ચૂંટણી વિશેષ / આ ગામનું નામ રાફેલ, બસ એટલા માટે પરેશાન છે

Divyabhaskar.com

Apr 15, 2019, 02:16 AM IST
રાફેલ ગામ
રાફેલ ગામ

  • આજુબાજુના ગામના લોકો મજાક ઉડાડે છે- કોંગ્રેસ આવશે તો તપાસ થશે
  • છત્તીસગઢના એક ગામમાં રાફેલ મુદ્દો પણ રાજકારણને લીધે નહીં

મનીષ પાંડે,મહાસમુંદ: નેશનલ હાઇવે-53 પર મહાસમુંદથી લગભગ 135 કિમી દૂર 150 પરિવારોનું ગામ છે. આ નાનકડાં ગામમાં ન તો રાફેલની ફેક્ટરી લાગશે ન તો રાફેલથી તેને કોઈ ફાયદો થવાોન છે પણ તેમ છતાં ચૂંટણીમાં સૌથી વધુ ઉછળી રહેલા મુદ્દામાંથી એક રાફેલ આ ગામ માટે સમસ્યા બની ગયું છે. કારણ છે તેનું નામ રાફેલ. ગામનું નામ રાફેલ હોવાથી અહીંના લોકો ગામની આજુબાજુના વિસ્તારોમાં હાસ્યના પાત્ર બની ગયા છે.

ગામના લોકો બીજા ગામમાં જાય છે તો તેમને ક્યારેક જિજ્ઞાસાથી ભરપૂર સવાલોનો સામનો કરવો પડે છે તો ક્યારેય કટાક્ષપૂર્ણ સશબ્દો સાંભળવા પડે છે કે કોંગ્રેસની સરકાર આવશે તો ગામના લોકોની તપાસ કરાવાશે. ગામનું નામ ચર્ચામાં છે. તેના પર ગામવાળાને કેવું લાગે છે? આ સવાલ પર વૃદ્ધો કહે છે કે ચર્ચામાં આવવાથી તેમને શું મળ્યું? ક્યારેય વડાપ્રધાન કાં કોંગ્રેસ અધ્યક્ષ આવતા તો તેમના ગામને પણ ફાયદો મળત.

ગામનું નામ ભલે ચર્ચામાં છે પણ રાજકારણને તે આકર્ષિત કરી શક્યું નથી. સોમવારે પ્રચારનો અંતિમ દિવસ છે પણ ગામના લોકો કહે છે કે કોઈપણ ઉમેદવાર અહીં પ્રચાર માટે નથી આવ્યો. ભાજપના કેટલાક કાર્યકરો જરૂરથી આવ્યા હતા. ગામના લોકો કહે છે કે વડાપ્રધાન ગમે તે બને અમને તો સિંચાઈની સુવિધા જોઈએ. હાલ વરસાદના ભરોસે ખેતી કરીએ છીએ. ખેડૂત પરીવારોએ મજૂરી માટે બહાર જવું પડે છે.

ગામનું નામ રાફેલ કેવી રીતે પડ્યું તે ગામના ઘરડા લોકો પણ નથી જાણતા. તે કહે છે કે પહેલા રાયપુર જિલ્લો હતો પછી 1998માં મહાસમુંદ જિલ્લો બન્યો જેમાં 21 વર્ષથી આ ગામ છે. ગામમાં 35 વર્ષથી રહેતી સુકાંતિ બાગ કહે છે કે ગામની ચર્ચા આવી પહેલા ક્યારેય થતી ન હતી. મહિલા પંચ સફેદ રાણાને જ્યારે સવાલ કર્યો કે સુપ્રીમકોર્ટમાં ફરી રાફેલ મામલે સુનાવણી થશે તો તેમણે કહ્યું કે આ બધુ અમને નથી સમજાતું. ખબર નહીં બધા કેમ ગામની પાછળ પડી ગયા છે.

X
રાફેલ ગામરાફેલ ગામ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી