તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું ‘ગાંધી પીસ પ્રાઈઝ’થી સન્માન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અક્ષયપાત્ર ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં બાળકોને મધ્યાહન ભોજન પુરું પાડે છે
 • રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા અક્ષયપાત્ર ફાઉન્ડેશનને રોકડ પુરસ્કાર-સર્ટિફિકેટ
 • સમારંભમાં ડો. મહેશ શર્મા, એલ.કે. અડવાણી સહિતના મહાનુભાવ હાજર રહ્યા
દિલ્હી-અમદાવાદ: દેશભરના લાખો બાળકોને દરરોજ મધ્યાહન ભોજન ઉપલ્બધ કરાવતા ભારતના સામાજીક અને આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપવા બદલ અક્ષયપાત્ર ફાઉન્ડેશનને બહુ પ્રતિષ્ઠિત ગાંધી પીસ પ્રાઈઝથી વર્ષ 2016 માટે સન્માનિત કરવામાં આવ્યા. આજ રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારંભમાં સંયુક્ત રીતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા મધુ પંડિત દાસ  (ચેરમેન ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન)ને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા.

તા. 26 ફેબ્રુઆરી 2019ના રોજ આ સંદર્ભમાં છેલ્લા ચાર વર્ષના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ માટેની જયુરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગાઈ, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન, લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકારજુન ખડગે અને સંસદના સભ્ય લાલકૃષ્ણ અડવાણીએ સર્વશ્રેષ્ઠ રીતે અક્ષયપાત્રની તેના સામાજિક ક્ષેત્રેના શ્રેષ્ઠ યોગદાન બદલ પસંદગી કરી હતી.

આવું ઉત્કૃષ્ઠ પ્રકારનું પ્રતિષ્ઠિત પુરસ્કાર મળતા અક્ષયપાત્ર વતી મધુ પંડિત દાસે જણાવ્યું કે ‘ગાંધી પીસ પ્રાઈઝ’ માટે અક્ષયપાત્ર ફાન્ડેશનની પસંદગી થવી એ ફાઉન્ડેશન માટે એક અસાધારણ ગૌરવ અને સન્માનની વાત છે. “કોઈપણ બાળક ભૂખના લીધે શિક્ષણથી વંચિત ન રહે” તેવા ધ્યેય સાથે ફાઉન્ડેશન દરરોજ તાજું, પોષણયુક્ત ભોજન સરકારી શાળાના બાળકોને વર્ષ 2000થી ઉપલબ્ધ કરાવી રહ્યુ છે. અમારું ફાઉન્ડેશન ભારતમાં ભૂખ અને કુપોષણની સમસ્યાને નાથવા સતત પ્રયત્ન કરી રહી છે અને દેશના 12 રાજયોમાં સરકારી અને સરકાર સહાયિત શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનું અમલીકરણ કરી શિક્ષણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સંબોધનમાં અક્ષયપાત્ર દ્રારા મોટા પાયે બાળકોને પોષણયુક્ત ભોજન પુરું પાડવામા આવતા કાર્યની પ્રશંસા કરી. એમણે કહ્યું કે બાળકોને ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ભોજન પુરું પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી અક્ષયપાત્રએ વિશ્વસ્તરના ધોરણો નકકી કર્યા છે. તેમના અધાગ પ્રયત્નો દ્રારા ફાઉન્ડેશન દેશના 12 રાજયોના 17 લાખ કરતા વધુ બાળકોને દરરોજ ભોજન પુરું પાડે છે. મને જણાવવામાં આવ્યુ છે કે અક્ષયપાત્ર તેમના સતત પ્રયત્નો દ્રારા યુ.એન.ના બે સ્સટેઈનેબલ ડેવલોપમેન્ટ ગોલસ્ ઝીરો હન્ગર અને ક્વોલીટી એજ્યુકેશન પ્રાપ્ત કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યુ છે.

સંમેલનમાં સંબોધન કરતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે “અક્ષયપાત્ર ફાઉન્ડેશને બાળકોને મધ્યાહન ભોજન આપવાની સરકારની પહેલને વ્યાવસાયિક અનુભવ આપી સરકાર સાથેની પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપને  સફળ બનાવ્યુ છે. હાલમાં જ વૃંદાવનમાં મને અક્ષયપાત્રનું 300મી કરોડ થાળી પીરસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમણે એમ કહ્યું કે જો બાળકો તંદુરસ્ત હશે તો ભારત દેશ પણ તંદુરસ્ત રહેશે. 300 કરોડ ભોજન સેવાની સિમાચિહ્નરૂપ સિધ્ધિની યાદગીરી માટે યોજેલ કાર્યક્રમની ઉજવણી દરમિયાન નરેન્દ્ર મોદીએ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કાર્યની પ્રશંસા કરી હતી. એમણે કહ્યું હતું કે “લાખો બાળકોને ભોજન ઉપલ્બધ કરાવનાર અક્ષયપાત્ર ફાઉન્ડેશનને “ગાંધી પીસ પ્રાઈઝ” આપવામાં આવ્યું છે. ઉપરાંત, મધુપંડિત દાસનું પદ્મશ્રી એવાર્ડથી સન્માનવામાં આવ્યા હતા. હું સર્વેને હ્દયથી આ સન્માન બદલ શુભેચ્છા પાઠવું છું.” વડાપ્રધાને સંબોધનના અંતમાં જણાવ્યુ હતું. કે હું આ સિમાચિહ્નરૂપ સિધ્ધિ પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવું છે અને આશા રાખું છું કે તમારું કાર્ય આવાજ સમર્પણ ભાવ અને વલણ સાથે આગળ તેમ કરતા રહેશો.

અક્ષયપાત્ર ફાઉન્ડેશન એક નોટ-ફોર-પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન છે જે સતત પ્રયાસ થકી શાળાકીય વર્ગખંડની ભૂખને નાથવા અને બાળકો શાળામાં આવે તે માટે સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડવાનું કાર્ય કરે છે. વર્ષ 2000થી, ફાઉન્ડેશન વધુમાંવધુ બાળકોને સંપૂર્ણ ભોજનનો લાભ મળે તે માટે કાર્ય કરી રહ્યું છે. લાખોને બાળકોને ભોજન આપવા માટે ફાઉન્ડેશન ટેકનોલોજીનો લાભ સતત લઈ રહ્યું છે. અક્ષયપાત્રના અદ્યતન રસોડા અભ્યાસનો વિષય બન્યો છે અને દુનિયાભરના જિજ્ઞાસુ મુલાકાતીઓને આકર્ષી રહ્યું છે.

ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો, અને ઘણા પરોપકારી દાતાઓ અને શુભચિંતકોના અનન્ય સહકાર થકી 5 શાળાઓના 1500 બાળકોને ભોજન પૂરુ પાડવાની કરવામાં આવતું એક સૌમ્ય શરૂઆત બાદ અક્ષયપાત્ર સંસ્થાનો બહોળો વિકાસ થયો છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્રારા કાર્યરત મધ્યાહન ભોજનનો કાર્યક્રમ એ દુનિયાનો સૌથી મોટો (નફ-માટે-નહીં) શાળાકીય ભોજન કાર્યક્રમ છે જે 12 રાજયની આશરે 14,702 સરકારી શાળાઓના 17 લાખ 60 હજાર બાળકોને પોષણક્ષમ આહાર પુરો પાડે છે. ગુજરાતમાં સંસ્થાના હાલમાં અમદાવાદ, કલોલ, વડોદરા, સુરત, ભાવનગર અને ભુજ ખાતે કેન્દ્રીયકૃત રસોડા આવેલ છે. જે ગુજરાતભરના 4 લાખથી પણ વધુ બાળકોને શાળાકીય દિવસોમાં દરરોજ ભોજન ઉપલબ્ધ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો