તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • AAP Used Video Of Manoj Tiwari In Party Theme Song, BJP Files 500 Crore Defamation Case

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AAPએ પાર્ટી થીમ સોંગમાં મનોજ તિવારીના વીડિયોનો ઉપયોગ કર્યો, BJPએ 500 કરોડનો માનહાનિનો કેસ કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મનોજ તિવારીએ કહ્યું- આમ આદમી પાર્ટી ભાજપની લોકપ્રિયતાથી ગભરાઈ ગઈ છે અને આવી હરકત કરી છે.
  • ‘લગે રહો કેજરીવાલ’ગીતને વિશાલ દદલાનીએ કમ્પોઝ કર્યુ છે, તેમણે 2015માં પણ AAPનું થીમ સોન્ગ બનાવ્યું હતું.

નવી દિલ્હીઃ ભાજપના દિલ્હી એકમે મનોજ તિવારીના એક વીડિયોનો ઉપયોગ કરવા માટે આમ આદમી પાર્ટીને 500 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ આપી છે. AAPએ પાર્ટીના થીમ સોંગ ‘લગે રહો કેજરીવાલ’માં મનોજ તિવારીના એડિટેડ વીડિયોનો ઉપયોગ કર્યો છે. ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કર છે.
વીડિયોમાં તિવારી AAPના પોલ કેમ્પેન સોંગમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તિવારીએ આને ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એક્ટનું ઉલ્લંઘન જાહેર કરી દીધું અને વીડિયોનો ઉપયોગ કરવા માટે AAP પર સવાલ ઉઠાવ્યા છે.
ભોજપુરી ગાયક અને ફિલ્ન સ્ટાર તિવારીએ દાવો કર્યો કે તેમના એક આલબમના સાઉન્ડટ્રેકનો ઉપયોગ AAPના થીમ સોંગ માટે કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ભાજપની લોકપ્રિયતાથી ડરી ગઈ છે એટલે આવી નીચ હરકત કરી છે. 

દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી 
ડે.સીએમ મનીષ સિસોદીયાએ શનિવારે પાર્ટીનું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. ગીતને વિશાલ દદલાનીએ કમ્પોઝ કર્યું છે. તેમણે 2015માં પણ AAP માટે ‘5 વર્ષ કેજરીવાલ’ગીત બનાવ્યું હતું. દદલાનીનું 2.52 મિનિટનું ગીત પાર્ટીના નારા જેવું જ હતું-‘એસે બીતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ’. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 11 જાન્યુઆરીએ પરિણામ આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો