તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લક્ષ્ય અને મરીને મેચ જીતતા પુણેની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત, બીજી ટીમોના પરિણામ પર મદાર રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુણે 7 એસીસે દિલ્હી ડેશર્સને 5-0થી હરાવ્યું 
  • મોટા ભાઈ ચિરાગ સામે લક્ષ્યે મેચ જીતી
  • કેરોલીના મરીને ફોર્મમાં પરત ફરી મેચ જીતી 

અમદાવાદ: ઓલમ્પિક ચેમ્પિયન કેરોલીના મરીન અને એશિયન જુનિયર ચેમ્પિયન લક્ષ્ય સેને શાનદાર અંદાજમાં મેચ જીતીને પુણે 7 એસીસને દિલ્હી ડેશર્સ સામે ધ અરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે 5-0થી જીત અપાવી હતી. આ સાથે તેમણે પુણેની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. અન્ય મુકાબલામાં મીથિયાસ બોયે પણ જોરદાર ફાઇટ આપી ચિરાગ શેટ્ટી સાથે મળીને દિલ્હીના બીઓ ચાઇ અને મનીપ જોનગજીત સામે મેચ જીતાડી હતી.


પૂણે છ મેચમાં પાંચ વિજય અને 17 પોઈન્ટ સાથે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જોકે, અવધ વોરિયર્સ 16 પોઇન્ટ સાથે ચોથા અને બેંગલુરૂ રેપટોર્સ 13 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે અને પૂણે કરતા બે મેચ ઓછી રમ્યા છે. તેથી વોરિયર્સ અને રેપટોર્સની મેચ પર પુણેની સેમિફાઇનલ પ્રવેશનો મદાર રહેશે.

દિલ્હીના ચિરાગ સેન અને પુણેના લક્ષ્ય સેનનો મુકાબલો ભારતીય બેડમિન્ટનના ચાહકોને સૌથી વધુ મજા કરાવનાર હતો. 17વર્ષીય લક્ષ્ય છેલ્લા ત્રણ વર્ષથી નેશનલ્સમાં સિનિયર્સ રમે છે અને જુનિયર એશિયન ચેમ્પિયન જીતી વર્લ્ડ ચેમ્પિયન રહી ચુક્યો છે.  જ્યારે બીજી તરફ તેનો ભાઈ ચિરાગ સિનિયર્સમાં ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. બધાના આશ્ચર્ય વચ્ચે લક્ષ્ય સામે ચિરાગ મેચ હારી ગયો હતો. લક્ષય પહેલી ગેમથી જ એગ્રેસીવ રમ્યો હતો. એક સમયે તે  8-6થી લીડ કરી રહ્યો હતો અને તે બાદ ગેમ ચિરાગે ફાઇટ આપતા ગેમ 12-12ની બરોબરી પર આવી ગઈ હતી. તે બાદ લક્ષયે લય પકડતા તેના મોટા ભાઈ પાસે તેની સ્પીડનો કોઈ જવાબ ન હતો. લક્ષ્યે તે રિધમ જાણવી રાખતા ચિરાગ પાસે ફોર્સડ એરર કરાવી અને તે ઉપરાંત નેટ્સ પર ટચ પ્લે દ્વારા તેને 15-12, 15-11થી માત આપી હતી. 

સ્પેનની ઓલમ્પિક ચેમ્પિયન કેરોલીના મરીને રશિયાની ઇવજેનિયા કોસેટ્સક્યાને 15-5, 15-6 એમ બે ગેમમાં સરળતાથી હરાવી હતી. પોતાની આક્રમક રમત માટે જાણીતી પુણેની કેપટન મરીને કોસેટ્સક્યાને તેનો સારી રીતે પરચો આપ્યો હતો. તેની ઝડપ અને એક્યુરેસીનો વર્લ્ડ નંબર 32 રશિયન પાસે કોઈ જવાબ ન હતો. બંને ગેમમાં મરીન સામે તેણે તરત જ હથિયાર હેઠા મૂકી દેતા 20 મિનિટમાં શરણાગતિ સ્વીકારી હતી. પોતાની ગઈ મેચમાં ચેન્નાઇની સુગ જી યુ સામે હાર્યા બાદ મરીન ફોર્મમાં પરત ફરતા ટુર્નામેન્ટના અંતિમ સ્ટેજમાં પુણે માટે સારા સમાચાર છે.

અન્ય સમાચારો પણ છે...