શુભેચ્છા / અડવાણી 92 વર્ષના થયા; મોદીએ કહ્યું- તેમણે અને તેમના તૈયાર કરાયેલા કાર્યકર્તાઓએ ભાજપને ઊભો કર્યો

Advani turns 92; Modi said he and his ready workers raised the BJP
Advani turns 92; Modi said he and his ready workers raised the BJP

  •  ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો જન્મ કરાચી (પાકિસ્તાન)માં 1927ના રોજ થયો હતો 
  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે- અડવાણીજીની મહેનતના કારણે ભારતીય રાજકારણમાં ભાજપ મજબૂત થઈ હતી 
     

Divyabhaskar.com

Nov 08, 2019, 01:06 PM IST

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે 92 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ કરાચી(પાકિસ્તાન)માં 1927ના રોજ થયો હતો. આ અવસરે વડાપ્રધાન મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘વિદ્ધાન, રાજનીતિજ્ઞ અને સૌથી આદરણીય લાલકૃષ્ણ અડવાણીજી ભારત હંમેશા તમારા અભૂતપૂર્વ યોગદાનને યાદ રાખશે. અડવાણીજીએ ભાજપને આકાર અને તાકાત આપવા માટે દાયકાઓ સુધી કઠોર તપ કર્યું છે.’

મોદીએ ટ્વીટ કર્યું કે, ‘ભારતીય રાજકારણમાં જો આજે ભાજપ મજબૂત સ્તંભ બનીને સામે આવી છે તેનું એક કારણ અડવાણીજી અને તેમના દ્વારા તૈયાર કરાયેલા સ્વાર્થહીન કાર્યકર્તાઓની મહેનત છે. તેઓ હંમેશા સમાજસેવાને સર્વોપરિ રાખે છે. તેમણે ક્યારે પાર્ટીની વિચારધારા સાથે સમજૂતી નથી કરી. જ્યારે લોકતંત્રને સુરક્ષિત કરવાની વાત આવી, ત્યારે પણ તેઓ સૌથી આગળ રહ્યા હતા. એક મંત્રી તરીકે પણ દુનિયામાં તેમના ઘણા વખાણ થાય છે’

અમિત શાહે અડવાણીને શુભેચ્છાઓ પાઠવી
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, ‘અડવાણીજીનું સમગ્ર જીવન રાષ્ટ્રના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત છે. તેમની અદ્ભૂત નેતૃત્વ ક્ષમતાથી તેમને ફક્ત પાર્ટીનો જ પાયો નહીં પણ લાખો કાર્યકર્તાઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. સરકારમાં રહેતા અડવાણીજીએ રાષ્ટ્રહિત સર્વોપરિ માન ભારતને નવી ગતિ આપવાનું કામ કર્યું હતું. આદરણીય ભારતના પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ’ઈશ્વર તમને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય આપે .

અડવાણી સતત 8 વખત લોકસભાના સભ્ય રહ્યા
અડવાણીએ 1989માં તેમની પહેલી લોકસભા ચૂંટણી નવી દિલ્હીથી જીતી હતી. 2014 સુધી તેઓ સતત 8 વખત લોકસભાના સભ્ય રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગરથી તેમણે 6 વખત ચૂંટણી જીતી હતી. 1970 થી 1989 સુધી અડવાણી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. ભાજપે 2019ની સામાન્ય ચૂંટણીમાં ગાંધીનગરથી અડવાણીની જગ્યા અમિત શાહને ટિકિટ આપી હતી. શાહે આ જ બેઠક પરથી જીત નોંધાવી હતી.

X
Advani turns 92; Modi said he and his ready workers raised the BJP
Advani turns 92; Modi said he and his ready workers raised the BJP
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી