તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ સૈનિકોના સન્માનમાં દેશનું પહેલું નેશનલ વોર મેમોરિયલ તૈયાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીવાલ પર વીરોના નામ કોતરાયા છે - Divya Bhaskar
દીવાલ પર વીરોના નામ કોતરાયા છે
  • 1960માં દરખાસ્ત થઈ હતી, 6 દાયકા પછી દેશનું પહેલું વોર મેમોરિયલ તૈયાર થયું
  • ઈન્ડિયા ગેટ પાસે 40 એકર એરિયામાં બનેલા મેમોરિયલનો ખર્ચ 500 કરોડ રૂપિયા છે, મ્યુઝિયમ બનાવવાનું બાકી

નવી દિલ્હી: શહીદ સૈનિકોના સન્માનમાં દેશનું પહેલું નેશનલ વોર મેમોરિયલ તૈયાર થઈ ગયું છે. રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે 40 એકર વિસ્તારમાં બનેલું આ મેમોરિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાષ્ટ્રને સમર્પિત કરશે. મેમોરિયલ દેશની રક્ષા માટે શહીદ થનારા 25 હજાર 942થી વધુ વીર જવાનોની યાદમાં બનાવાયું છે.

નેશનલ વોર મેમોરિયલને એવી રીતે તૈયાર કરાયું છે જેનાથી રાજપથ અને તેની ભવ્ય રચના સાથે કોઈ ચેડાં ન થાય. તેની બાજુમાં સૂચિત નેશનલ વોર મ્યૂઝિયમ માટે યોગ્ય ડિઝાઈન નિશ્ચિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેનો પ્રારંભિક ખર્ચ અંદાજે 500 કરોડ રૂપિયા છે અને તેને તૈયાર થવામાં હજી થોડાક વર્ષ વધુ લાગશે. ષટકોણ આકારમાં બનેલા મેમોરિયલના કેન્દ્રમાં 15 મીટર ઊંચો સ્મારક સ્તંભ બનાવાયો છે.

તેના પર ભિંત ચિત્ર, ગ્રાફિક પેનલ, શહીદોના નામ અને 21 પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તિ બનાવાઈ છે. સ્મારક ચાર ચક્રો પર કેન્દ્રીત છે - અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર, રક્ષક ચક્ર. તેમાં ભૂમી દળ, હવાઈ દળ અને નૌકાદળના જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ છે. શહીદોના નામ દીવાલની ઈંટો પર કોતરવામાં આવ્યા છે.

પહેલી વખત 1960માં નેશનલ વોર મેમોરિયલ બનાવવાની દરખાસ્ત સશસ્ત્ર દળો આપી હતી. સરકારની ઉદાસીનતાની સાથે જ અમલદારો અને સૈન્ય વચ્ચેના  અવરોધોના કારણે તેનું નિર્માણ થઈ શક્યું નહીં. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી કેબિનેટે ઓક્ટોબર 2015માં આ સ્મારકના નિર્માણને મંજૂરી આપી હતી. ત્યાં સુધી 6 દાયકા પસાર થઈ ગયા હતા.

  • દુનિયાના મોટા દેશોમાં માત્ર ભારતમાં જ અત્યાર સુધીમાં સ્મારકનું નિર્માણ નહોતું થયું.
  • અંગ્રેજોએ પહેલા વિશ્વ યુદ્ધમાં શહીદ ભારતીયોની યાદમાં 1931માં ઈન્ડિયા ગેટ બનાવ્યો હતો.
  • 1971ના યુદ્ધમાં શહીદ થયેલા 3843 સૈનિકોના સન્માનમાં અમર જવાન જ્યોતિ બનાવાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો