• Home
  • Dvb Original
  • After the protests, the carriage of life came to a halt, now looking at the SC hearing; People are remembering the 30 year old movement

આસામથી ગ્રાઉન્ડ રિપોર્ટ / વિરોધ પ્રદર્શનો બાદ જનજીવન ધીરેધીરે યથાવત થઈ રહ્યું છે, હવે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર નજર

  • આસામમામાં લાંબા સમયથી CAA વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, 11-12 ડિસેમ્બરે આ પ્રદર્શનો હિંસક બનતા પાંચ લોકોના મોત 
  • વિરોધ કરી રહેલા સંગઠનોના કહ્યાં પ્રમાણે,CAA દ્વારા NRCમાંથી બહાર થયેલા હિન્દુ બાંગ્લાદેશી નાગરિકતા લઈ લેશે

સ્મિતા શર્મા

સ્મિતા શર્મા

Dec 29, 2019, 07:52 PM IST

ગુવાહાટીઃ નાગરિકતા સંશોધન કાયદા(CAA)વિરુદ્ધ 11 અને 12 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શનોના ઘણા દિવસો બાદ આસામમાં જનજીવનની ગાડી પાટા પર આવી ગઈ છે. અહીંયા શાળા-કોલેજ, ઓફિસ અને દુકાનો ખુલી ગઈ છે. ભીડભાડ વાળા વિસ્તારોમાં સરકારી અને ખાનગી બસો દોડી રહી છે. ગુવાહાટી હાઈકોર્ટના આદેશ બાદ મોબાઈલ ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પણ ફરીથી શરૂ કરી દેવાઈ છે. હવે લોકોની નજર સુપ્રીમ કોર્ટમાં 22 જાન્યુઆરીના રોજ CAAની માન્યતા અંગે થનારી સુનાવણી પર છે. જો કે હાલ શહેરમાં વિવિધ સ્થળોએ દિવાલ પર ‘નો સીએએ’ના નારા લગાવાયેલા જોવા મળી રહ્યા છે અને શાંતિપૂર્ણ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. સુરક્ષાકર્મી પણ દરેક જગ્યાએ તહેનાત છે. આ માહોલમાં લોકોને 80ના દાયકાનો એ સમય પણ યાદ આવી રહ્યો છે, જ્યારે અહીંયા ગેરકાયદે પ્રવાસીઓ વિરોધ આંદોલન શરૂ થયું હતું. 6 વર્ષ સુધી ચાલેલા આ આંદોલનમાં 800 લોકોના મોત થયા હતા.

પ્રદર્શન દરમિયાન પાંચના મોત, પોલીસે 250થી વધારે કેસ નોંધ્યા
સંસદમાંથી 11 ડિસેમ્બરે પાસ થયું હતું. ત્યારબાદ આસામ વિરોધ પ્રદર્શન થયા હતા. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. 75 નાગરિક અને 60 પોલીસકર્મી ઘાયલ પણ થયા હતા. પ્રદર્શન દરમિયાન 250થી વધારે કેસ નોંધાયા હતા. 420 લોકોની ધરપકડ કરાઈ હતી. 1000 કરતા વધારે લોકોની ધરપકડ કરાઈ હતી. સોશયલ મીડિયા સાથે જોડાયેલા 31 કેસ પણ નોંધાયા હતા અને 10થી વધારે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. લોકોએ પોલીસની પણ ફરિયાદ કરી હતી. NIA, આસામ સીઆઈડી અને ગુવાહાટી સિટી ક્રાઈમ બ્રાન્ચ સહિત ઘણી એજન્સીઓ હિંસા પાછળના કાવતરા સાથે જોડાયેલા ત્રણ કેસની તપાસ પણ કરી રહી છે. આમાથી એક કેસમાં હિંસા ભડકાવવા પાછળ માઓવાદીઓના કાવતરાની તપાસ NIA કરી રહી છે.

યુવાનો CAA-NRCમાં લિંક ન હોવાના દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે
ભારતના અન્ય હિસ્સાઓમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોના કારણે અહીંયાનું પ્રદર્શન એકદમ અલગ મુદ્દા પર છે. અહીંયા આસામની સંસ્કૃતિ અને ભાષાની ઓળખાણ બચાવી રાખવાના મુદ્દે સોશ્યલ મીડિયાથી માંડી રસ્તાઓ સુધી પોતાની વાત મુકી રહ્યા છે. પ્રદર્શનકારીઓના કહ્યાં પ્રમાણે, આસામના એનઆરસીમાં બહાર થયેલા 19 લાખમાં મોટાભાગના હિન્દુ બાંગ્લાદેશી છે અને સીએએ બાદ આ તમામને નાગરિકતા મળી જશે, એટલે કે એનઆરસીનો કોઈ અર્થ નહીં રહે. યુવા પ્રદર્શનકારી સીએએનું NRC સાથે લિંક ન થવાના વડાપ્રધાન મોદીના દાવા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. CAA વિરુદ્ધ પ્રદર્શન સાથે સાથે આ લોકો તેમના ખેડૂત નેતા અખિલ ગોગોઈને પણ છોડાવવાની માંગ કરી રહ્યા છે. ગોગોઈને NIAએ આઈપીસીની વિવિધ કલમો અને યુએપીએ હેઠળ ધરપકડ કરી છે.

દરેકની નજર જાન્યુઆરીમાં થનારી સુનાવણી પર છે
1979માં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ આંદોલન છેડનારા અને 1985માં થયેલા આસામ કરારમાં મહત્વની ભૂમિકા નિભાવનારા સંગઠન‘ઓલ આસામ સ્ટુડન્ટ યૂનિયન’સંસદમાંથી CAAના પાસ થવાના થોડા સમય સુધી શાંત હતો, પણ હવે તે દિબ્રૂગઢ, તેજપુર અને રાજ્યના અન્ય ભાગોમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને રેલી કરી રહ્યા છે. સંગઠનના કહ્યાં પ્રમાણે, CAA ગેરકાયદે બાંગ્લાદેશીઓને નાગરિકતા આપશે, આ ઐતિહાસિક આસામ સમજૂતીનું ઉલ્લંઘન છે. અન્ય સંગઠનો અને કાર્યકર્તાઓની જેમ આસૂની નજર પણ એનઆરસી કરેક્શનના મુદ્દે 6 જાન્યુઆરીએ થનારી સુનાવણી અને સીએએની બંધારણીય માન્યતા અંગે 22 જાન્યુઆરીએ થનારી સુનાવણી પર છે.

NRCની છેલ્લી યાદીથી મોટાભાગના લોકો નારાજઃ લુરિનજ્યોતિ ગોગોઈ
આસૂના જનરલ સેક્રેટરી લૂરિનજ્યોતિ ગોગોઈના કહ્યાં પ્રમાણે, આપણી પાસે વિરોધ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમને સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ છે. અમે CAAના વિરુદ્ધ અને NRCની અંતિમ યાદી પણ ખુશ નથી. NRC આસામમાં NRC પ્રક્રિયાને પ્રભાવિત કરે છે.

સોશયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનારાઓની કાઉન્સીલિંગ થઈ રહી છે.
આસામના એડીજીપી જીપી સિંહના જણાવ્યા પ્રમાણે, લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શનો કરવાની મંજૂરી છે, પણ જો તે હિંસક થી જાય તો આવા લોકોએ સજા ભોગવવા પણ તૈયાર રહેવું જોઈએ. સોશયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ નાંખનારાઓ પર આપણે નજર રાખી રહ્યા છીએ. ભડકાઉ પોસ્ટના મોટાભાગના અમે લોકોને બોલાવીને તેમની કાઉન્સિલિંગ કરી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી