સરવે / ધ ગ્લોબલ પર્સુટ ઓફ બેટર સ્લીપ હેલ્થ નામથી ભારત સહિત 11 દેશોમાં ઊંઘ અને આરોગ્ય પર મોટો સરવે

Divyabhaskar.com

Mar 16, 2019, 01:51 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

 • 73% ભારતીય ઊંઘમાં સુધારો ઈચ્છે છે, 21% ને ગાઢ ઊંઘ નથી આવતી

નવી દિલ્હીઃ ભાગદોડવાળું જીવન લોકોના સ્વાસ્થ્ય પર અનેક રીતે અસર કરે છે, જેમાંથી એક સારી ઊંઘ ન આવવાનો પણ સમાવેશ થાય છે. ઊંઘ અંગે આઈટી સેક્ટરની વૈશ્વિક સ્તર પર અગ્રણી કંપની રોયલ ફિલિપ્સે તેના વાર્ષિક સર્વેક્ષણ હેઠળ ભારતના સંબંધમાં સામે આવેલાં પરિણામો શુક્રવારે જાહેર કર્યા, જેમાં 73 ટકા ભારતીયોએ ઊંઘની ગુણવત્તામાં સુધારાની ઈચ્છા વ્યક્ત કરી.
ભારતીયોમાં ઊંઘના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધી છે
1.

આ સર્વેક્ષણ ‘ધ ગ્લોબલ પરસ્યૂટ ઓફ બેટર સ્લીપ હેલ્થ’ શીર્ષક હેઠળ કરાયો હતો. ફિલિપ્સ તરફથી કેજીટી ગ્રૂપ દ્વારા કરાયેલા આ સર્વેક્ષણમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ભારત, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની, જાપાન, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા અને અમેરિકાના 11,006 લોકોની મુલાકાત લીધી.

તેમાં ભારત માટે સામે આવેલાં પરિણામોમાં 55 ટકા વયસ્કોએ કબૂલ્યું કે તે સારી ઊંઘ નથી લઈ રહ્યા, તેમ છતાં 73 ટકા લોકોએ ઊંઘની ગુણવત્તામાં સુધારાની ઈચ્છા વ્યક્ત કરી. આ સર્વેક્ષણ એ બાબતનો સંકેત આપે છે કે ભારતીયોમાં ઊંઘના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધી છે.

1 વર્ષમાં કુલ ઊંઘ 6.5થી વધીને 6.85 કલાક થઈ
2.
 • ગયા વર્ષની સરખામણીમાં કુલ ઊંઘ 6.54થી વધીને 6.85 કલાક થઈ ગઈ છે.
 • ઊંઘની બાબતમાં ચેન્નઈ આ વર્ષે કોલકાતાથી આગળ નીકળી પહેલી રેન્ક પર આવી ગયું છે, જેમાં કુલ ઊંઘ 6.31 કલાકથી વધી 6.93 કલાક છે.
 • માત્ર 19 ટકા લોકો જાગ્યા પછી આરામ અને તાજગી અનુભવે છે, જ્યારે 24 ટકાએ કહ્યું કે તે જાગ્યા પછી પણ ઊંઘ અનુભવે છે.
 • મહિલાઓની સરખામણીમાં પુરુષોને થોડાક વધુ પ્રમાણમાં ઊંઘ આવે છે.
 • પુરુષોને ઓછી ઊંઘ આવે છે, જેનાથી પરેશાન ઊંઘ વધુ હોય છે
 • યુવાનો (20-30)ને માત્રા અને ગુણવત્તા બંને બાબતમાં સૌથી વધુ ઊંઘ આવે છે, ત્યાર પછી કિશોર અને વયસ્ક આવે છે.
 • સિનિયર્સ (60 પ્લસ) અને વયસ્કો (45-60)ને ઓછી માત્રામાં ઊંઘ લેતા જોવામાં આવે છે.
 • 55 ટકા કિશોરોએ કહ્યું કે તેમને ઘેરી ઊંઘ આવે છે, જ્યારે સિનિયર્સમાં 21 ટકાએ આવું કહ્યું.
 • લગભગ 45 ટકા સિનિયર્સ ઊંઘ વચ્ચે ઊઠે છે, પરંતુ તુરંત સૂઈ જાય છે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી