તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધી ગાર્જિયન: ભારત-પાક. વચ્ચે મધ્યસ્થતા જરૂરી, સ્થિતિ બગડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈમરાનખાન અને PM મોદીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ઈમરાનખાન અને PM મોદીની ફાઈલ તસવીર
  • પાકિસ્તાનમાં 12 મિરાજ ઘૂસ્યાં, તેમાંથી ફેંકવામાં આવેલા બોમ્બની અંદાજિત કિંમત 1.68થી 2.2 કરોડ રૂપિયા
  • હવાઈદળે 200 કલાક પ્લાનિંગ કર્યા પછી પાક.માં આવેલા 3 આતંકી કેમ્પ ધ્વસ્ત કર્યા
નવી દિલ્હી: ભારતીય વાયુદળે પુલવામા હુમલાના 13મા દિવસે જૈશ-એ-મોહમ્મદના 3 આતંકી ઠેકાણાં પર એર સ્ટ્રાઇક કરી દીધી. તેમાં આશરે 350 આતંકીનો ખાત્મો કર્યો હતો. આ અંગે વર્લ્ડ મીડિયાએ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે અમેરિકા મધ્યસ્થીની ભૂમિકામાં રહ્યું છે. તે તણાવની સ્થિતિમાં બંને દેશો વચ્ચે વાતચીતનો રસ્તો બનાવવા કામ કરતું રહ્યું પણ ટ્રમ્પના પ્રમુખ બન્યા બાદ અમેરિકા ભારતથી વધારે નજીક આવ્યું છે. મધ્યસ્થી દેશ ન હોવાથી સ્થિતિ બગડી શકે છે. 

ભારતે પીઓકેમાં આતંકી ઠેકાણાં પર હુમલા કરી નષ્ટ કરવાનો દાવો કર્યો છે પણ પશ્ચિમી દેશોના સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે પાક.માં ચાલી રહેલા આ આતંકી કેમ્પ પહેલાથી જ ખાલી કરાવી લેવાયા હતા. ભારતમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. પુલવામા હુમલા બાદ સરકાર પર કાર્યવાહીનું દબાણ હતું.

ભારતીય વાયુસેનાએ એલઓસીનો ભંગ કર્યો. પાકિસ્તાની એરફોર્સે તાત્કાલિક કાર્યવાહી કરી. તેનાથી ભારતીય વિમાનોએ નાસવા મજબૂર થવું પડ્યું. દરમિયાન ભારતીય વિમાનોએ બાલાકોટમાં અમુક બોમ્બ પાડ્યા. તેનાથી કોઈ નુકસાન ના થયું. કોઈ જાનહાનિ પણ ના થઇ.

ભારતીય વાયુસેનાએ એલઓસીનો ભંગ કર્યો. પાક.એરફોર્સે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને બહાર કર્યા. ઉતાવળમાં ભાગતી વખતે ભારતીય વિમાનોએ બાલકોટમાં અમુક બોમ્બ છોડ્યા જે મેદાનમાં મળ્યા. તેનાથી અમુક વૃક્ષોને નુકસાન થયું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો