તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Demand For Policymaking About The Protection Of Human Rights Of The Security Force

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરમાં પથ્થરમારાનો મામલોઃ સુરક્ષા દળના માનવાધિકારના રક્ષણ અંગે નીતિ ઘડવા માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ આપી
  • સુરક્ષાદળના પણ માનવાધિકાર હોય છે

નવી દિલ્હી: પથ્થરમારાથી સુરક્ષાદળના માનવાધિકારની રક્ષા માટે  નીતિ બનાવવાની માંગ અંગે કરાયેલી અરજીની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સહમત થઈ છે. કોર્ટ નક્કી કરશે કે આ અંગે કોઈ નીતિ બનાવી શકાય છે કે કેમ? ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેન્ચે સોમવારે કેન્દ્ર સરકાર, સંરક્ષણ મંત્રાલય, જમ્મુ કાશ્મીર સરકાર અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને નોટિસ આપી જવાબ માગ્યો છે.

 

સુરક્ષાદળના પણ માનવાધિકાર હોય છે

 

સૈન્યના બે અધિકારીઓની બે પુત્રીઓ - 19 વર્ષની પ્રીતિ કેદાર ગોખલે અને 20 વર્ષની કાજલ મિશ્રાએ સુપ્રીમમાં પીઆઈએલ કરી છે. ઘણીવાર પથ્થરમારાથી જવાન ગંભીર ઘાયલ થઈ જાય છે અને કેટલીકવાર તેનું મોત પણ થઈ જાય છે. આત્મરક્ષણ માટે સુરક્ષાદળ જો કોઈ પગલાં ભરે તો માનવાધિકારની દલીલ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાય છે. સુરક્ષાદળના પણ માનવાધિકાર હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો