• Home
 • National
 • LokSabha News and Updates Adhir Ranjan Appropriation Bill, winter session of parliament

લોકસભા / ચીની સેનાની ઘૂસણખોરી મુદ્દે નરમાશ કેમ?: વિપક્ષ, સરહદ ભ્રમ હોવાથી ઘૂસણખોરી થઈ રહી છે: સરકાર

LokSabha News and Updates Adhir Ranjan Appropriation Bill, winter session of parliament

 • સીમા સુરક્ષા અને ઘૂસણખોરી મુદ્દે લોકસભામાં હોબાળો
 • શિવસેનાએ કહ્યું- મુદ્રા યોજનાનો ફાયદો જ નથી મળી રહ્યો 
 • રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું- ભારત-ચીન વચ્ચે કોઈ વાસ્તવિક નિયંત્રણ રેખા વિશે સહમતી નથી થઈ
 • નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બુધવારે લોકસભામાં એપ્રોપ્રિયેશન બિલ રજૂ કરશે

Divyabhaskar.com

Dec 05, 2019, 03:28 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં બુધવારે સરકારને પુછ્યૂ કે પાકિસ્તાનની વાત આવે ત્યારે આપણે આક્રમકતા દર્શાવીએ છીએ, તો આપણે ચીન પ્રત્યે આટલા નરમ કેમ છીયે? તેમણે કહ્યું કે, પાકિસ્તાન આતંકીઓને આસરો આપે છે અને ચીન પાકિસ્તાનને. ચીને હવે અંદમાન-નિકોબાર સુધી તેમના જહાજ મોકલવાનું શરૂ કરી દીધું છે.

સેના કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયારઃ રક્ષા મંત્રી

તેના જવાબમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આપણી સેના કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તે વિશે કોઈને શંકા ન હોવી જોઈએ. ભારત-ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા વિશે કોઈ સહમતી બની નથી. ક્યારેક ક્યારેક ધૂસણખોરીની ઘટના થાય છે એ હું સ્વીકારુ છું. ક્યારેક ચીની સેના આપણી સેનામાં પ્રવેશ કરે છે તો ક્યારેક આપણી સેના એમની સીમામાં પ્રવેશ કરી દે છે. દેશની એકતા, સુરક્ષા અને સંપ્રભુતાને સુનિશ્ચિત કરવા માટે ચીનની સીમા પર રસ્તા, સુરંગ, રેલવે લાઈન અને હવાઈ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ કરવામાં આવી રહ્યું છે.

નક્સલી: 4 વર્ષમાં 3169નું સમર્પણ, હિંસામાં 33%નો ઘટાડો
ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ રાજ્યસભામાં કહ્યું કે ચાર વર્ષમાં 3,169 નક્સલીએ આત્મસમર્પણ કર્યું છે. આ આંકડો પાંચ વર્ષની સરખામણીમાં 43% ઓછો છે. આશરે 10 જિલ્લામાં બે તૃતીયાંશ નક્સલી હિંસા થાય છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પ્રસ્તાવિત ચાર હજાર મોબાઈલ ટાવરોમાંથી આશરે 2,330 ટાવર લગાવી દેવાયા છે. ત્યાં આઈઆઈટી સાથે 55 કૌશલ્ય વિકાસ કેન્દ્ર પણ બનાવાયાં છે.

ટોળાં દ્વારા હિંસા- કાયદાકીય જોગવાઈઓ બદલવાની તૈયારી
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે ભીડ દ્વારા હિંસા સામે લડવા સરકાર કડક કાયદો બનાવશે. આઈપીસી, સીઆરપીસી ધારામાં ફેરફાર માટે વિચારવિમર્શ ચાલી રહ્યો છે. કેન્દ્રે મુખ્યમંત્રીઓ, રાજ્યપાલોને પણ પત્ર લખીને સૂચનો મગાવ્યાં છે. અનુભવી અધિકારીઓ, નિષ્ણાતોની પણ સલાહ લેવામાં આવશે. આ મુદ્દે મંત્રી સમૂહનું ગઠન કરાયું છે. સરકાર હિંસા ભડકાવતા અહેવાલો પર પણ નજર રાખી રહી છે.

ભીમા-કોરેગાંવ કેસ- રાજકારણ રમાતું હોવાનો ભાજપનો આરોપ
ભીમા-કોરેગાંવ હિંસા મુદ્દે રાજ્યસભામાં ભાજપ અને ડાબેરી પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. ભાજપના જીવીએલ નરસિંહ રાવે કહ્યું કે આ મામલે પોલીસ તપાસનું રાજકીયકરણ કરવાના પ્રયાસ થયા હતા. તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઊભો થઈ શક્યો હોત. ધરપકડ કરાયેલાને મુક્ત કરવાની માગ કરાઈ છે. કેરળમાં ડાબેરીઓ બિનોય વિશ્વમ, કે.કે. રાગેશ અને ઈલામારન કરીમે વિરોધ નોંધાવ્યો હતો.

નિર્મલા સીતારમણ લોકસભામાં એપ્રોપ્રિયેશન બિલ રજૂ કરશે
સંસદનના શિયાળુ સત્રમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બુધવારે લોકસભામાં એપ્રોપ્રિયેશન બિલ અને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ચેઈન સેન્ટર ઓથોરિટી બિલ રજૂ કરશે. આ બિલનો હેતુ સરકારને દેશના નક્કી કરેલા ફંડમાંથી ખર્ચ કરવાનો અધિકાર આપે છે. આ બિલને પસાર કરવાની એ જ પ્રક્રિયા હોય છે જે અન્ય ફાઈનાન્શિયલ બિલ પસાર કરવાની પ્રક્રિયા હોય છે. સપા સાંસદ જયા બચ્ચને વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે રાજ્યસભામાં ચર્ચાની માંગણી કરી છે.

સંસદની અપડેટ્સ

સીતારામ યેચુરીએ વિરોધ કર્યો- સીપીઆઈએમ સીતારામ યેચુરીએ ટ્વિટર દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું છે કે, નાગરિકોના ધર્મના આધારે ભાગલા ના પાડવા જોઈએ. આ કારણથી જ આ બિલનું સમર્થન કરી શકાય એમ નથી. આ બિલ ભારતના આધારને તોડે છે. તેમણે કહ્યું છે કે, ભારતના નાગરિક માત્ર નાગરિક છે. તેમને ધર્મ અને જાતીવા આધારે ન વહેંચી શકાય.


સંસદમાં બિલનો વિરોધ કરશે કોંગ્રેસ- કેબિનેટ તરફથી નાગરિકતા સંશોધન બિલને મંજૂરી મળી ગઈ છે. પરંતુ સંસદમાં આ બિલ વિશે વિવાદ વધી શકે છે. કોંગ્રેસ નેતા શશિ થરુરનું કહેવું છે કે, તેઓ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરવાના છે. કારણકે નાગરિકતાને ધર્મના આધારે ન વહેંચી શકાય. કોંગ્રેસ સિવાય AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસી પણ આ બિલનો વિરોધ કરવાના છે.

સંસદમાં આજની કાર્યવાહી

 • ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં મોબ લિંચિંગની ઘટના વિશે વાત કહી હતી. કહ્યું હતું- આનો ઉકેલ લાવવા માટે કડક કાયદો બનાવવો જરૂરી છે.
 • વિપક્ષના વિરોધ વચ્ચે પણ સંસદમાં આ સપ્તાહમાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
 • કેન્દ્રીય મંત્રી મંડળે બુધવારે લોકસભા અને રાજ્ય વિધાનસભામાં એસસી-એસટી આરક્ષણની મર્યાદાને 10 વર્ષ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
 • સપા સાસંદ જયા બચ્ચને અલાહાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે રાજ્યસભામાં નોટિસ આપી.
 • આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે વધતી ડુંગળીની કિંમત વિશે રાજ્યસભામાં કામકાજ રોકો પ્રસ્તાવ આપ્યો હતો.
 • એનસીપી સાંસદ વંદના ચૌહાણે રાજ્યસત્રામાં દરિયાના વધતા જળસ્તર વિશે મુદ્દો ઉભો કર્યો હતો.
 • તૃણમૂલ સાંસદ શાંતા છેત્રીએ રાજ્યસભામાં નોટિસ આપીને પશ્ચિમ બંગાળમાં બુલબુલ તોફાનથી થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે ફંડની માંગણી કરી હતી.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 5 બિલ પાસ થયા
કેન્દ્રીય કેબિનેટની બેઠક ખતમ થયા પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, આજે બેઠકમાં 5 બિલ પાસ થયા છે. તેમાં લોકસભા-વિધાનસભામાં SC-ST રિઝર્વેશનને 10 વર્ષ માટે વધારી દેવામાં આવ્યું છે. તે વાંરવાર વધારવામાં આવે છે, હવે આ મર્યાદા 2030 સુધી વધારવામાં આવી છે. 1. નાગરિકતા સંશોધન બિલ, 2. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 3. સંસદમાં SC-ST રિઝર્વેશન વધારવામાં આવ્યું. 4. JammuAndKashmir Reservation (Second Amendment) Bill, 2019 5. Umbrella bond exchange trade able fund

X
LokSabha News and Updates Adhir Ranjan Appropriation Bill, winter session of parliament

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી