પેટ્રોકેમ સ્ટેક સેલ / જિયોમાં 3 લાખ કરોડનું દેવું ધરાવતી રિલાયન્સ 25% હિસ્સો વિશ્વમાં સૌથી વધુ નફો કરતી કંપની સાઉદી અરામકોને 1 લાખ કરોડમાં વેચશે

Reliance's to Rs 3 lakh crore in Geo Saudi Aramco sells 25% stake in 1 lakh crores

  • રિલાયન્સના પેટ્રો ડિવિઝનનું વેલ્યુએશન 4.5 લાખ કરોડનું થવાનો અંદાજ  
  • જૂન સુધીમાં બંને કંપની વચ્ચેનો સોદો પૂરો થવાની સંભાવના

divyabhaskar.com

Apr 18, 2019, 03:27 AM IST

મુંબઈ: ભારતની સૌથી મોટી ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેનો 25 ટકા હિસ્સો વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઓઈલ ઉત્પાદક અને નફો કરતી કંપની સાઉદી અરામકોને વેચે તેવી સંભાવના છે. રિલાયન્સ આ હિસ્સાના વેચાણ મારફત અંદાજે 70,000 કરોડથી 1 લાખ કરોડ રૂપિયા ઊભા કરશે તેમ માનવામાં આવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઈતિહાસમાં સૌપ્રથમ વખત એવું બની રહ્યું છે કે કંપની ક્રૂડ ઓઈલના ઉદ્યોગમાં જ હોય તેવી કોઈ કંપનીને તેનો હિસ્સો વેચી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ અંદાજે 4થી 4.50 લાખ કરોડ રૂપિયાનો હોવાનું મનાય છે.

દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીના ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રના ડ્રીમ પ્રોજેક્ટ રિલાયન્સ જિયો ઈન્ફોકોમને 3 લાખ કરોડનું નુકસાન થયું હોવાના કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ હિસ્સો વેચી રહી હોવાનું સમાચાર એજન્સી રોઈટર્સના અહેવાલમાં જણાવાયું છે. સાઉદી અરામકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 25 ટકા હિસ્સો ખરીદવા માટે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. બંને કંપની વચ્ચે જૂન મહિના સુધીમાં સોદાની સમજૂતી થવાની સંભાવના છે તેમ આ બાબત સાથે સંકળાયેલા લોકોને કહેતા ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે. આ સૂચિત સોદાની સલાહ ગોલ્ડમેન સાશે આપી હોવાનું મનાય છે.
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ફેબ્રુઆરીમાં દિલ્હીમાં મુલાકાત વખતે આગામી બે વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરથી વધુના રોકાણની તકોની અપેક્ષા વ્યક્ત કરી હતી ત્યારે અરામકોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં હિસ્સો ખરીદવા રસ દર્શાવ્યો હોવાનું કહેવાય છે. સાઉદી અરામકોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમીન નસીરે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે સાઉદીની સરકારી માલિકીની કંપનીના ક્રૂડ, કેમિકલ્સ અને નોન-મેટાલિક્સ સહિતના કારોબાર અંગે ચર્ચા કરી હતી.
જિયોમાં 3 લાખ કરોડનું દેવું હોવાથી હિસ્સો વેચવાની વાત
રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપની બનવા જઇ રહી છે પરંતુ હજુ સુધી નફાથી વંચિત છે અને અત્યાર સુધીમાં કુલ દેવુ 3 લાખ કરોડનું છે. આ દેવું ભરપાઈ કરવા માટે હિસ્સાના વેચાણની વાત થતી હોવાનું પણ મનાય છે.
અરામકો વિશ્વનો સૌથી મોટો 100 અબજ ડોલરનો IPO લાવશે
સાઉદી અરામકો વિશ્વનો સૌથી મોટો 100 અબજ ડોલરનો આઇપીઓ લાવવાની યોજના ધરાવે છે. જો આ કરાર થાય તો કંપનીની વેલ્યુએડિશનમાં ઉમેરો થાય. અત્યારે અલીબાબા કંપનીનો સૌથી મોટો આઇપીઓ આવેલો છે.
સાઉદી અરામકોને શું ફાયદો?
સાઉદી અરામકો વિશ્વની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની છે. ભારતની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સનો હિસ્સો ખરીદવા સાથે વિશ્વમાં ઓઇલ સેક્ટરમાં તેનું વર્ચસ્વ વધી જશે.

X
Reliance's to Rs 3 lakh crore in Geo Saudi Aramco sells 25% stake in 1 lakh crores
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી