ભાસ્કર ઓરિજિનલ / કાશ્મીર ઘાટીમાં લોકો કહે છે કે પહેલીવાર અહીં પ્રતિબંધ તો છે પણ દેખાવો થયા નથી, સારું છે કે ભાગલાવાદીઓ જેલમાં છે

તસવીર શ્રીનગરની છે. ખીણમાં સુરક્ષાદળોના 78 હજારથી વધુ જવાનો તહેનાત છે, જેઓ 24 કલાક ડ્યૂટી દરમિયાન લોકોની મદદ પણ કરી રહ્યા છે.
તસવીર શ્રીનગરની છે. ખીણમાં સુરક્ષાદળોના 78 હજારથી વધુ જવાનો તહેનાત છે, જેઓ 24 કલાક ડ્યૂટી દરમિયાન લોકોની મદદ પણ કરી રહ્યા છે.
ચિલ્ડ્રન હોસ્પિટલ બાદામી બાગ
ચિલ્ડ્રન હોસ્પિટલ બાદામી બાગ
લદ્દાખના સાંસદ નામગ્યાલ રસ્તા પર દુકાનદારોનો હાલચાલ પુછી રહ્યા છે
લદ્દાખના સાંસદ નામગ્યાલ રસ્તા પર દુકાનદારોનો હાલચાલ પુછી રહ્યા છે
ડાઉન ટાઉન શ્રીનગરનું નૌહટ્ટા બજાર
ડાઉન ટાઉન શ્રીનગરનું નૌહટ્ટા બજાર
ડલ ઝીલ પર ફુલોનું બજાર
ડલ ઝીલ પર ફુલોનું બજાર
વૈષ્ણવ દેવીઃ ગત વર્ષ કરતા 90 હજાર શ્રદ્ધાળુઓ ઘટી ગયા
વૈષ્ણવ દેવીઃ ગત વર્ષ કરતા 90 હજાર શ્રદ્ધાળુઓ ઘટી ગયા

 • કાશ્મીરમાં તહેનાત 78 હજાર જવાન મદદગાર પણ બન્યા
 • નાગરિકોના ઘરો સુધી રાશનની વસ્તુઓ, દવા અને સેટેલાઈટ ફોન પહોંચાડી રહ્યું છે
 • 2500 લગ્નના રિસેપ્શન કેન્સલ, નિમંત્રણ રદ થતાં અખબારોમાં જાહેરાતની ભરમાર
 • જમ્મુમાં ખીણની હાલતથી વેપારને અસર, પેમેન્ટ અટક્યાં, નવા ઓર્ડર પણ નથી મળતા

Divyabhaskar.com

Sep 04, 2019, 02:45 PM IST

કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ -370 હટાવ્યાને 5 સપ્ટેમ્બરે એક મહિનો પૂરો થવાનો છે. આ દરમિયાન જમ્મુ,કાશ્મીર અને લદાખમાં શું થયું, શું બદલાયું, શું જેમનું તેમ રહ્યું અને આવનારા દિવસોમાં સરકાર ત્યાં શું કરવા જઇ રહી છે, તેના પર ભાસ્કરનો ગ્રાઉન્ડ રિપોર્ટ...

શાદીઓની સિઝનને અસર થઇ
કાશ્મીરનાં સ્થાનિક અખબારોના ક્લાસિફાઇડ પેજ હાલ ‘ઇન્વિટેશન કેન્સલેશન’ની જાહેરાતોથી ભરેલાં પડ્યાં છે. આ જાહેરાતોમાં ખેદ સાથે એમ જણાવાયું હોય છે કે તેમના ઘરમાં શાદીની જે દાવત હતી તે હવે કેન્સલ કરી દેવાઇ છે જ્યારે શાદી ઇન્શાલ્લાહ સાદગીથી થશે. કાશ્મીરમાં શાદીઓની સિઝન ચાલી રહી છે. 2008થી અત્યાર સુધીમાં આ પાંચમી વખત કાશ્મીરમાં પૂર કે પરિસ્થિતિના કારણે શાદીઓની સિઝનને અસર થઇ છે. બટમાલુમાં રહેતા રાશિદ ડારના ઘરે 24 ઓગસ્ટે નિકાહ હતા. ઘરનું રંગરોગાન 2 મહિના પહેલા જ પૂરું થઇ ચૂક્યું છે. રાશિદ કહે છે કે કાશ્મીરના લોકો ઘર બનાવવા અને શાદીઓમાં ખર્ચ કરવા આખી જિંદગી પૈસા ભેગા કરે છે. લાલ બજારના બશીરે દીકરા શાહિદની શાદી માટે 400 મહેમાનનું લિસ્ટ 40નું કરી દીધું છે. માત્ર એ લોકો જ આવી શકશે કે જેઓ નજીકમાં રહે છે કે પછી મહોલ્લાવાળા છે. દુલ્હા સાથે બારાતમાં માત્ર 5 લોકો જવાના છે. જે કાર્ડ છપાવ્યાં હતાં તે જેમના તેમ જ રાખ્યાં છે, વહેંચવા પણ નથી ગયા. છેલ્લા એક મહિનામાં 2,500થી વધુ દાવતો કેન્સલ થઇ ચૂકી છે. જેમને નુકસાન થયું છે તેમાં કંદોઇ (સ્થાનિક ભાષામાં વાજા) અને મીટ વેચનારા મુખ્ય છે. વાજા રહમાનના જણાવ્યાનુસાર, કાશ્મીરમાં કોઇ પણ દાવતમાં ઓછામાં ઓછું 10 ક્વિન્ટલ મીટ બને છે, જે હવે 2 ક્વિન્ટલ કરી દેવાયું છે. ખાણી-પીણી પર તો કાપ મુકાયો છે પણ ઉજવણીનો તમામ બંદોબસ્ત તો જાણે બંધ જ છે. ઝુબેર અહમદ કાશ્મીરી શાદીઓના મશહૂર સિંગર છે. આ વર્ષે તેમને 57 શાદીના બુકિંગ મળ્યા હતા, જેનાથી 15 લાખ રૂ. કમાણી થવાની હતી. તમામ બુકિંગ કેન્સલ થયા છે. કાશ્મીર માટે ટુરિઝમ જ સર્વસ્વ છે. 2 ઓગસ્ટે સરકારી એડવાઇઝરી પહેલાં 5.21 લાખ ટુરિસ્ટ અને 3.40 લાખ અમરનાથ યાત્રાળુ કાશ્મીર પહોંચ્યા હતા. શાદીઓ રદ થવાથી, ટુરિઝમ ઠપ થવાથી વેપાર-ધંધાને 5 હજાર કરોડ રૂ.ના નુકસાનનો અંદાજ છે.

જાહેર પરિવહન બંધ
આમ છતાં તંત્ર અને સુરક્ષાદળોનો પૂરો પ્રયાસ છે કે લોકોની તકલીફો ઓછી થાય. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર શાહિદ ઇકબાલ ચૌધરી એક મહિનાથી રોજ માંડ 2 કલાકની જ ઊંઘ લઇ શકે છે. કાશ્મીરની બહાર રહેનારાઓ તેમને રાત્રે 1 વાગ્યા સુધી ફોન કરીને પૂછે છે કે કાશ્મીરમાં બધું બરાબર તો છે ને? તંત્ર ઘરો સુધી સેટેલાઇટ ફોન પહોંચાડી રહ્યું છે, જેથી લોકો સ્વજનો સાથે સંપર્કમાં રહી શકે. સીઆરપીએફના અધિકારી કશ્યપ કાટગુર્જર રોજ ડાઉન ટાઉનમાં પોતાના વિસ્તારોમાં લોકોને મળવા જઇ રહ્યા છે. જાહેર પરિવહન બંધ છે એવામાં કાટગુર્જર ગાડીમાં રોજ કેટલાય લોકોને લિફ્ટ આપે છે. તેઓ લોકોને હોસ્પિટલથી માંડીને સંબંધીના ઘર સુધી પહોંચાડે છે. તાતી જરૂર રાશનની છે. બરફવર્ષામાં લોકોને તકલીફ ન પડે તે માટે કાશ્મીરમાં 4 મહિનાનું રાશન સરકાર પહેલેથી સ્ટોર કરી રાખે છે. બે મહિનાનું એડવાન્સ રાશન ગયા મહિને જ સપ્લાય કરી દેવાયું છે જ્યારે 4 મહિના ચાલે તેટલું પેટ્રોલ અને 22 દિવસ ચાલે તેટલો એલપીજી ગેસ ખીણમાં છે.

શ્રીનગરથી: દર્દીઓ, ડોક્ટરો અને સ્ટાફને હોસ્પિટલ પહોંચાડવા તંત્ર ટેક્સી મોકલી રહ્યું છે

મોટા બજારો બંધ, માર્ગો પર માત્ર ખાનગી વાહનો, ટેક્સી સ્ટેન્ડ્સ પર સન્નાટો
ખીણમાં મોટા ભાગનાં બજાર બંધ છે, માર્ગો પર પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી. જોકે સુરક્ષિત ક્ષેત્રોમાં નાની દુકાનો ખુલ્લી છે. 45 વર્ષના રિયાઝે અમરનાથ યાત્રા પહેલાં ટેક્સી ખરીદી હતી. તેના માટે 9 લાખની લોન લીધી. રિયાઝ કહે છે કે સામાન્ય દિવસોમાં તે દરરોજ 2500 કમાતો, 25 દિવસમાં 5000 કમાયો નથી. બોલેવર્ડ ટેક્સી સ્ટેન્ડ પર 194 ટેક્સવાળા છે, બધા બેરોજગાર છે. અકબરની ગુલમર્ગમાં 20 રૂમની હોટેલ છે. મહિનામાં એક પણ રૂમ બુક થયો નથી.

30 વર્ષમાં પહેલી વખત દાલ લેક સૂનું, શિકારાવાળા શાકભાજી વેચવા લાગ્યા
તસવીર દાલ સરોવરની છે. આતંકવાદની ખરાબ પરિસ્થિતમાં પણ ‘ગુલઝાર’ રહેતું સરોવર અત્યારે સૂનું છે. જોકે શાકભાજી અને ફૂલોનું બજાર રોજ લાગે છે. 30 વર્ષમાં પહેલી વખત અહીં એક પણ ટૂરિસ્ટ આવ્યો નથી. હાઉસબોટ ખાલી છે. હિલાલ શિકારો લઇ રોજ નીકળે છે, ખાલી હાથે પાછો ફરે છે. કહે છે કે આટલી ખરાબ સ્થિતિ તો બુરહાન વાની પછી લાગેલા કરફ્યૂમાં પણ નહોતી થઇ. શિકારા ચલાવનારાએ હવે શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું છે.

કાશ્મીર ખીણમાં 1 મહિનામાં 2000 ડિલિવરી અને 200 સર્જરી થઇ છે
કાશ્મીરની સૌથી મોટી હોસ્પિટલ SMSS અત્યારે અગાઉના સમયની અપેક્ષાએ ખાલી છે. અહીં એ લોકો આવે છે જેમને ઇમરજન્સી છે. જોકે આ એક મહિનામાં કાશ્મીરમાં 2000 ડિલિવરી થઇ ગઇ છે, ડોક્ટરોએ 200 મોટી સર્જરી કરી છે. આશરે 20 હજાર દર્દીઓની અત્યારે સારવાર કરાવી રહ્યા છે. સરકાર મુજબ તમામ હોસ્પિટલોને દવાઓ અને સર્જિકલ સામાન સમયસર મળી રહ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી દર્દીઓ 10-10 કિમી ચાલીને હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

ઘણા કાશ્મીરી પરિવાર બાળકોના અભ્યાસ અને વૃદ્ધોની સારવાર માટે જમ્મુમાં સંબંધીઓને ત્યાં શિફ્ટ થઈ ગયા
370 કલમ પર નિર્ણયના કેટલાક દિવસ પછી જમ્મુમાં ફોન પરથી પ્રતિબંધો હટાવી લેવાયા છે. સ્કૂલ-કોલેજો પણ અઠવાડિયાથી ચાલુ થઈ ગયા છે. જોકે, જમ્મુના કેટલાક વિસ્તારોમાં સુરક્ષાદળોનો પહેરો યથાવત્ છે. આ એ વિસ્તારો છે, જ્યાં કાશ્મીરી મુસલમાનોની વસતી વધુ છે. જમ્મુમાં ગયા અઠવાડિયે કેટલાક સમય માટે મોબાઈલ ઈન્ટરનેટ શરૂ કરાયું હતું, પરંતુ અફવાઓ ફેલાતા ફરી બંધ કરવું પડ્યું. ઉજ્મા એ જ વજારત રોડ વિસ્તારમાં રહે છે. મોબાઈલ ઈન્ટરનેટ ચાલુ થતાં અફવા ઊડી કે અહીં ત્રણ લોકોની હત્યા કરાઈ છે. ઉજ્માના કહેવા પ્રમાણે પાંચમી ઓગસ્ટે સ્થિતિ ખરાબ થઈ તો અમ્મીએ કહ્યું કે ડોક્યુમેન્ટ્સ પેક કરી લો, આપણે આજે જ કાશ્મીર જઈશું. જોકે, સારું થયું અમે ના ગયા. આજકાલ ખીણમાંથી જમ્મુ આવતી ફ્લાઈટ્સ અને એકલદોકલ ટેક્સીઓ એવા લોકોથી ભરેલી હોય છે જે પોતાના વડીલો અને બાળકોને લઈને જમ્મુ શિફ્ટ થઈ રહ્યા છે. આ એ લોકો છે, જેમનાં બાળકોનો અભ્યાસ કાશ્મીરમાં શક્ય નથી અથવા વડીલોને સારી સારવારની જરૂર છે. મોટા ભાગના કાશ્મીરીઓ એ છે, જેમનાં સગાંસંબંધીના ઘર જમ્મુમાં છે. રૂખસાના સોપોરમાં રહે છે. તે આ વર્ષે 12માની પરીક્ષા આપી રહી છે. તે નથી ઈચ્છતી કે, બોર્ડનું રિઝલ્ટ ખરાબ આવે એટલે ટ્યૂશન કરવા જમ્મુ આવી ગઈ છે. કાશ્મીર ખીણની ખરાબ હાલતનાં પરિણામો જમ્મુના વેપારીઓએ પણ ભોગવવા પડી રહ્યા છે. એક મહિનામાં આશરે રૂ. 500 કરોડનું નુકસાન થયું છે. તેમાં એ લોકો સામેલ છે જે કાશ્મીરી સામાન સપ્લાય કરતા હતા. એટલું જ નહીં, કરોડોના પેમેન્ટ અટકેલાં છે, જે તેમને ખીણમાંથી મળવાના છે. બડી બ્રાહ્મના ઈન્ડસ્ટ્રી એસોસિયેશનના પ્રેસિડેન્ટ લલિત મહાજનના કહેવા પ્રમાણે, જે સામાન મોકલવાનો હતો તેને લઈને નવા ઓર્ડર માટે ફોન વિના નિર્ણય લેવો સરળ નથી. જેના કારણે કામ ઠપ થઈ ગયા છે. ઓગસ્ટ સુધી જમ્મુમાં કાશ્મીરી સફરજનની પહેલી ખેપ પહોંચી જાય છે. જમ્મુ સ્ટેશન પર ઘરે પાછા ફરતા દરેક સૈનિક પાસે સફરજનની એક પેટી જરૂર હોય છે, પરંતુ આ વખતે ઓછી ટ્રક આવી રહી છે. એટલું જ નહીં, વેપારી જમ્મુના રજૌરી, પૂંચ કે ડોડા સામાન મોકલે છે, તે પણ ફોન બંધ હોવાથી નુકસાન ભોગવી રહ્યા છે.

ગયા વર્ષ કરતાં 90 હજાર શ્રદ્ધાળુ ઘટ્યા
આ તસવીર વૈષ્ણોદેવીની છે. ઓગસ્ટમાં અહીં આવતા શ્રદ્ધાળુઓમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે જુલાઈમાં નવ લાખ લોકો આવ્યા હતા, જ્યારે ઓગસ્ટમાં ફક્ત છ લાખ. આ સંખ્યા ગયા વર્ષના ઓગસ્ટથી 90 હજાર ઓછી છે. કટરાની જે હોટેલોમાં 30 રૂમ બુક રહેતા હતા ત્યાં હાલ માંડ પાંચ લોકો રોકાયા છે.

લદાખમાં એક મહિનાથી લદાખમાં કાશ્મીરથી આઝાદીની ઉજવણી થઇ રહી છે
લદાખની સ્થિતિ જમ્મુ અને કાશ્મીર કરતાં બહુ જ અલગ છે. ત્યાં લોકોને 370 હટાવવા સામે કોઇ વાંધો કે ફરિયાદ નથી. ઊલટાનું લોકો કેન્દ્રશાસિત દરજ્જો મળવાથી છેલ્લા એક મહિનાથી ઉજવણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઉજવણી કાશ્મીરથી આઝાદીની છે. લેહના બજારમાં તો ‘લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર’નાં પોસ્ટરો લાગ્યાં છે. લોકો તેમના વિસ્તારમાં વિકાસ થવાની અને હવે કાશ્મીરી નેતાઓના ભરોસે રહેવું નહીં પડે તે વાતે ખુશ છે. કૃષિવિજ્ઞાની દોરજે આંગચક ખુશ છે કે તેમના નેતા સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલે લદાખના લોકોની વાત દેશની સમક્ષ મૂકી. નામગ્યાલ છેલ્લા એક મહિનાથી દેશભરના લોકો પાસેથી લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે વિકસિત કરવાના અાઇડિયાઝ માગી રહ્યા છે. તેઓ વિસ્તારમાં પ્રવાસ કરી લોકોને મળી એક પ્લાન તૈયાર કરી રહ્યા છે. એટલું જ નહીં તેમણે વોલિન્ટિયર તરીકે લોકોને લદાખ પધારવાનું આમંત્રણ પણ આપ્યું છે. તાજેતરમાં જ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીતનારા અશ્વથા નારાયણને નામગિયાલે પોતાને ત્યાં વોટર કન્ઝર્વેશન પર કામ કરવા માટે પણ બોલાવ્યા હતા. ઉપરાંત નામગ્યાલ લેહનાં બજારો, સ્કૂલો અને આર્મી કેમ્પોમાં કામ કરતા સ્થાનિક લોકોના હાલચાલ પણ પૂછી રહ્યા છે. 27 ઓગસ્ટે નામગ્યાલે એ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી જેમણે 1989ના એ જ દિવસે કેન્દ્રશાસિત દરજ્જો આપવાની માગ સાથે દેખાવો કરતા પોતાના જીવ ગુમાવ્યા હતા.

કાશ્મીરના વિકાસ માટે 57 દિવસનો રોડમેપ તૈયાર, 50 હજારને રોજગારીનું લક્ષ્ય
જમ્મુ કાશ્મીરમાં ગયા એક મહિનામાં સામાન્ય હિંસક ઘટનાઓને છોડીને બધું સામાન્ય છે. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ 12 દિવસથી ઘાટીમાં છે. મોદી સરકારે રાજ્યના વિકાસ માટે 57 દિવસનો રોડમેપ તૈયાર કર્યો છે

વ્યૂહાત્મક: કલમ 370 હટાવવા વિરુદ્ધ ચીન સિવાય એક પણ દેશ નથી

 • દુનિયામાં ભારતની વ્યૂહનીતિ સફળ રહી છે. આ જ કારણથી કલમ 370 હટાવવાનો ચીન સિવાય એક પણ દેશે વિરોધ નથી કર્યો.
 • વિદેશમંત્રી એસ. જયશંકર એક મહિનામાં 10થી વધુ દેશનો પ્રવાસ કરી ચૂક્યા છે. જી-7 સમિટમાં કાશ્મીરનો ઉલ્લેખ સુદ્ધાં ના થયો.

વહીવટી તંત્ર: સ્રોતોના વિભાજન માટે 60 દિવસમાં કેન્દ્રીય સમિતિ બનશે

 • સ્રોતોના વિભાજન માટે 60 દિવસમાં એક સમિતિ બનાવાશે. આ સમિતિ કેન્દ્રીય-રાજ્ય કર્મચારીઓને વિભાજનની સૂચનો આપશે.
 • વસતી, ક્ષેત્રફળ અને વહીવટી જરૂરિયાતો, પોલીસના વિભાજનની સાથે 40 વિભાગના વિભાજનની રૂપરેખા પણ નક્કી કરાશે.

રાજકીય: કેન્દ્ર સરકારનાં તમામ મોટાં મંત્રાલયના મંત્રીઓ કાશ્મીર જશે

 • પીએમ મોદીના તમામ મંત્રીઓ આગામી 60 દિવસમાં કાશ્મીરની મુલાકાત લઈને ત્યાં કેન્દ્રીય યોજનાઓના અમલની સમીક્ષા કરશે.
 • સરકારનું લક્ષ્ય રોજગાર સર્જન છે, જેથી 50 હજાર યુવકોને ત્રણ મહિનામાં સ્કિલ ટ્રેનિંગ પછી રોજગારી આપી શકાય.


આર્થિક: ઓક્ટોબરમાં ખીણમાં પહેલીવાર 3 દિવસની ઈન્વેસ્ટર સમિટ થશે

 • જમ્મુ કાશ્મીરનાં ગામોના વિકાસ માટે કેન્દ્રે રૂ. 3700 કરોડની ફાળવણી કરી છે, જેનાથી 40 હજાર પંચાયતોનો વિકાસ થશે.
 • ખીણમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા 12થી 14 ઓક્ટોબર વચ્ચે ઈન્વેસ્ટર સમિટ થશે. તેમાં મોટી કંપનીઓ પણ ભાગ લેશે.

સુરક્ષાદળો: 78 હજાર જવાન ખીણમાં સુરક્ષા બંદોબસ્ત સાથે મદદ કરી રહ્યા છે
કાશ્મીરમાં 78 હજાર જવાન તહેનાત છે, જે લોકોને સુરક્ષાની સાથે-સાથે રાશન, દવાઓ તેમજ આવનજાવનમાં મદદ કરી રહ્યા છે. અહીં 90% વિસ્તારમાંથી પ્રતિબંધો હટાવી લેવાયા છે.

ખીણમાં 35 દિવસથી ઇન્ટરનેટ બંધ

 • દેશમાં આ વર્ષે અત્યાર સુધી 75 વખત ઇન્ટરનેટ શટડાઉન થયું, જેમાં 54 વખત કાશ્મીરમાં 2016માં 133 દિવસ સુધી ઇન્ટરનેટ બંધ રહ્યું
 • 8 જુલાઇ 2016ના રોજ બુરહાન વાની એન્કાઉન્ટર પછી કાશ્મીરમાં સૌથી લાંબુ 133 દિવસ સુધી ઇન્ટરનેટ બંધુ રહ્યું હતું. અત્યારે 370 હટાવ્યા પહેલાં અને પછી ઇન્ટરનેટ બંધ થવાના 35 દિવસ થઇ ગયા છે.
X
તસવીર શ્રીનગરની છે. ખીણમાં સુરક્ષાદળોના 78 હજારથી વધુ જવાનો તહેનાત છે, જેઓ 24 કલાક ડ્યૂટી દરમિયાન લોકોની મદદ પણ કરી રહ્યા છે.તસવીર શ્રીનગરની છે. ખીણમાં સુરક્ષાદળોના 78 હજારથી વધુ જવાનો તહેનાત છે, જેઓ 24 કલાક ડ્યૂટી દરમિયાન લોકોની મદદ પણ કરી રહ્યા છે.
ચિલ્ડ્રન હોસ્પિટલ બાદામી બાગચિલ્ડ્રન હોસ્પિટલ બાદામી બાગ
લદ્દાખના સાંસદ નામગ્યાલ રસ્તા પર દુકાનદારોનો હાલચાલ પુછી રહ્યા છેલદ્દાખના સાંસદ નામગ્યાલ રસ્તા પર દુકાનદારોનો હાલચાલ પુછી રહ્યા છે
ડાઉન ટાઉન શ્રીનગરનું નૌહટ્ટા બજારડાઉન ટાઉન શ્રીનગરનું નૌહટ્ટા બજાર
ડલ ઝીલ પર ફુલોનું બજારડલ ઝીલ પર ફુલોનું બજાર
વૈષ્ણવ દેવીઃ ગત વર્ષ કરતા 90 હજાર શ્રદ્ધાળુઓ ઘટી ગયાવૈષ્ણવ દેવીઃ ગત વર્ષ કરતા 90 હજાર શ્રદ્ધાળુઓ ઘટી ગયા
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી