તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજ મુદ્દે કાઢી મૂકેલી મહિલા કોઈ પણ શહેરમાં કેસ દાખલ કરી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમ કોર્ટ (ફાઈલ) - Divya Bhaskar
સુપ્રીમ કોર્ટ (ફાઈલ)
  • સાત વર્ષથી પડતર છ અરજી પર સુપ્રીમકોર્ટનો ચુકાદો

નવી દિલ્હી: દહેજ જેવા મુદ્દે હેરાન-પરેશાન કરીને સાસરેથી કાઢી મૂકેલી મહિલાઓના કેસમાં સુપ્રીમકોર્ટે મંગળવારે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે હવે કોઈ  પણ મહિલા સાસરું હોય ત્યાં જ નહીં પણ માતા-પિતા રહેતાં હોય એ શહેર સહિત જ્યાં આશરો લીધો હોય ત્યાં કેસ દાખલ કરી શકે છે. અત્યાર સુધી આઈપીસી કલમ 498A હેઠળ મહિલા ફક્ત સાસરું હોય ત્યાં જ કેસ કરી શકતી હતી. 

સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી ત્રણ જજની ખંડપીઠે જુદા જુદા રાજ્યોની છ અરજીની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો હતો. છેલ્લાં સાત વર્ષથી પડતર આ અરજીઓમાં એક ઉત્તરપ્રદેશની રૂપાલીદેવીની પણ હતી. કોર્ટે કહ્યું હતું કે, હવે સાસરેથી પરેશાન કરીને કાઢી મૂકેલી કોઈ પણ મહિલા આરોપીઓ વિરુદ્ધ ત્યાંથી કેસ કરી શકશે, જ્યાં તે આશરો લેવા મજબૂર છે. કોઈ પણ મહિલાએ સાસરું હોય ત્યાં જ ફરિયાદ કરવી ફરજિયાત નથી. 

IPCની કલમ 498Aની જોગવાઈ પર કોર્ટ વિચાર કરી રહી હતી: દહેજ ઉત્પીડનના એક કેસની સુનાવણીમાં સાત વર્ષ પહેલાં સુપ્રીમકોર્ટ સમક્ષ મુદ્દો ઊઠ્યો હતો કે હેરાન-પરેશાન કરીને સાસરેથી કાઢી મુકાયેલી  કે ઘર છોડવા મજબૂર કરાયેલી મહિલા- જ્યાં ગુનો થયો હોય એ સિવાયના સ્થળે ફરિયાદ કરી શકે કે નહીં?

કોર્ટે કહ્યું હતું કે દહેજ ઉત્પીડન કેસમાં આઈપીસી 498A હેઠળ ક્રૂરતા સતત થનારો ગુનો નથી માનવામાં આવ્યો. આ સ્થિતિમાં આ પ્રકારના ગુનાની તપાસ તે જ્યાં થયો હોય, ત્યાં સિવાયના સ્થળે તૈનાત પોલીસ અધિકારીને ના સોંપી શકાય. 2012માં કોર્ટે આ મુદ્દાને વિચારવા યોગ્ય ગણ્યો હતો.