તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પેશિયલ PMLA કોર્ટે માલ્યા આર્થિક ગુનેગાર-ભાગેડુ જાહેર કરાયો, સંપત્તિ જપ્ત કરી લેવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે આ ચુકાદાને 26 ડિસેમ્બરે 2018ના રોજ 5 જાન્યુ. 2019 સુધી સુરક્ષીત રાખ્યો હતો
  • માલ્યાએ PMLA કોર્ટમાં દલીલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર નથી અને ન મનિલોન્ડરિંગ કેસમાં સામેલ છે

મુંબઈ: બેન્ક લોન કૌભાંડમાં આરોપી વિજય માલ્યાને PMLA કોર્ટે ભાગેડુ જાહેર કરી દીધો છે. વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા ઈડીએ આ સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર કોર્ટે આજે સુનાવણી કરી છે. આમ PMLA કોર્ટના ચુકાદા પછી માલ્યા નવા કાયદા અર્તગત દેશનો પહેલો ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કોર્ટે આ ચુકાદાને 26 ડિસેમ્બરે 2018ના રોજ 5 જાન્યુ. 2019 સુધી સુરક્ષીત રાખ્યો હતો. માલ્યાએ PMLA કોર્ટમાં દલીલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર નથી અને ન મનિલોન્ડરિંગ કેસમાં સામેલ છે. આ પહેલાં વિજય માલ્યાએ ડિસેમ્બર મહિનામાં તેને ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરવાની ઈડી દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેના ઉપર પણ રોક લગાવવા આગ્રહ કર્યો હતો પરંતુ કોર્ટે માલ્યાની આ અરજી ફગાવી દીધી હતી. હવે નિયમ પ્રમાણે સરકાર વિજય માલ્યાની સંપત્તિ પણ જપ્ત કરી શકશે. 

 

માલ્યા પર ભારતીય બેન્કોનું 9,000 કરોડનું દેવું છે. એસબીઆઈ નેતૃત્વ વાળી 17 બેન્કોના કંસોર્શિયમે માલ્યાની કિંગફિશર એરલાઈન્સને લોન આપી હતી. માલ્યા લોન ન ચૂકવી શક્યા હોવાથી તે માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો.

 

માલ્યાએ ઈડીને અરજીને પડકારી હતી


ઈડીએ ગયા વર્ષે જુલાઈમાં પીએમએલએ કોર્ટમાં અરજી કરી હતી કે માલ્યાને નવા કાયદા અંર્તગત ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવે. તે સાથે જ માલ્યાની 12500 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવાની મંજૂરી માંગી હતી. માલ્યાએ ઈડીની અરજી પર સુનાવણી ન કરવાની અરજી કરી હતી. પરંતુ કોર્ટે 30 ઓક્ટોબરે માલ્યાની અરજી નકારી કાઢી હતી. ઈડીની અરજી વિરુદ્ધ માલ્યાએ બોમ્બે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી પરંતુ ત્યાં પણ માલ્યાની અરજી નકારી દેવામાં આવી હતી. 

 

માલ્યા પર આ 5 બેન્કોનું સૌથી વધારે દેવું છે  

બેન્ક લોન (રૂપિયા)
એસબીઆઈ 1600 કરોડ
આઈડીબીઆઈ બેન્ક 800 કરોડ
પીએનબી 800 કરોડ
બેન્ક ઓફ ઈન્ડિયા 650 કરોડ
બેન્ક ઓફ બરોડા 550 કરોડ

 

માલ્યાએ કરી હતી દેવું ચૂકવવાની ઓફર


પ્રત્યર્પણ પર નિર્ણય આવવાના 5 દિવસ પહેલાં માલ્યાએ ટ્વિટ કરીને ભારતીય બેન્ક અને સરકારને અપીલ કરી હતી કે તેઓ 100 ટકા ધિરાણ ચૂકવવા તૈયાર છે. તેનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે. માલ્યાએ કહ્યું હતું કે, નેતા અને મીડિયા મારા ડિફોલ્ટર થવાની અને સરકારી બેન્કમાંથી લોન લઈને ભાગી જવાની વાતો જોર-શોરથી કરી રહ્યા છે. આ ખોટી વાત છે. મારી સાથે જ આવું વર્તન કરવામાં કેમ આવે છે? 2016માં જ્યારે મેં કર્ણાટક હાઈકોર્ટમાં સેટલમેન્ટની વાત કરી હતી ત્યારે તે વાતનો પ્રચાર કરવામાં કેમ ન આવ્યો. 

 

26 દિવસમાં માલ્યાને બીજો ઝટકો


લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી ચૂકી છે કે માલ્યાને ભારત પ્રત્યર્પિત કરી દેવામાં આવે. કોર્ટે આ કેસ બ્રિટિશ સરકારને મોકલી દીધો છે. ત્યાંની સરકાર કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ થાય તો તેઓ માલ્યાના પ્રત્યર્પણનો આદેશ જાહેર કરશે. આવું થશે તો માલ્યા પાસે 14 દિવસમાં હાઈકોર્ટમાં અરજી કરવાનો અધિકાર રહેશે.


માલ્યાએ જો પ્રત્યર્પણના નિર્ણય વિરુદ્ધ અરજી ન કરી તો યુકેની સરકાર દ્વારા આદેશ જાહેર કર્યાના 28 દિવસમાં માલ્યાનું પ્રત્યર્પણ કરવામાં આવશે. 

 

શું છે ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદો?

 

- નાણાકીય કૌભાંડ કરીને રકમ ચૂકવવાનો ઈનકાર કરનાર પર આ કાયદા અંર્તગત કાર્યવાહી કરવામાં આવે છે.
- આર્થિક ગુનામાં જેની સામે ધરપકડનું વોરન્ટ જાહેર કરવામાં આવે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવે છે.
- 100 કરોડ રૂપિયા કરતાં વધારે બેન્ક લોનવાળા ડિફોલ્ટર્સ પર આ કાર્યવાહી કરી શકાય છે.
- ભાગેડુ આર્થિક ગુનેગારની સંપત્તિ વેચીને ધિરાણ આપનારને ભરપાઈ કરી શકાય છે.
- કાયદા પ્રમાણે કોઈ પણ આરોપીને બાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા માટે સંબંધિત એજન્સીએ સ્પેશિયલ કોર્ટને અરજી આપવાની હોય છે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા સાથે તેના એડ્રેસ અને સંપત્તિ વિશેની માહિતી ભેગી કરવાની હોય છે.
- જપ્ત કરવાની યોગ્ય બેનામી સંપત્તિ અને વિદેશી સંપત્તિની માહિતી પણ આપવાની હોય છે. તે સાથે જ સંપત્તિઓ સાથે જોડાયેલા અન્ય લોકોની માહિતી પણ આપવાની હોય છે.
- અરજી મળ્યા પછી સ્પેશિયલ કોર્ટ આરોપીને 6 સપ્તાહની અંદર જાહેર થવાની નોટિસ આપી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...