તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • UP Chief Minister Yogi Adityanath At A Public Rally In Meerut, Target SPA BSP And Congress

મેરઠમાં યોગી, કહ્યું- કોંગ્રેસ, SP-BSPને \'અલી\'માં વિશ્વાસ છે તો અમને \'બજરંગબલી\'માં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સપા-બસપાને મુસ્લિમ મતદારોના વોટ જોઈએ છે તેથી હિન્દુ મતદારો પાસે હવે ભાજપ સિવાય વિકલ્પ નથી- યોગી
  • યોગીએ કહ્યું- દેશમાં દલિત-મુસ્લિમ એકતા સંભવ નથી

લખનઉ: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને બે દિવસ જ બાકી છે ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ખૂબ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હિન્દુઓ પાસે ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઈ વિકલ્પ વધ્યો નથી. દેશમાં દલિત-મુસ્લિમ એકતા સંભવ નથી. યોગી આદિત્યનાથે ચૂંટણી સભામાં બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.

મેરઠમાં જનસભા સંબોધતી વખતે યોગી આદિત્યનાથે કહ્યું છે કે, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને અલીમાં વિશ્વાસ છે તો અમને બજરંગબલીમાં વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, માયાવતીએ રેલીમાં કહ્યું હતું કે, તેમને માત્ર મુસ્લિમ મતદારોના વોટ જોઈએ છે. તેનો અર્થ એ થાય છે કે, હિન્દુ મતદારો પાસે હવે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી.

દલિત-મુસ્લિમ એકતા અશક્ય- યોગીઃ યુપી સીએમએ કહ્યું કે, દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી. કારણકે વિભાજન સમયે દલિત નેતાઓ સાથે પાકિસ્તાનમાં કેવુ વર્તન થયું હતું તે દુનિયાએ જોયું હતું. ભારતમાં બાબા સાહેબ આંબેડકર સૌથી મોટા દલિત નેતા થયા હતા પરંતુ યોગેશ મંડળ વિભાજન વખતે પાકિસ્તાન જતા રહ્યા હતા.

યોગી આદિત્યનાથે કહ્યું કે, જે સમયે યોગેશ મંડલે પાકિસ્તાનમાં દલિતો પર અત્યાચાર જોયો ત્યારે તેઓ ભારત પરત આવી ગયા હતા. યોગીએ આરોપ લગાવ્યા છે કે, મહાગઠબંધનમાં મુસ્લિમ વોટરોએ ધ્રુવીકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેથી બાકી વધેલા સમાજે વિચારવું જોઈએ કે તેમને કોને વોટ કરવાનો છે.

રવિવારે ગઠબંધનની રેલીમાં મુસ્લિમોને એકજૂથ થઈને મતદાન માટે હાકલ કરાઈ હતીઃ નોંધનીય છે કે, દેવબંદની રેલીમાં બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ મુસ્લિમ વોટરોને અપીલ કરી હતી કે એક જૂથ થઈને મહાગઠબંધન માટે વોટિંગ કરો. 

પશ્ચિમ યુપી વિશે યોગીએ કહ્યું કે, વેસ્ટ યુપીમાં મુસ્લિમ-દલિતોના મત સરળતાથી ટ્રાન્સફર નહીં થાય. જેથી બીજેપીને તેનો ફાયદો થશે અને મોટી જીત મળશે. તેમણે ફરી એક વાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પ્રહાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધીનું અમેઠી છોડીને વાયનાડ જવાનું મુખ્ય કારણ પણ મુસ્લિમ મતદારો છે.

નોંધનીય છે કે, યોગી આદિત્યનાથ આ પહેલાં પણ કોંગ્રેસની સાથી મુસ્લિમ લીગ પાર્ટી પર નિશાન સાધી ચૂક્યા છે. તેમણે પાર્ટીના લીલા ઝંડાના બહાને કહ્યું હતું કે, આ એક વાયરસ જેવું છે  જે કોંગ્રેસ સમગ્ર દેશમાં ફેલાવા માંગે છે.