સલાહ / HDFC બેન્કના એમડીએ કહ્યું- મિત્રતાને બેન્કિંગથી અલગ રાખવી જોઈએ. અમે માલ્યાની લોન અરજી ફગાવી હતી

X

  • આદિત્ય પુરીએ કહ્યું કે, એક વખત માલ્યાના અધિકારી લોન માટે આવ્યા હતા અમે તેમને કોફી પીવડાવીને પરત મોકલી દીધા
  • મારો ફોન જતો તો માલ્યા ગાળો આપતો હતો, તેના ઓફિસના લોકો આ વાત જણાવી શકશે: પુરી

Divyabhaskar.com

Jul 11, 2019, 03:53 PM IST

મુંબઈ: એચડીએફસી બેન્કના એમડી આદિત્ય પુરીએ બેન્ક અધિકારીઓને સલાહ આપી કે અંગત મિત્રતા અને બેન્કિંગ અલગ રાખવું જોઈએ. પુરીએ જણાવ્યું કે, તેમણે વિજય માલ્યાને બેન્ક લોનની અરજી ફગાવી દીધી હતી. એક પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં તેમણે આ સલાહ આપી હતી.

ધિરાણ આપવામાં હંમેશા સ્પષ્ટ વિચાર રાખ્યો એટલે દુઃખી ન થવું પડ્યું: પુરી

પુરીએ જણાવ્યું કે, માલ્યાના અધિકારી લોન લેવા મારી પાસે આવ્યા હતા. મેં તેમને કોફી પીવડાવીને પરત મોકલી દીધા અને કહ્યું કે, અરજી વિશે વિચાર કરીશ. ત્યારપછી મારા સહયોગી પરેશ સુકથાંકરે માલ્યાની અરજી ફગાવી દીધી હતી.

પુરીએ કહ્યું કે, માલ્યાની ઓફિસનું કોઈ પણ વ્યક્તિ તમને કહેશે કે, હું ફોન કરતો ત્યારે માલ્યા ગાળો દેતો અને તેનું બ્લડ પ્રેશર વધી જતું. મારું માનવું છે કે, દોસ્તી અને બેન્કિંગમાં કોઈ સંબંધ નથી. ધિરાણ આપવા મામલે સ્પષ્ટ વિચાર રાખવો જોઈએ જેથી રિસ્ક મેનેજમેન્ટમાં કદી નિરાશ ન થવું પડે.

એચડીએફસી બેન્કના એમડીએ કહ્યું કે, ઈન્ડસ્ટ્રીઝમાં તેમની બેન્કના એનપીએનો હિસ્સો ખૂબ ઓછો છે. છેલ્લા 10 વર્ષમાં બેન્કના પ્રોફિટમાં 20 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. આ વર્ષે માર્ચ ક્વાર્ટરમાં બેન્કની આવક 23 ટકા વધી છે. એનપીએ ઘટીને 1.36 ટકા રહ્યો છે. જ્યારે ઈન્ડસ્ટ્રીઝમાં તેની સરેરાશ 10 ટકા છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી