તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Up Dgp Op Singh Interogates Terror JeM Accused Arrested From Deoband, Significant Clues To Meet Pulwama Attack

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવબંધથી પકડાયેલા જૈશના શંકાસ્પદોની DGPએ પૂછપરછ કરી, પુલવામા હુમલાના મહત્વના પુરાવા મળ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ધરપરડ કરવામાં આવેલા જૈશના શંકાસ્પદ શાહનવાઝ અહમદ તેલી અને આકિબ અહમદના મોબાઈલ ફોનની તપાસમાં ખબર પડી કે તે લોકો વર્ચ્યુલ નંબરનો ઉપયોગ કરતા હતા
 • શંકાસ્પદ આતંકીઓ પાસે BBMના ફોન હતા

નવી દિલ્હી: સહારનપુરનાં દેવબંધ ખાતેથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદનાં બન્ને સંદિગ્ધ આતંકીઓ પુલવામા હુમલાનાં માસ્ટરમાઈન્ડ અબ્દુલ રશીદ ગાઝીનાં સંપર્કમાં હતા. પોલીસની પુછપરછ દરમિયાન આતંકી શાહનવાઝ અને આકિબે મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હોવાની પણ કબૂલાત કરી હતી. DGP ઓપી સિંહે રવિવારે બન્ને આતંકીઓની આશરે 4 કલાક સુધી પુછપરછ કરી હતી. આ આતંકીઓ સંદેશાઓ પહોંચાડવા માટે બ્લેકબેરી મેસેન્જર અને ફોન કરવા માટે વર્ચ્યુલ નંબરોનો ઉપયોગ કરતા હતા. 

 

ધરપકડ કરવામાં આવેલા જૈશના શંકાસ્પદ શાહનવાઝ અહમદ તેલી અને આકિબ અહમદના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી છે જેનાથી ખબર પડી છે કે, તે લોકો વર્ચ્યુલ નંબરનો ઉપયોગ કરતા હતા અને તેમની પાસે BBMના ફોન હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ લોકોના ફોનમાં એવી એપ ડાઉનલોડ હતી જે પ્લે સ્ટોર પર છે જ નહીં. આ એપ દ્વારા તેઓ તેમના સાથીઓ સાથે સંપર્કમાં હતા. આતંકીઓના આ મોડ્યૂલ અને સંગઠનના અન્ય સભ્યો વિશે પણ એટીએસને મહત્વના પુરાવા મળ્યા છે.

 

કાશ્મીરમાં બેઠેલા આકાઓ બન્ને પર હુમલો કરવા દબાણ કરી રહ્યા હતા: ATSનાં જણાવ્યા પ્રમાણે, પુછપરછ દરમિયાન બન્નેએ જણાવ્યું કે કાશ્મીરમાં બેસેલા તેમના આકાઓ તેમની પર કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે દબાણ કરી રહ્યા છે. આ પુછપરછમાં આતંકી સંગઠનોના અન્ય સભ્યો વિશે પણ જાણકારી મળી છે. એવામાં આવનારા સમયમાં હજુ વધારે ધરપકડ થઈ શકે છે. શાહનવાઝ અને આકિબની ચેટમાં હથિયારોની મુવમેન્ટ અંગેની વાતો સામે આવી છે. જો કે, પોલીસ અધિકારીઓએ આ અંગે કોઈ પણ પ્રકારની માહિતી આપવા માટે ઈન્કાર કર્યો છે. 

 

યુવાનોની ભરતી કરવાનું લક્ષ્ય: કાશ્મીરનાં કુલગામ નિવાસી શાહનવાઝ અને પુલવામા નિવાસી આકિબે જણાવ્યુ કે , તેમનું લક્ષ્યાંક ઉત્તરપ્રદેશનાં વિસતારોમાં કાશ્મીરી યુવાનોને લાવવાનું હતુ. સાથે જ યુપીનાં યુવાનોને જૈશ-એ-મોહમ્મદ સંગઠનમાં જોડવાનું હતુ. જમ્મુ-કાશ્મીર પોલીસ પણ આ બન્નેની પુછપરછ કરશે. 

 

શું વર્ચ્યુલ નંબર હોય છે?: વર્ચ્યુલ ફોન નંબરનો ઉપયોગ સાઈબર ક્રિમીનલ અથવા હેકર કરે છે. જેમાં કોઈ મોબાઈલ કે ડિવાઈઝનો ઉપયોગ કરવામા નથી આવતો. સાથે જ કોઈ સિમનો પણ ઉપયોગ કરવામા આવતો નથી. મોબાઈલ અને સિમનો ઉપયોગ ન હોવાથી પોલીસ અથવા તપાસ એજન્સીઓ માટે તેની જાણકારી મેળવવી ઘણી મુશ્કેલ બની જાય છે.

 

સહારનપુરનાં દેવબંદ ખાતેથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદનાં બન્ને સંદિગ્ધ આતંકીઓ પુલવામા હુમલાનાં માસ્ટરમાઈન્ડ અબ્દુલ રશીદ ગાઝીનાં સંપર્કમાં હતા. પોલીસની પુછપરછ દરમિયાન આતંકી શાહનવાઝ અને આકિબે મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હોવાની પણ કબૂલાત કરી હતી. DGP ઓપી સિંહે રવિવારે બન્ને આતંકીઓની આશરે 4 કલાક સુધી પુછપરછ કરી હતી. આ આતંકીઓ સંદેશાઓ પહોંચાડવા માટે બ્લેકબેરી મેસેન્જર અને ફોન કરવા માટે વર્ચુઅલ નંબરોનો ઉપયોગ કરતા હતા. 

 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો