તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસ્ફોટ, ધુમાડા અને આગ જ આગ, આવું દૃશ્ય હતું...

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ આતંકવાદીઓના 3 કેમ્પ ધ્વસ્ત - Divya Bhaskar
{ આતંકવાદીઓના 3 કેમ્પ ધ્વસ્ત
  • પાક. વિદેશમંત્રીએ કહ્યું- અમે પણ યોગ્ય જવાબ આપીશું

બાલાકોટથી ભાસ્કર માટે: સવારે સવા ત્રણ વાગ્યા હશે. બાલાકોટના જાબા વિસ્તારની આજુબાજુ તેજ અવાજ સંભળાવા લાગ્યો. જાણે વાદળ ગરજતાં હોય. પહેલાં અવાજ થોડો ધીમો હતો અને એક મિનિટમાં જ તેજ ઘોંઘાટ સંભળાવા લાગ્યો. પછી જોરદાર વિસ્ફોટ થયો. જેટલીવારમાં અમે પોતાના ઘરના દરવાજા ખોલીને બહાર નીકળ્યા એટલીવારમાં તો બે-ત્રણ વિસ્ફોટ થઈ ચૂક્યા હતા.

અમારું ગામ વિસ્ફોટવાળા સ્થળથી લગભગ દોઢ કિમી પશ્ચિમમાં હશે. બહાર નીકળીને જોયું તો ચમકતી વસ્તુઓ દેખાતી હતી અને અમુક મિનિટોમાં 5-7 વિસ્ફોટ વધુ થયા. પહેલા ઉપરથી કંઇક નીચે પડે પછી તેજ વિસ્ફોટ થાય અને ચારેકોર આગ ફેલાઈ જતી હતી.

ધુમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા. થોડીવાર સુધી આવું થયું. આકાશમાં દેખાતા અનેક વિમાન ધુમાડા વચ્ચે દેખાવાના બંધ થયાં. વિસ્ફોટથી અમે ડરી ગયા. ગામની આજુબાજુના લોકો પણ ત્યાં સુધી બહાર આવી ગયા હતા. પછી થોડે દૂર જઇને એક ફોનની મદદથી અમે બાલાકોટ પોલીસને સૂચના આપી પણ તેમના આવવા સુધી વિમાન ગુમ થઈ ગયાં હતાં. 

ભારતે પાક. વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ભારતે LOCનો ભંગ કર્યો છે. પાકિસ્તાનને અધિકાર છે કે તે આત્મરક્ષા માટે તેનો યોગ્ય જવાબ આપે. - શાહ મહેમૂદ કુરૈશી, પાક.વિદેશમંત્રી

આ બહાદૂરીપૂર્ણ કાર્યવાહી છે. આપણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આપણી સહનશક્તિ પૂરી થઈ ગઈ છે. પુલવામા હુમલા બાદ સમગ્ર દેશમાં હિલચાલ થઈ રહી હતી. અમે કહી રહ્યા હતા કે આ લોકો જ્યારે ઈચ્છે આપણને મારે છે પણ હવે દેશમાં પરિવર્તન થયું છે. આ એક મોટી સફળતા છે. એરફોર્સે કાર્યવાહી કરી છે પણ રાજકીય નિર્ણય પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પહેલા તપાસ કરવી પડે છે કે આંતરરાષ્ટ્રીય વાતાવરણ શું છે? કેવી રીતે જવાબ આપી શકાય છે? આપણે તેમને જણાવ્યું છે કે આપણે પણ ઘાતક છીએ. આ કાર્યવાહી જરૂરી હતી.
જોકે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ સ્ટેન્ડ અલોન કાર્યવાહી છે. તેનો જવાબ આવી શકે છે. અહીં ખેલ સમાપ્ત થયો નથી. પાકિસ્તાન પર પણ દુનિયા હાસ્ય કરશે કે તમે ખોટું કામ કરો છો એટલા માટે તે કંઈક ને કંઈક પ્રતિક્રિયા આપશે. યાદ રાખવું જોઇએ કે અનેકવાર વાત ઝડપથી વધે છે. એટલા માટે આપણે પણ તૈયારી રાખવી પડશે.  - એ.વાય. ટિપનિસ, વાયુદળના માજી વડા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો