તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Special Court In Mumbai Convicts Chhota Rajan For Attempt To Murder Of Hotelier BR Shetty.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેંગસ્ટર છોટા રાજન ઉદ્યોગપતિ પર જીવલેણ હુમલાનો દોષી જાહેર, 8 વર્ષની જેલની સજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઉદ્યોગપતિ બીઆર શેટ્ટી પર 2012માં રાજનના બે શૂટરોએ ફાયરિંગ કર્યું હતું
 • શેટ્ટીની મુંબઈમાં ડિસ્કોથેક અને મલેશિયામાં ફાઈવ સ્ટાર હોટલ છે

મુંબઈઃ સુપ્રીમ કોર્ટે હોટલ ઉદ્યોગપતિ બીઆર શેટ્ટી પર જીવલેણ હુમલાના કેસમાં મંગળવારે રાજેન્દ્ર નિખલજે ઉર્ફે છોટા રાજન સહિત 6 આરોપીઓની દોષી જાહેર કર્યા છે. કોર્ટ રાજનને 8 વર્ષની જેલની સજા સંભળાવી છે. શેટ્ટી પર 2012માં રાજનના 2 શૂટરોએ જીવલેણ હુમલો કર્યો હતો. તેમને ખભાના ભાગે ગોળી વાગી હતી. લાંબા સમય સુધી તેમની સારવાર ચાલી હતી. 
કોર્ટે રાજન સિવાય સતીશ કાલિયા, નિત્યાનંદ નાયક, સેલ્વિન, દિલીપ ઉપાધ્યાય અને તલવિંદર સિંહને પણ દોષી જાહેર કર્યા છે. આ તમામ લોકો રાજનની ગેંગ સાથે જોડાયેલા હતા. જેમની જલંધરથી ધરપકડ કરવામાં આવી હતી. 

શેટ્ટીના પ્રદીપ શર્મા સાથે સંબંધ હતા, રાજનને પોતાના એન્કાઉન્ટરની જ શંકા હતી 
તપાસમાં સામે આવ્યું કે આ હુમલાનું કારણ હોટલ ઉદ્યોગપતિના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા સાથે સંબંધ હતા. રાજનને શંકા હતી કે શેટ્ટી પ્રદીપની મદદ લઈને તેનું એન્કાઉન્ટર કરાવી દેશે. શેટ્ટી મુંબઇના એક જાણીતા ઉદ્યોગપતિ છે અને તેમની ઘણી હોટેલ પણ છે. ઓશિવારા લિંક રોડ પર તેમની ડિસ્કોથેક, મલેશિયામાં ફાઈવ સ્ટાર હોટલ પણ છે. 
 શેટ્ટી 3જી ઓક્ટોબર 2012ની રાતે અંદાજે દસ વાગે કારમાં સવાર થઈને લિંક રોડ તરફથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ બે બાઈક સવારોએ તેમની કરાને ઓવરટેક કરીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ દરમિયાન શેટ્ટી જ કાર ચલાવી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો