તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીતિન ગડકરીએ ઈંદિરા ગાંધીની પ્રશંસા કરી, કહ્યું- તેમણે આરક્ષણ વગર પોતાની જાતને સાબિત કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રિય મંત્રી ગડકરીએ વસુંધરા, સુષ્મા સ્વરાજ અને સુમિત્રા મહાજનની પણ પ્રશંસા કરી
નાગપુરઃ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ઈંદિરાને પોતાની યોગ્યતા સાબિત કરવા માટે આરક્ષણની જરૂર પડી ન હતી. કોંગ્રેસમાં આરક્ષણ વગર પુરુષ નેતાઓની સરખામણીમાં વધારે સારુ કામ કર્યું હતું. ગડકરીએ કહ્યું કે તે મહિલાઓના આરક્ષણના વિરોધમાં નથી પરંતુ હું જાતી અને ધર્મ આધારિત રાજનીતિના વિરોધમાં છું.

ગડકરીએ સેલ્ફ હેલ્પ ગૃપ્સના એક કાર્યક્રમમાં આ વાત કરી હતી. તેમણે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પણ ચર્ચા કરી. તેમનું કહેવું હતું કે આ બધાએ રાજકિય ક્ષેત્રમાં સારુ કાર્ય કર્યું છે. આ બધી મહિલાઓ કોઈ આરક્ષણની આભારી નથી.

ગડકરીએ કહ્યું કે તે મહિલા આરક્ષણના વિરોધમાં નથી પરંતું મારુ માનવું છે કે જાતિ અને ધર્મના આધારે રાજનીતિ કરવી ખોટી છે. વ્યક્તિ પોતાના જ્ઞાનના આધારે વધારે સારુ કાર્ય કરે છે નહી કે પોતાની જાતિ, ધર્મ કે ક્ષેત્રના આધારે. ક્યા કોઈએ પુછ્યું કે સાઈ બાબા, ગજાનન મહારાજ અને સંત તુકડોજી મહારાજનો ધર્મ ક્યો હતો? શું છત્રપતિ શિવાજી મહારાજ, ડૉ. આંબેડકર અને જ્યોતિબા ફુલેની કોઈએ જાતિ પુછી?