તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુલવામા હુમલામાં વપરાયેલી કારનો માલિક પણ આતંકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સજજાદ બટની ફાઈલ તસવીર - Divya Bhaskar
સજજાદ બટની ફાઈલ તસવીર
  • સજજાદે 4 ફેબ્રુઆરીએ આ કાર ખરીદી હતી
નવી દિલ્હી: પુલવામા હુમલા માટે ઉપયોગ કરાયેલી મારુતિ ઇકો કારના માલિકની ઓળખ થઈ ગઈ છે. સજજાદ બટ નામની વ્યક્તિએ હુમલાના 10 દિવસ પહેલા આ કાર ખરીદી હતી. સજજાદ પણ જૈશનો આતંકવાદી છે. વિસ્ફોટના સ્થળેથી મળેલા ટુકડાના આધારે કઈ કાર વપરાઈ હતી અને તેના માલિકની ઓળખ થઈ ગઈ છે. 2011માં અનંતનાગના જલીલ અહમદે આ કાર ખરીદી હતી. ત્યારબાદ 7 વાર આ કાર વેચાઈ હતી. છેલ્લે સજજાદે 4 ફેબ્રુઆરીએ આ કાર ખરીદી હતી.  શનિવારે એનઆઈએ અને પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા હતા પણ તે મળ્યો નહોતો. સજજાદ સિરાજ ઉલ ઉલુમ મદરેસાનો વિદ્યાર્થી હતો. સોશિયલ મીડિયા પર તેનો બંદૂકવાળો ફોટો પણ ફરી રહ્યો છે. 

NIA: Sajjad Bhat (owner of vehicle used in #PulwamaAttack) has reportedly joined Jaish-e-Mohammed (JeM). (Pic courtesy: NIA) pic.twitter.com/NGRxTb7Wb7

— ANI (@ANI) February 25, 2019

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો