તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલે અખિલેશ-માયાવતીની પહેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, બેઠકોની વ્હેંચણીની જાહેરાત થઈ શકે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સપાએ ટ્વિટર પર પ્રેસ કોન્ફરન્સની જાણકારી આપી
  • બંને 37-37 સીટો પર ચૂંટણી લડી શકે છે
  • ગત શુક્રવારે અખિલેશે દિલ્હીમાં માયાવતી સાથે મુલાકાત કરી હતી

લખનઉઃ લોકસભા ચૂંટણી 2019ને લઈને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનની જાહેરાત શનિવારે થઈ શકે છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી પહેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે.

 

 

આ વચ્ચે મહાગઠબંધનના વધુ એક સહયોગી રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અજીતસિંહે કહ્યું કે, "અમે ગઠબંધનનો જ હિસ્સો છીએ પરંતુ સીટની વ્હેંચણી પર વાતચીત નથી થઈ. કોંગ્રેસ ગઠબંધનની સાથે રહેશે કે નહીં તેના પરનો નિર્ણય અખિલેશ અને માયાવતી કરશે."

સમાજવાદી પાર્ટીએ ટ્વિટર હેન્ડલ પર આ પ્રેસ કોન્ફરન્સની જાણકારી આપી. મીડિયાને મોકલવામાં આવેલા આમંત્રણમાં સપાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને  બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીષ ચંદ્ર મિશ્રાના હસ્તાક્ષર છે. 

pic.twitter.com/2AagF2laH6

— Samajwadi Party (@samajwadiparty) 11 January 2019

1) શનિવારે યુપી ગઠબંધનની જાહેરાત

સપા અને બસપા 37-37 સીટ પર ચૂંટણી લડી શકે છે. મીડિયા રિપોટર્સ મુજબ ગત શુક્રવારે અખિલેશ અને માયાવતી વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ હતી. જેમાં બંને પક્ષ કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડવાના પક્ષમાં નથી તેવી પણ સામે આવી હતી. તેમાં એવો પણ દાવો કરાયો હતો કે અજીત સિંહના રાષ્ટ્રીય લોકદળ (RLD)ને પણ આ ગઠબંધનમાં સામેલ કરવામાં આવી શકે છે. જો કે આ સંબંધે હજુ કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી.

ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં બસપાએ સપા ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી. તો કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં RLDના ઉમેદવારને સપા-બસપા અને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. ત્રણેય જગ્યાએ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

પાર્ટી સીટ વોટ શેર્સ
ભાજપ+ 73 42.6%
સપા 05 22.5%
બસપા 00 19.8%
કોંગ્રેસ 02 7.5%

 

અન્ય સમાચારો પણ છે...