તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું- તે પુનઃવિચારણા અરજી પર નહી પણ સમીક્ષા આદેશને લગતા પ્રશ્નો અંગે સુનાવણી કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • બન્ને પક્ષના વકીલો પરસ્પર ચર્ચા-વિચારણા કરે, આ માટે 3 સપ્તાહનો સમય આપવામાં આવ્યો
 • સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ 17મી જાન્યુઆરીએ અભિષેક મનુ સિંઘવી, સીએસ વૈદ્યનાથન, તુષાર મેહતા ,ઈન્દિરા જયસિંહ સાથે બેઠક કરશે

નવી દિલ્હીઃ સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) શરદ અરવિંદ બોબડેએ કહ્યું છે કે આ કેસની સુનાવણી માટે બન્ને પક્ષના વકીલ પરસ્પર ચર્ચા વિચારણા કરી લે. મુખ્ય ન્યાયમૂર્તિએ બન્ને પક્ષના વકીલોને 3 સપ્તાહનો સમય આપ્યો છે અને કહ્યું છે કે તેઓ પરસ્પર ચર્ચા-વિચારણા કરે અને નક્કી કરે કે સર્વોચ્ચ અદાલતમાં કયા-કયા મુદ્દા પર સુનાવણી થવી જોઈએ. આ સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે તે 14મી નવેમ્બરના રોજ આવેલા સમીક્ષા આદેશને લગતા મુદ્દા પર જ તે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ સબરીમાલા કેસની પુનઃવિચારણા અરજીઓ પર સુનાવણી કરી રહી નથી પરંતુ પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા જે બાબતો રજૂ કરવામાં આવી છે તે અંગે વિચાર કરી રહી છે.
અદાલતે કહ્યું છે કે સૌથી પહેલા સમીક્ષા આદેશમાં વિચાર માટે મોકલવામાં આવેલા પ્રશ્નોને રિફ્રેમ કરવામાં આવશે અને સ્પષ્ટ કરાશે. આ માટે સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ 17મી જાન્યુઆરીના રોજ વકીલ અભિષેક મનુ સિંઘવી, સીએસ વૈદ્યનાથન, સોલિસિટર જનરલ તુષાર મેહતા અને ઈન્દિરા જયસિંહ સાથે બેઠક કરશે. આ બેઠકમાં પ્રશ્નોને રિફ્રેમ કરવામાં આવશે. કયા વકીલ કયા મુદ્દે દલીલ કરશે અને આ માટે કોને કેટલો સમય મળશે તે પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવશે. બાકીના પક્ષકાર બે સપ્તાહની અંદર લેખિત સ્વરૂપમાં દલીલ રજૂ કરશે. આ પછી જ ત્રણ સપ્તાહ બાદ કેસની સુનાવણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 9 ન્યાયમૂર્તિની બનેલી ખંડપીઠમાં ન્યાયમૂર્તિ આર.ભાનુમતિ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ નાગેશ્વર રાવ, ન્યાયમૂર્તિ એમએમ શાંતનાગૌદર, ન્યાયમૂર્તિ એસએ નાઝીર, ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતનો સમાવેશ થાય છે.
આ અગાઉના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ સભ્યોની બનેલી ખંડપીઠે આ વિષયમાં 3:2 થી ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ નવ સભ્યની બનેલી ખંડપીઠની રચના કરવામાં આવી હતી. 28મી સપ્ટેમ્બર,2018ના રોજ ઐતિહાસિક ચુકાદા સામે દાખલ પુનઃવિચાર અરજીને ધ્યાનમાં લઈ મોટી ખંડપીઠને ચુકાદો આપવા  કેસ સોપવામાં આવ્યો હતો. આ અગાઉના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ માટે મંજૂરી આપી હતી.

શું છે સબરીમાલા વિવાદ
કેરળના સબરીમાલા મંદિરમાં 10 વર્ષથી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. ખાસ કરીને 15 વર્ષથી ઉપરની છોકરીઓ અને મહિલાઓ આ મંદિરમાં જઈ શકતી નથી. અહીં ફક્ત નાની છોકરીઓ અને વૃદ્ધ મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવે છે. તેની પાછળની માન્યતા એવી છે કે ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા. આ માન્યનાને લીધે યુવા છોકરીઓ અને મહિલાઓને મંદિરમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. સબરીમાલા મંદિરમાં પ્રત્યેક વર્ષ નવેમ્બરથી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુઓ અયપ્પા ભગવાનના દર્શન માટે જાય છે, વર્ષના બાકીના સમયમાં આ મંદિર ભક્તો માટે બંધ રહે છે. ભગવાન અયપ્પાના ભક્તો માટે મકર સંક્રાંતિનો દિવસ ખાસ હોય છે. માટે તે દિવસે સૌથી વધારે ભક્તો મંદિર જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો