તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ મેજરની પત્ની સૈન્યમાં જોડાશે, લશ્કરમાં લેફ્ટનન્ટ બનાવાની ઈચ્છા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌરી મહાદિક - Divya Bhaskar
ગૌરી મહાદિક

મુંબઈઃ શહીદ મેજર પ્રસાદ મહાડિકની પત્ની ગૌરી મહાડિક સૈન્યમાં જોડાશે. તેમણે સૈન્યમાં જોડાવવા માટે જરૂરી સર્વિસ સિલેક્શન બોર્ડ (એસએસબી)ની પરીક્ષા પાસ કરી લીધી છે. ચેન્નઇની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (ઓટીએ)માં એપ્રિલથી તેમની ટ્રેનિંગ શરૂ થશે. તેમના પતિએ પણ ત્યાં જ ટ્રેનિંગ લીધી હતી. 49 અઠવાડિયાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ માર્ચ, 2020માં તેઓ લેફ્ટનન્ટ તરીકે સૈન્યમાં જોડાશે.

 

પતિની જ વર્દી અને તેમના સ્ટાર ધારણ કરશે


ઉલ્લેખનીય છે કે તેમના પતિ ડિસેમ્બર, 2017માં અરુણાચલના તવાંગમાં ચીન સરહદે વિસ્ફોટકોની ટેન્ક ચેક કરતી વખતે અચાનક થયેલા વિસ્ફોટમાં શહીદ થયા હતા. ગૌરી મહાડિકે જણાવ્યું કે સૈન્યમાં જોડાઇને તેઓ પતિને શ્રદ્ધાંજલી આપવા માગે છે. તેઓ પતિની જ વર્દી અને તેમના સ્ટાર ધારણ કરશે. હાલ ગૌરી મુંબઇની એક ફર્મમાં કંપની સેક્રેટરી અને વકીલ છે. તેઓ ઇન્ડો-જર્મન ચેમ્બર ઓફ કોમર્સ સાથે પણ કામ કરી ચૂક્યા છે.

Gauri Mahadik: 10 days after his demise, I was thinking about what should I do now. I decided that I've to do something for him & that I'll join the forces & wear his uniform & his stars. I will join Army next year as a lieutenant after hardcore training at OTA in Chennai. pic.twitter.com/9LYkb9P9kz

— ANI (@ANI) February 24, 2019

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો