આયુષ મંત્રાલય / સરકારી અને કોર્પોરેટ કચેરીઓમાં 5 મિનિટનો યોગ બ્રેક લાગૂ થઇ શકે છે, 15 સંસ્થાનોમાં ટ્રાયલ શરૂ

A 5-minute yoga break can be implemented in government and corporate offices, trials start in 15 institutions

  • આયુષ મંત્રાલયે ટ્રાયલ તરીકે સોમવારે કોર્પોરેટ કચેરીઓમાં યોગ બ્રેકનું લોન્ચિંગ કર્યું
  • કામ દરમિયાન ઉઠવા-બેસવાની યોગ્ય રીત શિખવાડવા માટે બુકલેટ અને ફિલ્મ તૈયાર કરાઇ

Divyabhaskar.com

Jan 14, 2020, 09:10 PM IST

નવી દિલ્હી: કર્મચારીઓને તણાવમુક્ત કરવા માટે બનાવવામાં આવેલી 5 મિનિટની એક્સરસાઇઝ માટે સરકારી અને કોર્પોરેટ કચેરીઓમાં યોગ બ્રેક લાગૂ કરવામાં આવી શકે છે. મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગે આયુષ મંત્રાલય અંતર્ગત આ વ્યાયમ કાર્યક્રમને ડિઝાઇન કર્યો છે. તેમાં યોગના નિષ્ણાંતો પાસેથી સલાહ લેવામાં આવી છે. આયુષ મંત્રાલયે આ યોગ બ્રેકને એક ટ્રાયલ તરીકે સોમવારે લોન્ચ કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું કે ટાટા કેમિકલ્સ, એક્સિસ બેન્ક જેવા 15 સંસ્થાનોએ સ્વેચ્છાથી આ ટ્રાયલમાં ભાગ લીધો હતો.

આયુષ મંત્રાલયે પહેલા એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં સરકારી સંસ્થાનો અને કોર્પોરેટને કહ્યું હતું કે તેઓ જરૂરીપણે 30 મિનિટનો યોગ બ્રેક આપે જેથી કર્મચારી તણાવમુક્ત બની શકે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેવા સંસ્થઆનોએ આયુષ મંત્રાલયને આ વિષય પર પત્ર લખ્યો હતો.

10 લોકોના ગ્રુપે રૂપરેખા બનાવી
મંત્રાલયના અધિકારીએ જણાવ્યું- યોગ બ્રેક અથવા વાય બ્રેક યોગનો કોઇ કોર્સ નથી. આ તેનું એક સંક્ષિપ્ત સ્વરૂપ છે. યોગ પર પ્રોટોકોલ તૈયાર કરવાની પ્રક્રિયા ત્રણ મહિના પહેલા શરૂ થઇ હતી. યોગ વિશેષજ્ઞો અને નિયમિત યોગ અભ્યાસ કરનારા 10 લોકોના કોર ગ્રુપે તેની રૂપરેખા તૈયાર કરી હતી. અધિકારીએ કહ્યું- કામ દરમિયાન યોગ્ય રીતે બેસવા માટે એક બુકલેટ તૈયાર કરવામાં આવી છે અને કોર્પોરેટ કચેરીઓમાં તેના આધારિત એક ફિલ્મ દેખાડવાની યોજના છે. તેની અસર જાણવા માટે ટ્રાયલ કરવામાં આવી રહી છે. મંત્રાલય કોર્પોરેટ ક્ષેત્રને તેના વિશે બધી જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવશે.

X
A 5-minute yoga break can be implemented in government and corporate offices, trials start in 15 institutions
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી