તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકસભા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો રાજનાથ તૈયાર કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજનાથ સિંહ - Divya Bhaskar
રાજનાથ સિંહ
  • મીડિયા ગ્રૂપનું નેતૃત્વ રવિશંકર પ્રસાદ કરશે
  • જેટલી પ્રચાર વિંગના પ્રમુખ બનશે

નવી દિલ્હીઃ  આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે 17 સમિતિઓની રચના કરી હતી. પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની જવાબદારી વરિષ્ઠ નેતા રાજનાથ સિંહને સોંપાઇ છે. તે 20 સભ્યોની સંકલ્પ પત્ર સમિતિનું નેતૃત્વ કરશે. કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી, નિર્મલા સીતારમણ, રવિશંકર, ગોયલ અને નકવી ઉપરાંત મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આ સમિતિમાં સામેલ છે. સામાજિક સ્વયંસેવી સંગઠનોથી સંપર્ક કરનાર સમિતિના વડા નિતિન ગડકરીને બનાવાયા હતા. પ્રચાર સામગ્રી તૈયાર કરનાર સમિતિના વડા સુષમા સ્વરાજ બનશે.