તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ફેલાયા બાદ માસ્ક 6 ગણી કિંમતથી મળે છે, કમાણી માટે અનેક લોકો ઘરે જ તૈયાર કરી રહ્યા છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભાસ્કર રિસર્ચઃ કોરોના વાઈરસનો લોકોમાં દહેશતનો માહોલ છે. તેનો લાભ ઉઠાવી હેન્ડ સેનિટાઈઝર અને માસ્ક મનમાની કિંમતો પર વેચવામાં આવી રહ્યા છે. જે માસ્ક 5 રૂપિયામાં મળતા હતા તે હવે 25 કે રૂપિયા 30માં મળી રહ્યા છે. રૂપિયા 100 વાળા રૂપિયા 350 થી રૂપિયા 400 થઈ ગયા છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે દરેક દુકાનદાર સેનિટાઈઝર અને માસ્કની કિંમતો પોતાની રીતે નક્કી કરે છે. આ માટે કોઈ મોનિટરીંગ કરનારું નથી. લોકોને પણ આ લૂટફાટની ફરિયાદ ક્યાં કરવી તેની પણ જાણકારી નથી. વાંચો દેશના 7 રાજ્યોમાંથી ભાસ્કરનો ગ્રાઉન્ડ રિપોર્ટ

અક્ષય વાજપેયી, ભોપાલથી

120 વાળા માસ્ક રૂપિયા 350માં, 500 એમએલમની હેન્ડ સેનિટાઈઝર 450 રૂપિયામાં

સિંગલ યુઝ માસ્ક રૂપિયા 30માં વેચાય છે
સિંગલ યુઝ માસ્ક રૂપિયા 30માં વેચાય છે

રંગપંચમી નિમિતે તો બજારો બંધ હતા. પણ મેડિકલ સ્ટોર્સ ખુલ્લા છે. ગ્રાહકોની ભીડ પણ છે. કોઈ લોકો સેનિટાઈઝર, માસ્ક ખરીદી રહ્યા છે. અમે સૌથી પહેલા એમપી નગર ઝોન-1માં ચેતક બ્રિજની નીચે આવેલી મેડિકલ સ્ટોર પહોંચ્યા. હેન્ડ સેનિટાઈઝર મળે છે તે અંગે પ્રશ્ન કર્યો. આ અંગે દુકાનદારે કહ્યું હા. 100તી લઈ 180 રૂપિયા સુધી છે. કઈ કંપની છે. તો કહ્યું લાઈફબોય, ડેટોલ, હિમાલયા જેવી કોઈ બ્રાન્ડ નથી. બીજી સ્થાનિક બ્રાન્ડ છે, પણ તે પણ ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે. શું કોઈ ડિસ્કાઉન્ટ મળશે તે અંગે કહ્યું 140 વાળુ 100માં આપી દેશું, બાકીના બે પર કોઈ જ ડિસ્કાઉન્ટ નથી. 140 વાળા પર ડિસ્કાઉન્ટ શું આપશો? તેમા આલ્કોહોલ કન્ટેઈન ઓછું છે, માટે ઓછી કિંમતમાં આપી દેશું. બાકીમાં આલ્કોહોલ વધારે છે, માટે રેટ માં જ મળશે. માસ્ક કેટલાનું છે તે અંગે પૂછતા તેમણે કહ્યું માસ્ક 30થી લઈ રૂપિયા 350 રૂપિયા સુધી મળે છે. 30 વાળા માસ્ક દેખાડતા કહ્યું તે સિંગલ યુઝ માસ્ક છે. શું તમે ખૂબ જ મોંઘા આપી રહ્યા છો તે અંગે પૂછતા તેમણે કહ્યું કે માંગ વધારે છે. અગાઉથી 5 થી 10 રૂપિયામાં વેચાય છે આ માસ્ક પણ હવે તે મોંઘા થઈ ગયા છે. પછી અમે 10 નંબર સ્થિત મેડિકલ સ્ટોર પર પહોંચ્યા. અહીં માસ્કનો દરમાં વિભિન્નતા જોવા મળી. જે ત્યાં રૂપિયા 30નું હતું તે અહીં રૂપિયા 20માં વેચાતુ હતું. શું તમારી પાસે એન-95 માસ્ક મળશે. તે અંગે સંચાલકે કહ્યું કે હા મળશે. કેટલામાં તે અંગે કહ્યું રૂપિયા 250માં. શું અગાઉથી જ દરો વધારે થઈ ગયા છે તે અંગે  સંચાલકે કહ્યું કે અગાઉ 120માં મળતુ હતું. માંગ વધવાથી કંપનીએ દરમાં વધારો કરી દીધો છે. હેન્ડ સેનિટાઈઝર જોવામાં પૂછ્યું કે તેના પર એમઆરપી તો લખી નથી. સંચાલકે કહ્યું કે આ પેકેટમાં આવે છે. પેકેટ પર એમઆરપી હોય છે. દરેક માસ્ક પર એમઆરપી લખી હોતી નથી. ફક્ત પેકેટ પર જ લકી હોય છે. અહીં નજીકમાં અન્ય મેડિકલ પર ગયા તો સંકાલકને પૂછ્યું કે એન-95 માસ્ક અસલી છે કે નકલી તે કેવી રીતે જાણી શકાય. સંચાલકે કહ્યું કે એન-95 લખેલા નકલી માસ્ક ખૂબ જ વેચાય છે. અસલી-નકલીની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. અહીં પાસે જ આવેલી હિમાલયા કંપનીના આઉટલેટ સંચાલક મોહમ્મદ શાકિબ ખાને કહ્યું કે ગયા સપ્તાહે જ કંપનીએ હેન્ડ સેનિટાઈઝર મોકલ્યા નથી. ગયા સપ્તાહે એક જ દિવસમાં અમારા આઉટલેટમાંથી આશરે 27 હજાર રૂપિયાના હેન્ડ સેનિટાઈઝરનું વેચાણ થઈ ગયું હતું, આ પ્રકારની સ્થિતિ અગાઉ ક્યારેય જોઈ નથી. અરેરા કોલોનીમાં મેડિકલ શોપ પર આવેલા ખરીદદાર રાજેન્દ્ર ભાર્ગવે કહ્યું કે રૂપિયા 500 એમએલના સેનિટાઈઝર રૂપિયા 450માં વેચાણ થઈ રહ્યું છે. તે કોઈ નામ બ્રાન્ડ નથી. હિમાલયાના 500 એમએલના હેન્ડ સેનિટાઈઝર રૂપિયા 300માં મળી રહ્યા છે. પણ અત્યારે તે ઉપલબ્ધ નથી.

વિષ્ણુ શર્મા, જયપુરથી

ઘરમાં મશીનો લગાવી તૈયાર કરી રહ્યા છે માસ્ક
50થી 90 રૂપિયા વાળા એન-95 માસ્ક માર્કેટમાંથી ગાયબ થઈ ગયા છે. જે છે તે પ્રાઈવેટ કંપનીઓના એન-95 કેટેગરીના માસ્ક છે. આ ઉપરાંત બ્રાન્ડેડ સેનિટાઈઝર પણ માર્કેટમાં ઉપલબ્ધ નથી. એસએમએસ હોસ્પિટલની સામે દવાના વેચાણકર્તા અમિતે જણાવ્યું કે નોર્મલ સર્જિકલ માસ્ક બે પ્રકારના હોય છે, ટુ પ્લાઈ અને થ્રી પ્લાઈ. કોરોના અગાઉથી થ્રી પ્લાઈને કોઈ ઓળખતુ નથી. ટુ પ્લાઈ જ ચાલતુ હતું. અત્યારે થ્રી પ્લાઈની માંગ વધારે છે. ડિમાંડ એટલી વધી ગઈ છે કે લોકોને ઘરે મશીન લગાવી માસ્ક સિલાઈની શરૂઆત કરી દીધી છે. જે સ્થાનિક વેન્ડર મારફતે વેચાણ કરે છે.
અમિતે કહ્યું કે અમે એવા માસ્કને ખરીદતા નથી. કારણ કે ક્વોલિટીની દ્રષ્ટિએ તે યોગ્ય હોતા નથી. રૂપિયા 15 એમઆરપી છે, જે 5 રૂપિયામાં વેચાતા હતા. તે એમઆરપી પર વેચાણ થાય છે.બીજી બાજુ સેનિટાઈઝર પણ સ્થાનિક વેન્ડર મારફતે આવી રહ્યા છે.

વિવેક કુમાર પટનાથી

દુકાનો પર માસ્ક કે સેનિટાઈઝર નથી
શહેરમાં આવેલી આ અધિકૃત દવાની દુકાનોમાં હવે સેનિટાઈઝર અને માસ્ક નથી. જ્યાં પણ મળે છે ત્યાં પાંચથી છ ગણી કિંમતથી ઉપલબ્ધ છે. રાજીવ નગરના ઓમ મેડિકલમાં રાખવામાં આવેલા તમામ સેનિટાઈઝર શુક્રવારની સાંજે વેચાઈ ગયા છે. શનિવારે સવારે અહીં ફક્ત માસ્ક જ બચ્યા હતા. તે એન-95 માસ્કની કિંમત અગાઉ રૂપિયા 250 દર્શાવાવમાં આવી હતી. આ ઉપરાંત રૂપિયા 230માં પણ વેચાણ કરવામા આવે છે. માસ્કની કિંમત 50-60 રૂપિયા છે. દુકાનદારને સ્થાનિક માસ્ક રૂપિયા 53માં વેચાણ થાય છે.

આશીષ રાય, પુણેથી

હાથથી તૈયાર કપડાના માસ્ક વેચાય છે
પુણેમાં અમે પાંચ મેડિકલ સ્ટોર્સ પર તપાસ કરી હતી. મોટાભાગની દુકાનો પર સ્થાનિક માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરનું વેચાણ થઈ રહ્યું છે. રૂપિયા 40 વાળા માસ્ક 100થી 200 રૂપિયામાં વેચાણ થઈ રહ્યું છે. જોકે, એક દુકાન પર અમે એમઆરપીથી પણ 9 રૂપિયા ઓછી કિંમતમાં માસ્ક મળે ચે. પુણેના માંજરી વિસ્તારમાં સ્થિત રવિ મેડિકો પર વી-સ્વાસ નામની એક બ્રાન્ડ માસ્ક રૂપિયા 90માં મળે છે. તેના પેકેટ પર એમઆરપી 99 રૂપિયા લખ્યુ હતું, પણ કેટલાક મોલ અને દુકાનો પર તે રૂપિયા 90માં વેચાણ થાય છે.

આદિત્ય તિવારી, લખનઉથી/અમિત મુખર્જી, વારાણસીથી

સિંગલ યુઝ માસ્ક 20 રૂપિયામાં વેચાય છે
બપોરે 12 વાગે અમે હજરતગંજ વિસ્તાર ઓમ ફાર્મ મેડિકલ સ્ટોર પર પહોંચ્યા. દુકાનદારે સ્થાનિક બ્રાન્ડના બે સેનિટાઈઝર દેખાડ્યા. અમે પૂછ્યું કે શું બ્રાન્ડેડ નહીં મળે, તો દુકાનદારે કહ્યું કે તે સમગ્ર લખનઉમાં મળતા નથી. લોકલ બ્રાન્ડની કિંમત પૂછવામાં આવતા 500 એમએલવાળા 500ના અને તેનાથી નાના 230 રૂપિયાના હતા. સિંગલ યુઝવાળા 20 અને બોશેબલ માસ્ક 80ના છે. કેસરબાગમાં આવેલા ખાલસા મેડિકલ સ્ટોર પર સેનિટાઈઝર માંગ્યુ તો તે લોકલ મળ્યું. કિંમત પુછવામાં આવતા તે 110 થી 550 સુધીનો દર હતો. આ ઉપરાંત 240 અને 350 રૂપિયા વાળા માસ્ક રજૂ કરી દીધા. આટલા મોંઘા શાં માટે છે તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે સ્ટોક ખતમ થઈ ગયો છે. 
આરજે મેડિકલના સંચાલક રવિથી એન-95 માસ્ક અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે 250 અને 350 વાળા માસ્ક જ ઉપલબ્ધ છે. વારાણસીના મેડિકલ સ્ટોર પર પણ એન-95 માસ્ક ગાયબ છે.

સુમન પાંડે, રાયપુરથી

રૂપિયા 5 વાળા માસ્ક 50માં
રાયપુરની મેડિકલ શોપમાં સેનિટાઈઝર મળતા નથી. મોટાભાગના મેડિલ્સમાં જવાબ મળ્યો- સ્ટોક નથી. માસ્કની પણ આ જ સ્થિતિ છે. ઓછી કિંમતમાં માસ્ક કેટલીક જગ્યાએ ઉપલબ્ધ છે. 50થી 250 સુધીના માસ્ક મળે છે. માસ્ક એમઆરપી પર વેચાણ થઈ રહ્યા છે. ઓછી કિંમતવાળા પ્રોડક્ટ સ્ટોરમાં નથી. ટીકરાપારા સ્થિત પ્રિજ્મ મેડિકલ પર સૈનિટાઈઝર સ્ટોકમાં નથી. સંતોષી નગરના સુમન મેડિકોઝમાં પણ માસ્ક નથી. માસ્ક 150,170 અને 250 રૂપિયામાં છે.

આરતી અગ્નિહોત્રી, ચંડીગઢથી

300 રૂપિયા સુધી મળે છે માસ્ક
2 પ્લાઈ સિંપલ માસ્ક કે જેની કિંમત હોલસેલમાં 60 પૈસા પ્રતિ માસ્ક હતી તે હવે રિટેલમાં રૂપિયા 20થી 30માં ઉપલબ્ધ છે. આ ઉપરાંત 3, પ્લાઈ માસ્ક કે જે 1 રૂપિયામાં હોલસેલમાં મળે છે તે 40થી 50 રૂપિયા સુધી રિટેલમાં મળી રહ્યા છે. આ રીતે એન-95 માસ્ક કે જે હોલસેલમાં 20 રૂપિયામાં ચે તે રિટેલમાં 250થી 300 રૂપિયા સુધી મળે છે. જોકે, એન-95 માસ્કની ઉપલબ્ધ નથી. કુમાર બ્રધર્સ સેક્ટર-11ના અશ્વિની કુમાર કહે છે કે કોરોના વાઈરસમાં આલ્કોહોલવાળા સેનિટાઈઝર જ લાભદાયક છે, પણ તેનો સપ્લાય નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો