તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AAPએ 70 સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી, 8 મહિલાઓને ટિકિટ, 15 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીપંચે 7 જાન્યુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી
  • દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ આવશે

નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે દરેક 70 વિધાનસભા સીટ માટે ઉમેદવાર જાહેર કર્યા હતા. પાર્ટીએ 15 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. 8 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. 

આઠ મહિલાઓને ટિકિટ, છેલ્લી ચૂંટણી કરતા બે વધુ
2015માં આપે 6 મહિલાઓને ટિકિટ આપી હતી. આ બધી ઉમેદવાર જીતી હતી. આ વખતે પાર્ટીએ 8 મહિલાઓને ટિકિટ આપી છે. છેલ્લી ચૂંટણીમાં જીતેલા રાખી બિડલા, સરિતા સિંહ, પ્રમિલા ટોકસ, ભાવના ગૌડ અને બંદના કુમારીને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ આતિશિ માર્લેના(કાલકાજી), રાજકુમારી ઢિલ્લોં(હરિનગર) અને ધનવંતી ચંદેલા(રાજૌરી ગાર્ડન)ને પાર્ટીએ આ વખતે મોકો આપ્યો છે. ગત ચૂંટણીમાં ચાંદની ચૌકથી જીતેલી અલકા લાંબા પાર્ટી છોડી ચૂકી છે. તેમની સીટ પર પાર્ટીએ પ્રહલાદસિંહને ટિકિટ આપી છે. 

વર્તમાન ધારાસભ્યએ કહ્યું- 20 કરોડ રૂપિયા લઇને ટિકિટ વેચી
આપ દ્વારા જાહેર ઉમેદવારીની યાદીમાં બરદપુર ધારાસભ્ય નારાયણ દત્ત શર્માની ટિકિટ કાપી નાખવામાં આવી છે. તેમની જગ્યાએ રામસિંહ નેતાજીને ટિકિટ અપાઇ છે. તેના પર ધારાસભ્ય શર્માએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો. શર્માએ કેજરીવાલ અને સિસોદિયા પર એક ભૂમાફિયા પાસેથી ટિકિટના બદલામાં 20 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો. શર્માએ કહ્યું કે પાર્ટીમાં પણ ધરાસભ્યો પાસેથી પૈસા માંગવામાં આવી રહ્યા છે. 
 

ઉમેદવારોનું લિસ્ટ

વિધાનસભા સીટઉમેદવાર
નરેલા શરદ ચૌહાણ
બુરાડીસંજીવ ઝા
તિમારપુર દિલીપ પાંડેય
આદર્શનગરપવન શર્મા
બાદલીઅજેશ યાદવ
રિઠાલામહેન્દ્ર ગોયલ
બવાનાજયભગવાન ઉપકાર
મુંડકાધર્મપાલ લાકડા
કિરાડીરૂતુરાજ ઝા
સુલ્તાનપુર મજરામુકેશકુમાર અહલાવત
નાંગલોઇ જાટરઘુવિન્દર શૌકીન
મંગલોપુરીરાખી બિડલા
રોહિણી રાજેશ બંસીવાલા
શાલીમારબાગબંદના કુમારી
શકૂર બસ્તી સત્યેન્દ્ર જૈન
ત્રિગનરજિતેન્દર તોમર
વજીરપુર રાજેશ ગુપ્તા
મોડલ ટાઉનઅખિલેશપતિ ત્રિપાઠી
સદર બજારસોમદત્ત
ચાંદની ચૌકપ્રહલાદ સિંહ
મટિયામહલશોએબ ઈકબાલ
બલ્લીમારાનઈમરાન હુસૈન
કરોલ બાગ વિશેષ રવિ
પટેલનગરરાજકુમાર આનંદ
મોતી મહલશિવચરણ ગોયલ
મંડીપુરગિરીશ સોની
રાજૌરી ગાર્ડનધનવંતી ચંદેલા
હરિનગરરાજકુમાર ઢિલ્લોં
તિલકનગરજરનૈલ સિંહ
જનકપુરી રાજેશ રિષિ
વિકાસપુરી મહેન્દ્ર યાદવ
ઉત્તમનગરનરેશ બાલ્યાન
દ્વારકાવિનયકુમાર મિશ્રા
મટિયાલાગુલાબસિંહ યાદવ
નઝફગઢકૈલાશ ગેહલોત
બિજવાસન બીએસ જૂન
પાલમભાવના ગૌર
દિલ્હી કેન્ટવીરેન્દ્રસિંહ કાદિયાન
રાજેન્દ્ર નગરરાઘવ ચઢ્ઢા
નવી દિલ્હીઅરવિંદ કેજરીવાલ
જંગપુરાપ્રવીણકુમાર
કસ્તૂરબાનગરમદન લાલ
માલવીય નગરસોમનાથ ભારતી
આરકેપુરમપ્રમિલા ટોક્સ
મેહરૌલીનરેશ યાદવ
છતરપુરકરતારસિંહ તંવર
દેવલીપ્રકાશ જરવાલ
આંબેડકર નગર અજય દત્ત
સંગમ વિહારદિનેશ મોહનિયા
ગ્રેટર કૈલાશસૌરભ ભારદ્વાજ
કાલકાજીઆતિશી મરલેના
તુગલકાબાદસહીરામ પહલવાન
ઓખલાઅમાનાતુલ્લાહ ખાન
ત્રિલોકપુરીરોહિતકુમાર મેહરોલિયા
કોંડલીકુલદીપ કુમાર
પટપડગંજમનીષ સિસોદિયા
લક્ષ્મીનગરનિતિન ત્યાગી
વિશ્વાસનગરદીપક સિંગલા
કૃષ્ણાનગરએસકે બગ્ગા
ગાંધીનગરનવીન ચૌધરી
શાહદરારામનિવાસ ગોયલ
સીમાપુરી રાજેન્દ્રપાલ ગૌતમ
રોહતાસનગરસરિતા સિંહ
સીલમપુર અબ્દુલ રહેમાન
ઘોંડાએસડી શર્મા
બાબરપુરગોપાલ રાય
ગોકલપુરસુરેન્દ્રકુમાર
મુસ્તફાબાગહાજી યુનુસ
કરવાલ નગરદુર્ગેશ પાઠક 
બદરપુરરામસિંહ નેતાજી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો