અભિપ્રાય / સર્જિકલ સ્ટ્રાઈક જેવી સ્થિતિ પછી લોકો મોટા ભાગે સરકાર સાથે રહે છે: રુચિર શર્મા

રુચિર શર્માની ફાઈલ તસવીર
રુચિર શર્માની ફાઈલ તસવીર
X
રુચિર શર્માની ફાઈલ તસવીરરુચિર શર્માની ફાઈલ તસવીર

  • મોર્ગન સ્ટેન્લી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીના એમડી અને ચીફ સ્ટ્રેટેજિસ્ટ રુચિર શર્માએ ચૂંટણીનાં સમીકરણ જણાવ્યાં
  • વિશ્વના 50 પ્રભાવશાળી લોકોમાં સામેલ રુચિર શર્મા રૂ. 1.77 લાખ કરોડથી વધુના ફંડના મેનેજર 

Divyabhaskar.com

Mar 08, 2019, 05:41 PM IST
ભાસ્કર ઈન્ટરવ્યૂઃ બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે, રુચિર શર્મા દુનિયાના 50 પ્રભાવશાળી લોકો પૈકીના એક છે. ફોરેન પોલિસી મેગેઝિને તેમને 100 ગ્લોબલ થિંકર્સમાં સામેલ કર્યા હતા. તેઓ દુનિયાભરમાં ફરીને રોકાણ અંગેનાં પુસ્તકો લખી ચૂક્યા છે. ભારતમાં તેમણે મિત્રો સાથે 25 વર્ષમાં 27 અંગત ચૂંટણીયાત્રા કરી છે. હાલની વિધાનસભા ચૂંટણીઓ પછી તેમનું નવું પુસ્તક ‘ડેમોક્રેસી ઓન ધ રોડ’ પ્રકાશિત થયું હતું. ભાસ્કરના અવનીશ જૈને તેમની સાથે રાજકીય, સામાજિક અને આર્થિક મુદ્દે વાતચીત કરી. તેમણે ચૂંટણીયાત્રાના અનુભવના આધારે પુલવામા હુમલા પછી દેવામાફી સહિતના અનેક મુદ્દે પૂછાયેલા સવાલોના તાર્કિક જવાબ આપ્યા.
1. પુલવામા આતંકી હુમલો અને તેના પછી પાકિસ્તાન સામે કરેલી કાર્યવાહીની ચૂંટણી પર શું અસર પડશે?
સર્જિકલ સ્ટ્રાઈક જેવી સ્થિતિ પછી લોકો મોટા ભાગે સરકાર સાથે રહે છે. હવે મજબૂત મહાગઠબંધન બને તો જ મોદી સામે મુકાબલો કરવો શક્ય છે. પુલવામા હુમલાથી રાજકારણમાં એક ‘એક્સ’ ફેક્ટર આવી ગયું છે. 2008માં ભાજપ મજબૂત હતો, ત્યારે મુંબઈ હુમલો થયો. ત્યાર પછી ચૂંટણીમાં લોકોએ યુપીએને સાથ આપ્યો. જોકે, એવાં ઉદાહરણ પણ છે કે  જે પક્ષોએ લોકોની ભાવના સાથે ખિલવાડ કર્યો હોય તેમને સત્તામાંથી હટાવી દેવાયા હોય.
2. પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે?
હું નથી માનતો કે, આ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી ખાસ કંઈ કરી શકે. અલબત્ત, અમેઠી અને રાયબરેલીમાં આપણે તેમનો કરિશ્મા જોયો, પરંતુ ઉત્તર ભારતમાં જાતિ વ્યવસ્થાને ઉખાડીને ફેંકી દેવી તેમના માટે મુશ્કેલ છે. જો તેઓ મોદી વિરુદ્ધ ચૂંટણી લડે તો કરિશ્મા સર્જાઈ શકે છે. 
3. તમે 27 ચૂંટણીયાત્રા કરી ચૂક્યા છો. 2019ની લોકસભા ચૂંટણીનું દૃશ્ય તમે કેવી રીતે જુઓ છો?
મેં ભારતને એક દેશથી વધુ 29 રાજ્યના વિશાળ મહાદ્વીપના રૂપમાં જોયો છે. એ અનુભવને મેં મારા પુસ્તક ‘ડેમોક્રેસી ઓન ધ રોડ’માં સમાવવાનો પ્રયાસ કર્યો છે. 2019ની ચૂંટણી ફક્ત રાષ્ટ્રીય સ્તરની લોકસભા ચૂંટણી નથી, પરંતુ દરેક રાજ્યમાં લડાનારી ચૂંટણી હશે. સ્થાનિક પક્ષો પ્રભા‌વશાળી છે અને તેઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે.
4. મહાગઠબંધનની વાત થઈ રહી છે, જે જમીની સ્તર પર કોઈ પ્રભાવ પાડી શકશે? તે વાસ્તવિક રૂપ ક્યારે લેશે?
મને શંકા છે કે, કોઈ મોટું મહાગઠબંધન વાસ્તવિક રૂપ લેશે. હાલના સંજોગોમાં તો ચૂંટણી પહેલાં તે શક્ય નથી જ લાગતું. અનેક રાજ્યોમાં ચૂંટણી પહેલાં ગઠબંધન જરૂર થઈ શકે છે, પરંતુ એક મોટું મહાગઠબંધન બનવાની શક્યતા ચૂંટણી પછી જ નજર આવી રહી છે.
5. દેવામાફી જેવા મુદ્દા નબળા રાજકારણનું પરિણામ છે કે પ્રજાનો વિશ્વાસ જ એવા વિકાસ પર છે?
દેવામાફી કૃષિ ક્ષેત્રમાં આર્થિક સુધારા ના થયા તેનું પરિણામ છે. એવું લાગે છે કે, સરકાર ખેડૂતોનું ભલું કરી શકતી જ નથી. આ જ કારણ છે દરેક ચૂંટણીમાં આ રીતે લાભોની માગ તેજ ગતિએ વધી રહી છે. 
6. 2014થી 2019ની રાજકીય સ્થિરતા વિકાસની દૃષ્ટિએ બહુ નોંધપાત્ર નથી. 2019 પછી ગઠબંધનની રાજનીતિથી આપણને શું લાભ થશે?
દેશની રાજનીતિનો ડીએનએ જ સમાજવાદ અને રાજ્યવાદ છે. મોદી જે રીતે સત્તામાં આવ્યા તેનાથી એવું લાગ્યું કે જાણે તે રોનાલ્ડ રેગન હોય! તેમણે સરકારની ભૂમિકા ઓછી કરવાની વાત કરી, પરંતુ અર્થતંત્રમાં સરકારી સત્તાનો સૌથી વધુ ઉપયોગ તેમણે જ કર્યો. તેઓ સરકારને લોકપ્રિય બનાવવા માટે અનેક જનકલ્યાણકારી યોજનાઓ લાવ્યા. આ પ્રકારની લોકપ્રિયતાની હરીફાઈ વિકાસ માટે સૌથી વધુ ખતરનાક છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી