મધ્યપ્રદેશ / 20 વર્ષ પહેલા સાસુને બોગસ માર્કશીટથી સરકારી શિક્ષકની નોકરી મળી હતી,વહુની ફરિયાદ બાદ બરતરફ કરાઈ

A women got a job as a government teacher from fraud  Marksheet before 20 year ago

  •  મુરૈનાની રહેવાસી પ્રેમલતાની 1998માં શિક્ષીકા તરીકેની નિમણૂક થઈ હતી 
  • દીકરાનું રોડ અકસ્માતમાં મોત થયું હતું, ત્યારબાદ સાસુ-સસરા અને વહુ વચ્ચે ઝઘડા થવા લાગ્યા 
  • શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, વહુએ જનસુનાવણીમાં ઘણી ફરિયાદ કરી હતી, જેની તપાસમાં છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું 
     

Divyabhaskar.com

Sep 11, 2019, 01:01 PM IST

મુરૈના(મધ્યપ્રદેશ) બોગસ માર્કશીટથી 20 વર્ષ પહેલા શિક્ષકની નોકરી મેળવનારી મહિલાને તેની વહુની ફરિયાદ બાદ બરતરફ કરાઈ છે. આ મહિલાની વહુએ પારિવારિક ઝઘડાના કારણે તંત્રને નોકરી વખતે બતાવેલી માર્કશીટમાં ખોટી ઉમર અને નામમાં ગરબડ કરી હોવાની ફરિયાદ કરી હતી. ક્લેક્ટરે ચાર ઓગસ્ટે મહિલા શિક્ષક પ્રેમલતા ગોયલને બરતરફ કરવાનો આદેશ કર્યો હતો. પ્રેમલતા જરેરુઆ પ્રાઈમરી શાળામાં શિક્ષક હતી.

મુરૈનાની રહેવાસી પ્રેમલતાની 1998માં શિક્ષક તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. આરોપ હતો કે પ્રેમલતાએ પોતાની માર્કશીટમાં ઉમર અને અન્ય માહિતી સાથે ચેડા કરી હતી. પ્રેમલતા ગોયલના દિકરા યોગેશનું થોડા વર્ષ પહેલા રોડ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ સાસુ-સસરુ અને વહુ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. આ કેસ એટલી હદે વધી ગયો કે તેના માટે કોર્ટમાં જવું પડ્યું હતું. શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે, વહુએ જનસુનાવણીમાં ઘણી ફરિયાદ કરી હતી. જેની તપાસમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો.

માતાની જન્મતારીખ 1964, દિકરીનો જન્મ 1976માં
મળતી માહિતી પ્રમાણે સરકારી નોકરી મેળવનારી શિક્ષીકા પ્રેમલતા ગોયલે બે-બે માર્કશીટ બનાવડાવી હતી. પહેલા યુપીના આગરાની અને બીજી મધ્યપ્રદેશની. આગરાની માર્કશીટમાં તેમને પોતાની જન્મતારીખ 3જી ઓગસ્ટ,1964 જણાવી છે, જ્યારે તેમની જ દીકરી આરતીના પ્રમાણપત્રમાં જન્મતારીખ 15 જૂન 1976 છે. એટલે કે માં-દીકરીની ઉંમરમાં અંદાજે 12 વર્ષનું જ અંતર છે.

 
X
A women got a job as a government teacher from fraud  Marksheet before 20 year ago
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી