરસના સૌથી વધારે કેસ ઈટલીમાં સામે આવ્યા છે. ઇન્દોરની એક યુવતી છેલ્લા દોઢ મહિનાથી અહીં ઉપસ્થિત છે અને ભારત આવી શકતી નથી. આ યુવતીએ જણાવ્યું કે ઈટલીનું રોમ એરપોર્ટ અત્યારે વિશ્વનું સૌથી જોખમી એરપોર્ટ છે. અહીં જે કોઇ મોજૂદ છે, તે ગમે ત્યારે સંક્રમિત થઇ શકે છે. ઈટલીમાં લોકડાઉન છે અને કારણ વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પર દંડ વસૂલવામાં આવે છે. 
ઈન્દોરની ડિયાના કસ્તૂરી માસ્ટર્સ ઇન જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કરવા માટે 27 જાન્યુઆરીએ ઈટલી ગઇ હતી. તેણે જણાવ્યું કે 11 માર્ચના પાછા આવવા માટે ટિકિટ બુક થઇ ગઇ હતી પરંતુ ભારત સરકારના નવા નિયમો અંતર્ગત હવે કોવિડ-19ની તપાસના રિપોર્ટ વિના કોઇને ભારત આવવાની મંજૂરી નથી. હું એરપોર્ટ ગઇ જેથી દેશ પાછી ફરી શકું પરંતુ તેવું થઇ ન શક્યું. નિયમો અંતર્ગત મને ફિટ-ટૂ-ફ્લાય સર્ટિફિકેટની જરૂરિયાત હતી. રોમના એરપોર્ટ પર 11થી 12 માર્ચ વચ્ચે 28થી 30 કલાકનો સમય ટેન્શન વાળો રહ્યો. એર ઇન્ડિયાએ અમને ફ્લાઇટ પર ચડવા ન દીધા. ફૂડ અને સ્ટે પણ ન મળ્યું. બેન્ચ પર ઉંઘવું પડ્યું. ત્યારબાદ રોમમાં જ્યાં રોકાઇ છું, ત્યાં પરત જવું પડ્યું. 

ઈટલીમાં માત્ર ફાર્મસી સ્ટોર ખુલા છે
ડિયાનાએ જણાવ્યું કે ઈટલી સંપૂર્ણપણે બંધ છે. અહીંયાનો માહોલ ભયભીત કરે તેવો છે. રસ્તાઓ સૂમસાન છે. પરિસ્થિતિ એવી છે કે માસ્ક મળતા નથી અને સેનિટાઇઝર બજારમાંથી ગાયબ છે. જો કોઇ કારણ વિના કોઇ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો 150 યૂરોનો દંડ લાગી શકે છે અથવા અરેસ્ટ પણ થઇ શકે છે. માત્ર ફાર્મસી સ્ટોર ખુલા છે. બાકી બધી દુકાનો, ઓફિસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે. મારી યુનિવર્સિટીમાં ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે. ઓનલાઇન અભ્યાસ થઇ રહ્યો છે. તેથી મેં વિચાર્યું કે ભારત આવતી રહું કારણ કે ભારત અત્યારે સૌથી સુરક્ષિત છે. ત્યાં ટેમ્પરેચર વધારે છે તેથી એટલો ડર નથી. ઈટલીમાં મારી સાથે 120 પ્રવાસીઓ છે. બધા પરેશાન થઇ રહ્યા છે. 

સંબંધીએ કહ્યું- સર્ટિફિકેટ વિના ચેક ઇન કરવાની મનાઇ
ડિયાનાના સંબંધી સોના કસ્તૂરી જણાવે છે કે બીજા દેશની હાલત જોઇને અમે દહેશતમાં છીએ. આવું માત્ર ફિલ્મોમાં જોયું હતું પરંતુ આ ખૂબ ડરાવનારું છે. ડિયાના 9 માર્ચે પરત આવવાની હતી. ફ્લાઇટની ટિકિટ બુક કરાવી તો 11 માર્ચની ટિકિટ મળી. આ ભારત માટે છેલ્લી ફ્લાઇટ હતી પરંતુ ડિયાના આવી ન શકી. ત્યાં તપાસ કરી તો ડોક્ટરોએ કહ્યું કે ફિટ ટૂ ફ્લાય જેવા સર્ટિફિકેટ તેઓ આપતા નથી. એરપોર્ટ પર એર ઇન્ડિયાના કર્મચારીઓએ કહ્યું કે તેના વિના તમે ચેક ઇન ન કરી શકો. વારાફરતી પ્રવાસીઓને તપાસ માટે દૂતાવાસ બોલાવવામાં આવી રહ્યા છે. 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો