વિવાદ / જયાપ્રદા મામલે યોગી બોલ્યા- આઝમ ખાન જેવા લોકો માટે જ એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવી

divyabhaskar.com | Updated - Apr 15, 2019, 06:43 PM

  • સપાના પૂર્વ નેતા અમર સિંહે એક ચેનલ સાથેની વાતચીતમાં આઝમ ખાનને રાક્ષસ કહ્યાં
  • યોગીએ અખિલેશ યાદવ અને માયાવતીના મૌન ઉપર પણ પ્રહાર કર્યા


નવી દિલ્હી: જયા પ્રદા પર સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુર લોકસભા સીટના ઉમેદવાર આઝમ ખાનના નિવેદન પર વિવાદ સતત વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આઝમ ખાનના નિવેદનની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે, આવા લોકો માટે જ અમે સરકાર બનાવ્યા પછી એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવી છે. આ કડીમાં હવે સપાના પૂર્વ નેતા અમર સિંહનું નામ પણ સામેલ થયું છે. સોમવારે એક ચેનલ સાથેની વાતચીતમાં અમર સિંહે આઝમ ખાનને રાક્ષસ કહ્યાં છે.

યોગી આદિત્યનાથે કહ્યું છે કે, આઝમ ખાનનું નિવેદન સમાજવાદી પાર્ટીની વિચારધારા દર્શાવે છે. આઝમ ખાનના આ નિવેદન પછી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનું મૌન પણ શરમ જનક છે. યોગીએ આઝમ ખાનની સરખામણી ચંચળ વ્યક્તિ સાથે કરી છે. યુપી સીએમએ આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, એક મહિલા તરીકે તેઓ કેવી રીતે ચુપ રહી શકે. સત્તા માટે આ લોકો કંઈ પણ કરવા અને સહન કરવા તૈયાર છે.

આઝમને પાકિસ્તાન મોકલી દો- અમર સિંહઃ અમર સિંહે કહ્યું કે, "માલિકે માણસને માણસ બનાવ્યો, આઝમે તેને હિંદુ કે મુસ્લિમ બનાવ્યો. જો તે હિંદુઓને આટલી નફરત કરે છે તો તે પાકિસ્તાન જતા રહે. કાશ્મીર ભારતનું અંગ નથી, આ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આઝમ ખાને. મોદીના ગુજરાતમાં કેટલાં વર્ષોથી રમખાણો નથી થયા? જે રમખાણનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર ભાઈનું મોઢું કાળું કર્યુ હતું, શું તે પછી ગુજરાતમાં કોઈ તોફાનો થયા? પરંતુ આ ઈસ્લામપરસ્ત અખિલેશ યાદવના રાજમાં કેટલાં રમખાણો થયા. જ્યારે મુઝફ્ફરપુરમાં તોફાનો થઈ રહ્યાં હતા ત્યારે તેઓ શું કરી રહ્યાં હતા. મલ્લિકા શેરાવતના ઠુમકા જોઈ રહ્યાં હતા અને મલ્લિકા શું કરી રહી હતી. તે અખિલેશને જોઈને 'ભીગે હોઠ તેરે' કહી રહી હતી."
X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App