પ્રચાર / શિવસેના ઉમેદવાર હિન્દુ વિસ્તારમાં દીપાલી અને મુસ્લિમ વિસ્તારમાં સોફિયાના નામે પ્રચાર કરે છે

Shiv Sena candidate propagates Deepali in Hindu area and Sofia in Muslim area

  • મુંબ્રા-કલવાથી શિવસેના ઉમેદવારનું મૂળ નામ દીપાલી ભોંસલે, લગ્ન પછી સોફિયા સૈયદ નામ રાખી દીધુ
  • અંદાજે બે દશકાના કરિયરમાં 30થી વધારે મરાઠી ફિલ્મોમાં નાના-મોટા રોલ કરી ચૂકી છે દીપાલી

Divyabhaskar.com

Oct 09, 2019, 04:21 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં જોર-શોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યા છે. મતદારોને લલચાવવા માટે ઉમેદવારો અલગ-અલગ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. મુંબ્રા સીટથી શિવસેના ઉમેદવાર દીપાલી સૈયદ પણ અલગ અલગ રીતે પ્રચાર કરી રહી છે. પોતાની વિધાનસભાના હિન્દુ વિસ્તારોમાં દીપાલી તરીકે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં સોફિયા સૈયદ તરીકે પ્રચાર કરી રહી છે.

મરાઠી ફિલ્મોની હિરોઈન દીપાલી સૈયદનું મૂળ નામ દીપાલી ભોંસલે છે. એક વર્ષ પહેલાં જ તેણે લગ્ન કર્યા છે અને ત્યારપછી પોતાનું નામ બદલીને સોફિયા કરી દીધું છે. જોકે તેણે ઉમેદવારી દીપાલી સૈયદના નામથી જ નોંધાવી છે.

નામની મોટી અસર થાય છે: દીપાલી
દીપાલી કહે છે નામની ખૂબ વધારે અસર થતી હોય છે. તેથી હું જે વિસ્તારમાં જઉં છું ત્યાં તે નામનો જ ઉપયોગ કરુ છું. દીપાલીએ 2014માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર અહમદનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. તેમાં તે હારી ગઈ હતી.

મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં એનસીપીનું વર્ચસ્વ વધારે
મુંબ્રા-કલવા વિધાનસભા વિસ્તારને એનસીપીનો ગઢ માનવામાં આવે છે. ગઈ ચૂંટણીમાં આ સીટ પર એસીપી ઉમેદવાર જીતેન્દ્ર અવધે શિવસેના ઉમેદવાર દશરથ પાટિલને હરાવ્યો હતો. હવે આ મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારમાં પોતાનો પગ જમાવવા માટે શિવસેનાએ દીપાલી ઉર્ફે સોનિયાને મેદાનમાં ઉતારી છે. દીપાલીને ઉમેદવાર બનાવ્યા પછી હવે શિવસેનાને ફરી આ વિસ્તારમાં પગપેસારો થાય તેવી આશા છે.

30થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે દીપાલી
અંદાજે બે દશકાથી દીપાલી મરાઠી ફિલ્મો અને સીરિયલોમાં કામ કરી રહી છે. તે 30 કરતાં વધારે મરાઠી ફિલ્મોમાં નાના-મોટા રોલ કરી ચૂકી છે. 1990ના દાયકામાં લોકપ્રિય મરાઠી સીરિયલ બંદિની અને સમાનાંતરમાં અભિનય કર્યા પછી તેણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. જોકે તેને અંકુશ ચૌધરી સાથે ફિલ્મ જાત્રા કર્યા પછી પ્રસિદ્ધી મળી હતી.

X
Shiv Sena candidate propagates Deepali in Hindu area and Sofia in Muslim area
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી