તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોધપુરમાં બસ અને જીપનો ગમખ્વાર અકસ્માત; 13 યાત્રિઓના મોત, 10 ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 8 લોકોએ ઘટના સ્થળે જ દમ તોડ્યો, 5 લોકોનું હોસ્પિટલમાં જ મોત
  • વાહનોની સ્પીડ વધારે હોવાથી દુર્ઘટના સર્જાઈ, સ્થાનિક લોકોએ મુસાફરોની મદદ કરી

જોધપુરઃ જૈસલમેર-જોધપુર રોડ પર શુક્રવાર બપોરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઢાંઢણિયા ગામ પાસે બસ અને જીપ સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે જોધપુર લઈ જવાઈ રહ્યાં છે. બન્ને વાહનોની સ્પીડ વધારે હોવાના કારણે અકસ્માત થયો હતો. ત્યારબાદ બન્ને વાહનોનો ભુક્કો બોલાઈ ગયો હતો.વાહનોમાં સવાર લોકો વાહનની અંદર જ ફસાયા હતા. 

તમામ મૃતકો બાલેસરના રહેવાસી 
દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ પોતાની રીતે રાહત કામગીરી શરૂ કરી હતી, ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ત્યાં સુધીમાં આઠ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ઉપ્લ્બધ વાહનો દ્વારા તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાંચ લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તમામ મૃતકો બાલેસરના રહેવાસી હતા.