તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્લેશિયરની 10 ફૂટ ઊંચી, અડધો કિમી લાંબી દીવાલ રસ્તા પર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
10 ફૂટ ઊંચું ગ્લેશિયર સરકીને રસ્તા પર આવી ગયું હતું - Divya Bhaskar
10 ફૂટ ઊંચું ગ્લેશિયર સરકીને રસ્તા પર આવી ગયું હતું
 • હિમાચલના કિન્નોરમાં ગ્લેશિયર તૂટીને નેશનલ હાઈવે-5 પર પડ્યું

કિન્નોરઃ હિમાચલ પ્રદેશના કિન્નોરમાં અડધો કિ.મી. લાંબું અને 10 ફૂટ ઊંચું ગ્લેશિયર સરકીને રસ્તા પર આવી ગયું હતું. ટિંકુ નાલામાં ગુરુવારે સાંજની આ ઘટનાનો રુંવાડા ઊભો કરી દે તેવો વીડિયો શનિવારે સામે આવ્યો હતો. આ ગ્લેશિયર લપસીને ખૂબ દૂર સુધી મુખ્ય માર્ગ પર આવી ગયું હતું. પરિણામે લોકોના વાહનો ફસાઈ ગયા. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યાનુસાર, આ ગ્લેશિયરના કારણે ત્રણ દિવસ પછી શનિવારે રસ્તો ખૂલ્યો હતો. 

કાલે ફરી ભારે હિમવર્ષાની ચેતવણી
શિમલા સહિત હિમાચલના 6 જિલ્લામાં 13થી 17 જાન્યુઆરી સુધી ફરી ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી અપાઈ છે. લાહૌલ-સ્પીતિ, કિન્નોર, કુલુ, શિમલા અને ચંબામાં ભૂસ્ખલનની પણ ચેતવણી અપાઈ છે. 

હિમાચલમાં 663 રસ્તા 4 દિવસથી બંધઃ હિમવર્ષાના કારણે હિમાચલમાં નેશનલ હાઈવે 4 સહિત 663 રસ્તા 4 દિવસથી બંધ છે. હરિપુરઘારમાં હાર્ટ એટેક પછી યુવકને 6 કિમી સુધી ખભા પર ઊંચકીને લઈ જવો પડ્યો, ઉત્તરાખંડમાં રસ્તા ખોલવાનું કામ શરૂ કરાયું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો