તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીથી પાઈલટબંદીના મુદ્દા લોકસભા ચૂંટણીને અસર કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જીએસટી અને નોટબંધી જેવા મુદ્દાઓ મોદીની પરીક્ષા કરશે
નવી દિલ્હી: ચૂંટણીપંચે મતદાનની તારીખોની જાહેરાત કરી દીધી છે. આજે વાંચો મુદ્દાઓનું રિકોલ. જાણો જે મુદ્દાએ યુપીએ-2ને સત્તા પરથી બહાર કર્યું તે મોદી સરકાર પર કેટલા અસરકારક સાબિત થશે. નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયો...જેમણે દેશને લાઈનમાં અને ટેક્સ ગણતરીની જાળમાં ગૂંચવી દીધો...તે મોદી પર શું ખરેખર ભારે પડશે?

નોટબંધી: આ સૌથી ચોંકાવનારો નિર્ણય હતો. સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકી દીધો. રાતો-રાત પોતાના રૂપિયા બદલાવવા માટે દેશ લાઈનમાં ઊભો રહી ગયો.
સુપ્રીમકોર્ટ: દેશના ઈતિહાસમાં પહેલી વખત સુપ્રીમના જજ વિવાદોના કારણે મીડિયા સામે આવ્યા. લોકતંત્ર પર જોખમ હોવાનું કહ્યું. તત્કાલીન સીજેઆઈ મિશ્રાની પદ્ધતિઓ પર સવાલ ઊઠ્યા.
જીએસટી: સરકારે 17 પ્રકારના ટેક્સ અને 23 સેસને ભેળવીને 17 વર્ષના પ્રયાસો પછી જીએસટી લોન્ચ કરી દીધો. વન નેશન, વન ટેક્સની ક્રાંતિ વિરુદ્ધ ભારત બંધ પણ થયું.
આરબીઆઈ: સરકાર જ રિઝર્વ બેન્કના વડા બનાવીને લાવી હતી. પરંતુ સરકાર સાથે તણાવ વચ્ચે ઊર્જિત પટેલે પદ છોડ્યું.
બેરોજગારી: મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે ગયા વર્ષે એક કરોડ લોકોએ તેમની નોકરીઓ ગુમાવી દીધી. NSSO મુજબ 2017-18માં બેરોજગારીનો દર 6.1 ટકા હતો જે 1972-73 પછી સૌથી વધુ છે.
ગાય, મોબ લિન્ચિંગ: પાંચ વર્ષમાં બીફ પહેલી વખત મુદ્દો બન્યું. મોબ લિન્ચિંગના અનેક કેસ સામે આવ્યા.
ત્રણ તલાક: મુસ્લિમ મહિલાઓ સાથે સંકળાયેલો સૌથી મોટો અને વિવાદાસ્પદ મુદ્દો.
એટ્રોસિટીઝ એક્ટ-સવર્ણ અનામત: SC-ST એક્ટ પર વિવાદ. સવર્ણ અનામતની પરીક્ષા.
સર્જિકલ સ્ટ્રાઈક: 2016માં ઉરીમાં સૈન્ય કેમ્પ પર હુમલો થયો. 11 દિવસ પછી ભારતે પીઓકેમાં આતંકીઓના કેમ્પનો નાશ કર્યો.
એર સ્ટ્રાઈક: પુલવામાનો બદલો એર સ્ટ્રાઈકથી લેવાયો. પાક.ના એફ-16ને ખદેડવાના ચક્કરમાં પાઈલટ અભિનંદન પાક.ની પક્કડમાં આવી ગયો. ચારે બાજુના દબાણ પછી છૂટ્યો.

3) છેલ્લી ચૂંટણીના મુદ્દા આ વખતે ક્યાં?

2014માં યુપીએ પર દસ વર્ષની નારાજગી ભારે પડી હતી. મોદી વિરુદ્ધ એવું નથી દેખાતું. કારણ - રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં તો સૂત્રો પણ પોકારાયાં... મોદી તારી સાથે વેર નથી... વસુંધરા તારી ખૈર નથી.

2014ની ચૂંટણીમાં કોંગ્રેસની ડ્રાઈવિંગ સીટ પર સોનિયા ગાંધી હતાં. આ વખતે રાહુલ અધ્યક્ષ છે. પ્રિયંકા ગાંધીની પોલિટિકલ એન્ટ્રી થઈ ગઈ છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુપીએ-2ના સમયે અણ્ણા અને રામદેવના આંદોલને જનતાને સરકાર વિરુદ્ધ ઊભા કરી દીધી હતી. મોદીના કાર્યકાળમાં રાફેલ મુદ્દો તો બન્યો, પરંતુ અણ્ણા જેવું મોટું આંદોલન ન થયું.

2014ની ચૂંટણીમાં વિપક્ષ એટલે કે એનડીએ પાસે પીએમ તરીકે પ્રોજેક્ટ કરવા મોદીનો ચહેરો હતો. આ વખતે વિપક્ષ - યુપીએ કોઈના નામ પર એક દેખાતા નથી.

8) a