લોકસભા ચૂંટણી /  NCPએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી, બારામતીથી સુપ્રિયા શુલે અને સતારાથી ઉદયનરાજે લડશે

Divyabhaskar

Mar 14, 2019, 10:08 PM IST
NCP released the first list of candidates for the LokSabha Elections 2019 from Maharashrashtra and Lakshadweep

 • એનસીપીએ લોકસભાના 12 ઉમેદવારોની યાદી જાહેર કરી
 • મહારાષ્ટ્રમાં બારામતીથી શરદ પવારની દિકરી સુપ્રિયાને ટિકિટ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ(એનસીપી) તેના 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં બારામતીથી એનસીપી અધ્યક્ષ શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે અને સતારાથી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની 48 સીટો છે. જેમાંથી NCPએ ગુરૂવારે 12 સીટો પર તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.જો કે કોંગ્રેસ સાથે રાજ્યમાં ગઠબંધનની કોઇ વાત હજી સુધી જાહેર કરવામાં આવી નથી. અહેવાલ મુજબ એનસીપીએ મહારાષ્ટ્રની રાયગઢ લોકસભા બેઠકથી સુનીલ તટકરે, કોલ્હાપુરથી ધુંજય માદિક, બુલઢાણાથી રાજેન્દ્ર શિંગને, જલગાંવથી ગુલાબરાવ દેવકર, પરભણીથી રાજેશ મિતેકર, મુંબઈ નોર્થ ઈસ્ટથી સંજય દિના પાટિલ, ઠાણેથી આનંદ પરાંજપે, કલ્યાણથી લોકસભા સીટ માટે બાબાજી બલરામ પાટિલને પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે. આવનારા દિવસોમાં NCP વધુ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતાઓ છે. જો કે ગઇ લોકસભા ચૂંટણી-2014માં NCPને ફક્ત 4 લોકસભા બેઠકો પરથી વિજય મળ્યો હતો.

X
NCP released the first list of candidates for the LokSabha Elections 2019 from Maharashrashtra and Lakshadweep
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી