સ્કાયમેટે કહ્યું- ભારતના કેટલાક હિસ્સામાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: એકબાજુ પાકિસ્તાનમાં ચાલુ વર્ષે ભયંકર પૂરની ચેતવણી આપવામાં આવી છે તો ભારતમાં ખાનગી એજન્સી સ્કાયમેટે કહ્યું છે કે ભારતમાં ચાલુ વર્ષે સામાન્ય કરતા 7% ઓછો વરસાદ થશે. બીજીબાજુ મધ્ય ભારતમાં ભયંકર ગરમી પડવાના આસાર છે. સ્કાયમેટના મહેશ પાલાવટે કહ્યું કે ચાલુ વર્ષે અલ નીનોને કારણે ચોમાસુ સામાન્ય કરતા ઓછું રહેશે. એટલું જ નહીં મધ્ય અને દક્ષિણ ભારતમાં સામાન્ય કરતા વધુ ગરમી પડશે. અહીં તાપમાન 4થી 5 ડિગ્રી વધી જવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી વારંવાર થશે. એવી પણ આશંકા છે કે દુષ્કાળ પણ પડી શકે છે. 
જૂનમાં સૌથી ઓછો ઓગસ્ટ વધુ વરસાદ 
ચાલુ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતા માત્ર 77%, ઓગસ્ટ દરમિયાન 102% અને સપ્ટેમ્બર દરમિયાન 99% વરસાદ થવાની ધારણા છે. કુલ મળીને જૂનમાં ચાલુ વર્ષે બહુ ઓછો વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે. 
  • મધ્ય ભારતમાં પાંચ ડિગ્રી વધુ ગરમી પડશે 
  • રાજકોટમાં સૂમસામ બપોર 
દુષ્કાળનો ભય 15% અને વધુ વરસાદની આશા 0% જ 
સ્કાયમેટના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે સામાન્ય વરસાદની સંભાવના 30% છે. એવી જ રીતે સામાન્યથી ઓછા વરસાદની સંભાવના 55% જેટલી છે. દુષ્કાળ પડવાની શક્યતા 15% જેટલી છે. વધુ વરસાદ ખાબકે તેવી સંભાવના 0% છે. ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના પણ 0% હોવાનું સ્કાયમેટ દ્વારા જણાવાયું છે. 
દર વર્ષે સ્કાયમેટની આગાહીઓ કરતા પણ ઓછો વરસાદ થતો આવ્યો છે, છેલ્લા પાંચ વર્ષની આગાહી અને વાસ્તવિકતાનું એનાલિસિસ જાણવા માટે ડાઉનલોડ કરો 'દિવ્ય ભાસ્કર' એપ 
20 વર્ષ પછી રાજકોટમાં 43 ડિગ્રી ગરમી 
 હીટવેવની અસરોથી રાજ્યમાં ગરમીનું જોર વધતા લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે બુધવારે છેલ્લાં 20 વર્ષમાં રાજકોટમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 43.3 ડિગ્રી પાર જતાં રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે. સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ શહેર બનવાની સાથે રાજકોટ દેશનું બીજા ક્રમનું અને એશિયાનું પાંચમાં ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું હોવાનું હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે. 
  • 4 વર્ષમાં એક જ વાર સાચું અનુમાન 
વર્ષ સ્કાયમેટનું અનુમાન વાસ્તવિક વરસાદ 
2018 95% (સામાન્ય) 91% (સામાન્યથી ઓછો) 
2017 95% (સામાન્ય) 95% (સામાન્ય) 
2016 105% (સામાન્યથી વધુ) 97% (સામાન્ય) 
2015 98% (સામાન્ય) 86% (સામાન્યથી ઓછો) 
અન્ય સમાચારો પણ છે...