અમેરિકા / દુનિયાના સૌથી મોટા વિમાને પહેલી ઉડાન ભરી, જેનો ઉપગ્રહોના લોન્ચ પેડ તરીકે ઉપયોગ કરાશે

Divyabhaskar

Apr 14, 2019, 02:42 PM IST
Worlds largest plane makes first test flight in us
X
Worlds largest plane makes first test flight in us

  •  બે એરક્રાફ્ટ બોડી વાળા આ વિમાનમાં 6 બોઈંગ 747 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે 
  •  આ વિમાનના પંખાની લંબાઈ એક ફુટબોલ મેદાનથી પણ વધારે છે. 
  • વિમાન ઉપગ્રહોને સ્પેશ સુધી પહોંચાડવા માટે મદદરૂપ નીવડશે. 

વોશિંગ્ટનઃ દુનિયાના સૌથી મોટા વિમાને કેલિફોર્નિયાનાં પહેલી વખત ઉડાન ભરી છે. આ વિમાનનું પરીક્ષણ આશરે અઢી કલાક સુધી મોજાવે રેગિસ્તાન પર કરવામાં આવ્યું છે. આ વિમાનમાં 6 બોઈન્ગ 747 એન્જિન લાગેલા છે. વિમાનનો પંખો એક ફુટબોલ મેદાન કરતા પણ મોટો છે. જેને સ્કેલ્ડ કમ્પોડિટ્સ એન્જિનીયરિંગ કંપનીએ તૈયાર કર્યો છે. 
ઉપગ્રહ છોડવાનો ખર્ચ ઓછો થશે
1.આ વિમાન રોકેટ અને ઉપગ્રહોને અંતરિક્ષમાં તેમની  સ્પેસ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. હાલના સમયમાં ટેકઓફ રોકેટની મદદથી ઉપગ્રહોને સ્પેસમાં મોકલવામાં આવે છે. જો આ યોજના સફળ નિવડશે તો ઉપગ્રહોને સ્પેસ સુધી પહોંચાડવા માટે આ વિમાન શ્રેષ્ઠ વિકલ્પ હશે અને ઉપગ્રહ છોડવાનો ખર્ચ પણ ઓછો થશે. 
વિમાન કેમ ખાસ છે?
2.આ બે એરક્રાફ્ટ બોડીવાળું વિમાન છે. જેની બોડી પરસ્પર જોડાયેલી છે. વિમાનમાં 6 એન્જિન લગાડવામાં આવ્યા છે. વિમાનના પંખાની લંબાઈ 385 ફુટ છે. વિમાન પહેલી ઉડાનમાં જ 15 હજાર ફુટે પહોંચ્યું હતું. આ દરમિયાન તેની ગતિ 170 માઈલ પ્રતિ કલાક રહી હતી. જેને સેટેલાઈટના લોન્ચ પેડ માટે તૈયાર કરવામાં આવ્યું છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી